જોટાણામાં 52.96 લાખની ઠગાઈ કરનારા આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર, વ્યાપારીઓએ APMCની તમામ કામગીરી બંધ કરી

મહેસાણા
મહેસાણા

જોટાણા માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓ સાથે રૂપિયા 52.96 લાખની છેતરપિંડીની સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. આરોપીઓ રાજકીય મોટી વગ ધરાવતા હોય પોલીસ સ્ટેશનમાં હાજર ન થઈ વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાની રાવ સાથે સત્વરે આરોપીઓ નહીં પકડાતા આજથી જોટણા એપીએમસી માર્કેટના તમામ વ્યાપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. આજે જોટાણા એપીએમસી માર્કેટમાં તમામ કામગીરી બંધ જોવા મળી રહે છે.

જોટાણા માર્કેટયાર્ડમાં વ્યાપારી પ્રમુખ નરેશ ભાઈએ દિવ્ય ભાસ્કરને જાણવ્યું કે, આટલા દિવસો વીતવા છતાં છેતરપિંડી કરનારા આરોપીઓ ઝડપાયા નથી. APMC માં માત્ર આઠ દુકાનો આવેલી છે જેમાંથી પાંચ દુકાનના વ્યાપારીઓ સાથે ઠગાઈ કરવામાં આવી છે. વ્યાપારીઓ પાસે હાલ પૈસા નથી આર્થિક ભીડમાં સકડાયા છે. વેપાર કરવો તો કેવી રીતે કરવો જેથી અમે આજથી અચોક્કસ મુદ્દત સુધી માર્કેટયાર્ડમાં વ્યાપાર બંધ કરીયે છીએ. જ્યાં સુધીઆનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વ્યાપારીઓ દુકાન ખોલશે નહીં.

જોટાણા આસપાસના પંથકમાંથી એરંડા, લચકો, ગવાર વેચવા આવતા ખેડૂતોને આજે માર્કેટયાર્ડ બંધ હોવાને કારણે ધક્કો પડ્યો હતો. ત્યારે હાલમાં ખેડૂતો અન્ય જગ્યા પર માલ વેચવા મજબુર બન્યા છે. તેમજ માર્કેટના વ્યાપારીઓના દુકાનો બંધ થતાં APMCની આવક પર ફટકો પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.