ઊંઝા મક્તુપુર હાઇવે પર આવેલ સોસાયટીના રહેણાંક મકાનમાંથી ૫.૧૪ લાખના મત્તાની ચોરી

મહેસાણા
મહેસાણા

ઊંઝા મક્તુપુર હાઇવે પર આવેલ સરદાર નગર સોસાયટીના રહેણાંક બંધ ઘરના દરવાજાનું લાકડું તોડી બેડરૂમમાં પ્રવેશ કરી લાકડાના કબાટના લોક તોડી ડ્રોયરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૫.૧૪ લાખની ચોરી કરી લઈ જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વિગતો અનુસાર, ઊંઝા મકતુપૂર હાઇવે પર આવેલ સરદાર નગર સોસાયટીના એફ ૦૧ માં રહેતાં મૂળ પટના બિહારના અમિતસિંગ હરભજન સિંઘ સચદેવાના રહેણાંક બંધ મકાનમાં તા.૨૯ જૂન ૨૦૨૪ ના સાતેક વાગ્યાના દરમિયાન થી તા.૩૦ જૂન ૨૦૨૪ ના વેહલી સવારના સાતેક વાગ્યા દરમિયાન કોઈપણ સમયે ઘરના દરવાજાનું લાકડું તથા હેન્ડલ તોડી ડ્રોયરમાંથી સોનાના દાગીના વજન ૪ તોલા કિંમત રૂપિયા ૨,૨૦,૦૦૦ તથા ચાંદીના દાગીનાનું વજન ૪ કિલો ૯૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૯૪,૦૦૦ મળી કુલ રૂપિયા ૫,૧૪,૦૦૦ ની કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે અમિતસિંઘએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.