
મહેસાણાથી વિસનગર જતા પિકઅપ ડાલાના ચાલકે બ્રેક મારતાં 4 લોકો નીચે પટકાયા, સદનસીબે જીવ બચી ગયો
વિસનગર ખાતે લગ્ન પ્રસંગ હોવાથી મહેસાણાથી (GJ-2-AT-1737)નંબરના પીકઅપ ડાલામાં બેન્ડ વાજા ભરીને વિસનગર જતી વખતે મહેસાણાના માનવ આશ્રમ ચોકડી નજીક ગાડી ચાલકે એકાએક બ્રેક મારી દેતા પાછળ બેસેલા ચાર વ્યક્તિ રોડ પર પટકાતા શરીરે ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ઇજાગ્રસ્તને મહેસાણા સિવિલ તેમજ લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહેસાણાના લખવડી ભાગોળ વિસ્તારમાં રહેતા દેવી પૂજક આકાશ એ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે. વિસનગર ખાતે પ્રસંગ ના ઓર્ડર માં પીક અપ ડાલામાં બેન્ડ બાજા ભરીને મહેસાણા થી નીકળ્યા એ દરમિયાન (GJ-2-AT-1737)ના ચાલકે પોતાનું ડાલું ગફલત ભરી રીતે હંકારી એકાએક બ્રેક મારતા ગાડીમાં બેસેલા ચાર લોકો રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતા હજાર લોકોએ તાત્કાલિક 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત ને મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.