
વિસનગરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા
વિસનગર શહેર સહિત પંથકમાં શ્રાવણ માસ દરમિયાન વરસાદ ન પડતાં લોકો મેઘ મહેર થાય તેવી આશા સેવી રહ્યા હતા. તો બીજી તરફ ખેડૂતો પણ પાક નિષ્ફળ ન જાય તે માટે વરસાદની રાહ જોઈ બેઠા હતા. ત્યારે વિસનગરમાં 24 કલાકમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં વિસનગરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા હતા. તો અનેક સોસાયટીઓ આગળ પાણી ભરાતા અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વિસનગર શહેરમાં અચાનક લાંબા વિરામ બાદ શનિવાર રોજ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં વરસાદની શરૂઆત થઈ હતી. જે આજે રવિવાર સાંજ સુધી વરસાદ આવતા 24 કલાકમાં વિસનગરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સતત વરસાદ પડતા અનેક શહેરના માર્ગો પર જળ બાંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ પડતાં શહેરની અનેક સોસાયટીઓમાં પાણી પાણી જોવા મળ્યા હતા. વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં વરસાદ પડતા હવે પાકને પણ જરૂરી પાણી મળી રહેશે.વિસનગરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી પાણી જોવા મળ્યું હતું. જેમાં શહેરના કાંસા.એન. એ વિસ્તાર, શિર્ડીનગર, સોપાન રેસીડેન્સી, મહેસાણા રોડ, ધરોઇ કોલોની, કમાણા ચોકડી, કડા ચોકડી, માયા બજાર, દરબાર રોડ, દગાલા રોડ, આદર્શ હાઇસ્કુલ નજીક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેમાં વરસાદ પડતા શહેરનો ગૌરવ પથ વિસ્તાર પણ સૂમસામ બન્યો હતો.