મહેસાણા જિલ્લાના 7 ભેળસેળિયા વેપારીઓને રૂ. 37.85 લાખનો દંડ
ભેળસેળવાળી ખાદ્યચીજોનું વેચાણ કરતી મહેસાણા જિલ્લાની કુલ ૭ પેઢીઓના માલિકોને એડ્જ્યુડિકેટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટરની કોર્ટે કુલ રૂ.૩૭.૮૫ લાખ જેટલો જંગી દંડ ફટકારતાં ભેળસેળિયાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનિય છે કે, ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ પેઢીઓમાંથી ખાદ્યચીજોનાં લેવાયેલાં સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું ખુલ્યું હતું. ઉલ્લેખનિય છે કે, દિવાળીના તહેવાર સમયે વીડિયો વાઈરલ થતાં ચર્ચામાં આવેલા મહેસાણાના મોઢેરા રોડ પરના વહાણવટી સ્વીટ માર્ટને પણ રૂ.૩.૫ લાખનો દંડ ફટકારાયો છે.