
મહેસાણામાં ખુલ્લી તલવારો સાથે પાર્લરમાલિક સાથે દાદાગીરી કરનારા 3 લુખ્ખાઓની ધરપકડ
મહેસાણા શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં તલવાર અને ધારિયા સહિતના ઘાતક હથિયારો સાથે પાર્લર માલિક સામે દાદાગીરી કરી રોફ જમાવતા અને પોતાની જાતને દાદા કહેતા એક યુવકનો શનિવારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં એક્શનમાં આવેલી પોલીસે દાદાગીરી કરનારા ત્રણેય શખ્સોની ધરપકડ કરી બબ્બે ફરિયાદો નોંધી હતી.
માનવ આશ્રમ ચોકડી પાસે રહેતા આશિષ નરસિંગભાઈ ચૌધરી જીલ કોમ્પલેક્ષમાં અર્બુદા પાર્લર ધરાવે છે. 13 માર્ચે રાત્રે 10:30 વાગે આશિષ પાર્લરની આગળ રાજુજી ઠાકોર અને કૈશલ ઠાકોર સાથે બેઠો હતો.
ત્યારે ત્રણ શખ્સો તલવાર અને ધોકા લઈને આવ્યા હતા અને તમે અહીં કેમ બેઠા છો અહીંથી નીકળી જાઓ કહી ગાળો બોલી માર મારવા આવતાં આશિષ અને ત્રણે જણા દોડી ગયા હતા. ત્યાર બાદ બીજા દિવસે 14 માર્ચે રાત્રે 12:30 વાગે આશિષ પ્રતીક સાવરીયા સાથે ઘર આગળ ઉભો હતો, ત્યારે કોમ્પ્લેક્સની સામે રોડ ઉપર બૂમાબૂમ કરી આ પાર્લરવાળો ક્યાં ગયો કહી ગાળો બોલતા હતા.
દાદાગીરી કરનારા શખ્સો
1. અલ્તાફ રફીક શેખ
2. અશરફ ઉર્ફે આંસુ નાસીરહુસેન મુલ્લા (રહે. બંને દેલા વસાહત, મહેસાણા) 3. મોઈન નાઝીરહુસૈન મુલ્લા (રહે. ધોબીઘાટ, મહેસાણા)