મહેસાણા શ્રીજી આરકેડમાં 5 દુકાન બાકી વેરામાં સીલ કરાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા ગુરુવારે વેરા વસુલાતમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ શ્રીજી આરકેડ કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલ 5 દુકાનનો કુલ રૂ. 10,7975 વેરો ભરપાઇ ન કરતાં આ 5 દુકાનને સીલ કરી દેવામાં આવી હતી.

નગરપાલિકાની વેરાશાખાની ટીમ દ્વારા બાકી વેરા વસુલાતમાં કોમર્શિયલ મિલકતોની સ્થળ પર વસુલાત માટે મુલાકાત લેવામાં આવી રહી છે. જેમાં સ્થળ પર બાકી વેરો ભરપાઇ ન કરનાર મિલકતદારની દુકાન સીલ કરવાની કાર્યવાહી સઘન કરાઇ છે. આ 5 દુકાનને સીલ કરીને નગરપાલિકાના સક્ષમ અધિકારીની મંજૂરી વગર સીલ ખોલવુ નહીં નહિ તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ લગાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.