મહેસાણા શહેરમાં રેપિડમાં 128, RTPCRમાં 42 પૉઝિટિવ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં રવિવારે લેવાયેલા 732 સેમ્પલો પૈકી 143 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. એટલે કે, સેમ્પલ સામે પોઝિટિવ રેશિયો 19.53 ટકાનો રહ્યો હતો. જ્યારે મહેસાણા શહેરમાં સોમવારે કરાયેલા રેપિડ ટેસ્ટમાં 409માંથી 128ને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તો મહેસાણા અને વિસનગરમાં 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જોકે, આરોગ્ય વિભાગના ચોપડે કોરાનાથી એકપણ મોત બતાવાયું નથી. સોમવારે 7394 લોકોને કોવિડ રસી અપાતાં કુલ રસીકરણનો આંકડો 3,39,221 થયો છે.

સોમવારે સૌથી વધુ મહેસાણા શહેરમાં 42 કેસ આવ્યા હતા. કડી શહેરમાં 18, વિસનગર શહેરમાં 6, વિજાપુર શહેરમાં 3 અને ઊંઝા શહેરમાં 1 કેસ સાથે કુલ 5 શહેરો માંથી 70 સંક્રમિતો મળ્યા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ જોઇએ તો, સૌથી વધુ કડીના 16 ગામમાં 32 કેસ નોંધાયા છે. મહેસાણાના 11 ગામમાં 17, વિસનગરના 6 ગામમાં 14, વિજાપુરના 3 ગામમાં 4, વડનગર, સતલાસણાના 2 ગામમાંથી 2 કેસ, જ્યારે બહુચરાજી અને જોટાણાના 1-1 ગામમાંથી 3 કેસ મળી કુલ 41 ગામોમાંથી 73 સંક્રમિતો મળી આવ્યા હતા. આ સાથે જિલ્લામાં 1158 એક્ટિવ કેસ છે. 2 દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. સોમવારે 1250 સેમ્પલ લેવાયાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.