વડનગર સિવિલમાં 3 દિવસમાં 3નાં મોત, 150 બેડ ભરાઇ જતાં નવો વોર્ડ શરૂ કરાયો

મહેસાણા
મહેસાણા

કોરોનાની બીજી લહેરમાં ઉત્તર ગુજરાતમાં રોજ નવા રેકોર્ડ રચાઇ રહ્યા છે. શનિવારે કોરાનાકાળમાં વિક્રમજનક 343 કેસ સામે આવ્યા, તો મહેસાણામાં મહિલા, વડનગરમાં પુુરુષ તેમજ પાલનપુરના પૂર્વ નગરસેવક મળી કુલ 3 વ્યક્તિઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં હતાં. સૌથી વધુ 118 કેસ પાટણ જિલ્લામાં નોંધાયા હતા. અહીં સતત પાંચમા દિવસે 100થી વધુ કેસ આવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે સ્થિતિની સમીક્ષા માટે પાટણ આવનાર છે. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના પુત્ર પણ સંક્રમિત થયા છે. તો મહેસાણા જિલ્લામાં 98, બનાસકાંઠા જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 101 કેસ નોંધાયા છે. તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જિલ્લા તબીબ અધિક્ષક સહિત 26 લોકો સંક્રમિત થયા છે. જેમાં મેઘરજના ઢીમડા ગામની કેજી બીવી વિદ્યાલયમાં ધો.10ની 7 છાત્રાઓનો પણ સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોનાગ્રસ્ત બે વ્યક્તિનાં મોત થયાં હતાં. તો કોરોનાના વધુ 98 કેસ સામે આવતાં જિલ્લામાં કુલ આંકડો 8110એ પહોંચી ગયો છે. જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 922 થઇ છે. જિલ્લામાં 1058 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ લેવાયાં હતાં. દરમિયાન, બહુચરાજી ધારાસભ્યએ 100 બેડના કોરોના સેન્ટરની માંગ કરી છે.

મહેસાણા શહેરમાં 65 વર્ષીય વૃદ્ધા અને વડનગરમાં પુરૂષનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતાં કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયાં હતાં. શનિવારના 98 કેસમાં 58 શહેરી અને 40 ગ્રામ્ય વિસ્તારના છે. જેમાં સૌથી વધુ વિસનગરના 36 પૈકી 24 શહેરના અને 12 તાલુકાના, મહેસાણાના 29 પૈકી 20 શહેરના અને 9 તાલુકાના, ઊંઝાના 5 પૈકી 3 શહેરના અને 2 તાલુકાના, કડીના 12 પૈકી 8 શહેરના અને 4 તાલુકાના, વડનગરના 3 પૈકી 2 શહેરના અને 1 તાલુકાના, વિજાપુરના 4 પૈકી 1 શહેરના અને 3 તાલુકાના, ખેરાલુ તાલુકામાં 1, સતલાસણા તાલુકાના 3 અને બહુચરાજી તાલુકાના 5 કેસ નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.