કડીમાં મધરાત્રે ગામમાં જુગાર રમતાં 9 ઇસમો ઝડપાયા

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ગામે મહેસાણા LCBની ટીમે ગઇકાલે મધરાત્રે જુગાર લગત રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી એકસાથે 9 ઇસમો જુગાર રમતાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. ગઇકાલે મોડી રાત્રે મહેસાણા LCBની ટીમ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ગામમાં રેઇડ કરી એકસાથે 9 ઇસમોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. આ સાથે ઇસમો પાસેથી રોકડ રકમ સહિત કુલ 54,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એસ.ડી.રાતડાની ટીમ ગઇકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી આધારે અગોલ ગામે મસ્જીદની પાછળના નાના વાસમાં ચોકમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે ઇસમો પાસેથી રોકડ રકમ રૂ.19,370, મોબાઇલ નંગ-6 કિ.રૂ.35,500 મળી કુલ કિ.રૂ.54,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.