વડનગરમાં દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી 1.32 લાખના કરીયાણાંની ચોરી

મહેસાણા
મહેસાણા

વડનગર તાલુકાના ગામે કરીયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટના સામે આવી છે. ચોકડી નજીકના કોમ્પલેક્ષમાં હોલસેલ તથા છુટક કરીયાણાનો વેપાર કરતાં વેપારી પરમ દિવસે દુકાન બંધ કરીને ઘર ગયા હતા. જે બાદમાં કાલે સવારે દુકાન ખોલતાં અંદર બધો સામાન વેર-વિખેર હાલતમાં જોઇ વેપારી ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં તપાસ કરતાં રૂ.1.32 લાખનો કરીયાણાનો સામાન કોઇ ઇસમો દુકાનની પાછળ બાકોરૂં પાડીને લઇ ગયા હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે વેપારીએ અજાણ્યાં ઇસમો સામે વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મહેસાણા જીલ્લાના વડનગરની વલાસણા ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં આવેલ આશાપુરા ટ્રેડીંગ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના પણ હાલ વલાસણા રહેતાં ભગારામ રાયકાની ફરીયાદ મુજબ તેઓ ગુરૂવારે રાત્રે તેઓ પોતાની કરીયાણાની દુકાન બંધ કરી શુક્રવારે સવારે વહેલાં ખોલતાં સામાન અસ્ત-વયસ્ત જોઇ ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં તપાસ કરતાં દુકાનમાં પાછળની સાઇડ બાકોરૂં પાડી ઇસમોએ પ્રવેશ કર્યો હોઇ અને કરીયાણાનો કિ.રૂ.1,32,000ના સામાનની ચોરી કરી લઇ ગયાનું ખુલ્યુ હતુ.

વડનગર પંથકમાં ચોરીની ઘટના સામે આવતાં વેપારીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. અજાણ્યાં ઇસમોએ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી પ્રવેશ કરી કરીયાણાના સામાનની ચોરી કરી હતી. જેમાં મરચુ-હળદર-ધાણાજીરૂ, તેલ-ઘી, ચોખા-દાળ, સહિત કુલ કિ.રૂ.1,32,000નો કરીયાણાનો સામાન ઇસમો ચોરી ગયા હતા. સમગ્ર મામલે વેપારીએ અજાણ્યાં ઇસમો સામે વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.