મહેસાણામાં ચકલીનાં 400 માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
ઉનાળાની કાળઝાળ ગરમી મનુષ્ય માટે પણ આકરી બની રહી છે. ત્યારે પંખી પારેવડા માટે આ ગરમીની સીઝનમાં ખુલ્લા આકાશ અને ધરતી પર જીવન ગુજારવું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે મહેસાણા ખાતે સેવા સજીવ સેતુ દ્વારા વર્ષો થી વિવિધ સેવાકીય પ્રવૃત્તિની સાથે શરૂ કરેલ ચકલી દિવસે પંખી ઘરનું વિતરણ કરવાની પરંપરા આજે પણ ચાલુ રાખી ચાલુ વર્ષે ત્રીજી વાર પંખી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
15 સભ્યો થી કાર્યરત આ સેવા કાર્યમાં રવિવારે 4000 જેટલા પંખીઘરનું પક્ષી પ્રેમીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ ચકલીઓ ક્યાંય જોવા પણ નતી મળતી ત્યારે પક્ષીઓ માટે કરવામાં આવતી આવી સેવાકીય પવૃત્તિ થી આજે એક અંદાજ મુજબ મહેસાણામાં 2 લાખ ચકલીઓની સંખ્યા થવા પામી છે.
સામાજિક કાર્યકર જણાવ્યું કે છેલ્લા સાત વર્ષથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે.જેમાં 20મી માર્ચ ચકલી દિવસે 2000 માળા નું વિતરણ કરાયું હતુઁ.તમેજ તેના પછીના જે રવિવાર આવે છે એ દિવસોમાં પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે.વીતેલા સાત વર્ષમાં 14 હજાર જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આ સેવા કીય કાર્ય થકી મહેસાણા આજુબાજુ 2 લાખ જેટલી ચકલીઓ ઉત્પન્ન થઇ હશે તેવું લોકો નું કહેવું છે.લોકો કહે છે કે હવે અમને ચકલી જોવા મળે છે.સાત વર્ષથી આ અમારો પ્રોજેકટ છે જેમાં જેવા અલગ અલગ સેવા કીય કાર્યક્રમ કરીયે છીએ.