
મહેસાણા જિલ્લાના 600 ફિલ્ડ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગના આદેશ મુજબ પડતર પ્રશ્નો મુદ્દે મહેસાણા જિલ્લા પંચાયત હેઠળના ફિલ્ડ વર્ક કરતા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ટીએચએશ, ટીએચવી સહિત 600 જેટલા આરોગ્ય કર્મચારીઓ સોમવારથી જ ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેથી જિલ્લામાં હાલમાં ચાલી રહેલા વેક્સિનેશન, મચ્છરજન્ય રોગો, કોરોના, સ્વાઈન ફ્લૂ જેવા રોગો અંગે સર્વેક્ષણ અને રિપોર્ટિંગ સહિતની કામગીરી પર અસર થઈ હતી.