સાંતલપુર હાઈવે પર ચાલુ વાહને તેલના 60 ડબ્બાની ચોરી
સાંતલપુર તાલુકાનાં વારાહી ટોલનાકાથી આડેસર કરણી હોટલ વચ્ચેની કોઇપણ જગ્યાએ મધરાત્રે એક આયસર ગાડીમાંથી રૂા. 90 હજારની કિંમતનાં તેલનાં 60 ડબ્બાની કોઇ શખ્સ ચાલુ ગાડીએ તાડપત્રી કાપીને ચોરી કરી ગયો હતો.
રાધનપુરનાં નાનીપીંપળીનાં ભરતપુરી મહાદેવપુરી ગોસ્વામી તેમની આયસર ગાડીમાં અંજારની ગોકુલ એગ્રોમાંથી તેલ અને ઘીનાં ડબ્બા ભરીને પાટણની ઉમિયા ટ્રેડર્સ અને સિધ્ધપુરની હિંગળાજ ટ્રેડર્સને ડીલવરી કરવા માટે ટ્રકને તાડપત્રી બાંધી નિકળ્યા હતા. તેઓએ રસ્તામાં ચા-પાણી કર્યા બાદ રાત્રે 1 વાગે આડેસર પાસેની હોટલે તાડપત્રી ચેક કરતાં રસ્સા બરાબર હતા. રાધનપુર ચાર રસ્તા પાસે સવા ત્રણેક વાગે રોક્યા ત્યારે તેમણે રાત્રે રસ્સા અને તાડપત્રી ચેક કરતાં તે પાછળનાં દરવાજાની તાડપત્રી કાપી હોવાનું જણાતાં તપાસ કરતા અંદરથી તેલનાં 60 ડબ્બા કિંમત 90 હજારની ચોરી થયાનું જણાયું હતું. આ બાબતે ડ્રાયવરે તેમણાં શેઠનાં કહેવાથી પોલીસને અરજી કરતાં પોલીસે તેમનું નિવેદન લઇને ફરીયાદ નોંધી હતી