પૂણેથી આવેલો વેક્સિન કોવિ શિલ્ડનો 18,520 ડૉઝનો જથ્થો ગાંધીનગરથી વેક્સિનવાનમાં મહેસાણા લવાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના 10 કેન્દ્રો પર 16મી જાન્યુઆરીને શનિવારથી કોરોનાને નાથવા કોવિડ રસીકરણની શરૂઆત થઇ રહી છે. તે પૂર્વે બુધવારે જિલ્લાને ફાળવાયેલો કોવિશિલ્ડ વેક્સિનનો 18520 ડૉઝનો જથ્થો ગાંધીનગરથી મહેસાણા આવી પહોંચતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુભાઇ પટેલ સહિત આરોગ્ય અધિકારીઓએ રિસીવ કરી જૂની તાલુકા પંચાયત ખાતે રિજિયોનલ રૂમમાં રખાયો હતો.

આ પ્રતિબંધિત વિસ્તારમાં માત્ર નિશ્ચિત આરોગ્ય કર્મીઓ જ પ્રવેશી શકશે. શનિવારે સવારે 9 વાગ્યાથી રસીકરણ શરૂ થનાર છે આ તમામ કેન્દ્રો પર તેનું જીવંત પ્રસારણ જોઇ શકાય તેવી પણ વ્યવસ્થા હાથ ધરાઇ છે. આ પહેલાં શુક્રવારે જેમને વેક્સિન અપાનાર છે તેમને મેસેજ કરી આગોતરી જાણ કરાશે.

જિલ્લામાં 4,83,813 લાભાર્થીઓને રસી અપાશે
મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું કે, જિલ્લામાં પ્રથમ તબક્કામાં 15102 ખાનગી અને સરકારી હેલ્થકેર સાથે સંકળાયેલા કર્મીઓને રસી આપવામાં આવનાર છે. જિલ્લામાં અંદાજીત 4,83,813 લોકોને પ્રથમ, દ્રિતીય અને તૃતીય ચરણમાં રસી આપવાનું આયોજન કરાયું છે. જેમાં દ્રિતીય ચરણમાં 13668 ફ્રન્ટલાઇન વર્કર અને તૃતીય ચરણમાં 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેના પરંતુ હયાત રોગથી પીડાતા 4,54,343 વ્યક્તિઓને રસી આપવામાં આવશે.

એક શીશીમાંથી 9 થી 10ને વેક્સિન આપી શકાશે
જિલ્લામાં આવેલી કોવિડ રસીનો જથ્થો ઇવીન સોફ્ટવેરમાં જમા લેવામાં આવ્યો છે અને તે વેક્સિન સેન્ટરો પર કોલ્ડચેન સાથે મોકલવામાં આવશે. ઉપરાંત વેક્સિન આપવા માટે એડી સિરિન્જ ફાળવવામાં આવશે. એક વાયલ 05 એમએલ વેક્સિન આવે છે, જેમાંથી 9 થી 10 લાભાર્થીને ડોઝ આપી શકાય છે. દરેક રસીકરણ સેન્ટર પર વેબ કાસ્ટિંગનું આયોજન કરાયું છે.

રોજ 100 ફ્રન્ટલાઇન વર્કરને વેક્સિન અપાશે
કલેક્ટર એચ.કે.પટેલ અને ડીડીઓ એમ.વાય. દક્ષિણીના માર્ગદર્શન હેઠળ ઊભા કરાયેલા 10 રસીકરણ સ્થળો પર દૈનિક 100થી વધુ વધારે ફ્રન્ટલાઇન વર્કરને વેક્સિન અપાશે. શનિવારે સવારે 9 વાગ્યાથી કોવિડ રસીકરણનો આરંભ કરાશે.

બીજો ડોઝ 28 દિવસ પછી
16મી જાન્યુઆરીએ પ્રથમ ડોઝ આપવામાં આવશે તે પછી 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે.

પ્રતિક્ષાકક્ષ, વેક્સિનેશન રૂમ, નિરીક્ષણ રૂમની વ્યવસ્થા
રસીકરણ બાદ ધ્યાન રાખવા ખાસ એઇએફઆઇ ટીમ જે એના ફાઇલેક્સીસ શોકની કીટ સાથે તૈનાત રહેશે. એઇએફઆઇ ટીમમાં કાર્ડિયોલોજિસ્ટ, ગાયનેક, રેડિયોલોજિસ્ટ, ફિજિશીયન મળી 10 સભ્યોની ટીમ તૈનાત રહેશે. સાથે રસી બાદ લાભાર્થીને માનસિક તકલીફ કે રિએક્શન આવે તો પ્રાથમિક સારવાર બાદ ફિજિશિયનને ત્યાં રિફર કરાશે.

રસીકરણ આંકડા

​​​​​​​76 વેક્સિન કોલ્ડચેઇન પોઇન્ટ76 વેક્સિન કોલ્ડચેઇન પોઇન્ટ
​​​​​​​ 1230 વેક્સિન માટેના પોઇન્ટ
​​​​​​​500 રસીકરણ સ્ટાફની સંખ્યા
810 ખાનગી હેલ્થકેર બેનિફિશિયર
9350 સરકારી હેલ્થકેર બેનિફિશિયર
150 વેક્સિન સુપરવાઇઝર
1820 હેલ્થ અને આશાવર્કર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.