Innovation ( નવતર પ્રયોગ )

કલરવ
કલરવ

Innovation એટલે ચીલાચાલુ પદ્ધતિથી નહિ પણ કંઇક નવું કરવાની ખેવના. જીવન દરમિયાન ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. પરંતુ આ સમસ્યાઓથી ડર્યા વિના પોતાના વિચારોથી,પોતાની આગવી સૂઝબૂઝથી સમસ્યાઓને હલ કરવી. નવિનતાનું નિર્માણ કરવું, નવસર્જન કરવું એટલે Innovation
( નવતર પ્રયોગ )
પરંતુ Innovation ( નવતર પ્રયોગ ) કરવા માટે જે પણ કાર્યમાં કે જે વિષયમાં કે જે મુદ્દામાં Innovation કરવાનું હોય તેમાં મશગૂલ થવું પડે છે.
તે કાર્યને સમર્પિત થવું પડે છે. કાર્યમાં ડૂબી જવું પડે છે. તે કાર્ય પાછળ પાગલ થવું પડે છે. ધૂની થવું પડે છે. તો જ તે કાર્યમાં સફળ થવાય છે. અને એ Innovation બને છે. ઇનોવેશન એ એવી બાબત છે કે જે ચીલાચાલુ, બીબાંઢાળ રીતથી કંઇક અલગ છે.
એક નાનકડું દ્રષ્ટાંત છે.
એક શિક્ષિત ફેમિલી પોતાની ગાડી લઈને ફરવા જઈ રહ્યું હતું. પતિ – પત્ની અને સાથે બે બાળકો હતા. રસ્તામાં ગાડીમાંથી હવા ઓછી થતી હોય એવું લાગ્યું. પતિને અહેસાસ થયો કે ગાડી ડગમગ થઈ રહી છે. ટાયરનું બેલેન્સિંગ બગડી રહ્યું છે. છતાં પણ ગાડી ચલાવે રાખી. પણ થોડેક આગળ જતાં એકદમ ગાડીનું બેલેન્સિંગ ખોરવાવા લાગ્યું. એટલે છેવટે નક્કી કર્યું કે હવે ગાડી ઊભી કરવી પડશે. કારણ કે જાે આવી પરિસ્થિતિમાં ગાડી ચલાવે રાખીશું તો અકસ્માત થવાની ભીતિ છે. એટલે એમને ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખી નીચે ઉતરીને જાેયું તો ગાડીના એક ટાયરના બધા જ ર્હ્વઙ્મં નીકળી ગયા હતા. જેથી હવે ટાયર પણ નીકળી જાય એમ હતું.
તેમણે જે જગ્યાએ ગાડી ઊભી રાખી ત્યાં આજુબાજુ નજર નાખી તો દૂર દૂર સુધી કોઈ ઘર દેખાતું ન હતું. વાહન વ્યવહારની અવરજવર પણ ખૂબ જ ઓછી હતી. રસ્તો ર્નિજન લાગતો હતો. એટલે કોઈ મદદ મળે તેમ ન હતી.
આમ-તેમ નજર દોડાવતાં પતિની નજર દૂર આવેલા એક મકાન પર પડી. તેઓ એ તરફ ગયા. પરંતુ ત્યાં બેઠેલા ચાર પાંચ લોકોની હિલચાલ જાેઈ તેમને ખ્યાલ આવી ગયો કે આ તો બધા પાગલ છે. તેથી તે પાછા ફરવા લાગ્યા. ત્યાં મકાનમાંથી બધા બૂમો પાડવા લાગ્યા.અને કહેવા લાગ્યા, ” એ ભાઈ, શું છે? શું તકલીફ છે? અમને જણાવો. અમે મદદ કરીએ.” આ સાંભળી પેલા ભાઈ બોલ્યા, ” ભાઈ તમારી માનસિક હાલત બરાબર લાગતી નથી.તમે તો પાગલ છો. તમે અમને મદદ કરી શકો એમ નથી.
ર્જીિિઅ.”
ત્યાં એ મકાનમાંથી એક ભાઈ બહાર નીકળ્યો. અને પૂછ્યું, ” તમે કહો તો ખરા. તકલીફ શું છે? આ પાગલની જીદના કારણે પેલા ભાઈએ કહ્યું, ” સામે મારી ગાડી ઊભી છે. તે ગાડીના એક ટાયરમાંથી બધા બોલ્ટ પડી ગયા છે. ટાયર નીકળી જાય એમ છે. આટલામાં નજીક કોઈ ગેરેજ પણ નથી.હવે ગાડી કંઈ રીતે આગળ લઈ જવી એની મુશ્કેલી છે.”
આ સાંભળી પાગલ જેવો દેખાતો માણસ જાેર-જાેરથી હસવા લાગ્યો અને બોલ્યો. ” એમાં શું મોટી વાત છે. તમારી ગાડીના બીજા ત્રણ ટાયરના બધા જ બોલ્ટ સહીસલામત છે ને? તો એ ત્રણ ટાયરમાંથી એક – એક બોલ્ટ કાઢી નાખો.
અને જે ટાયરના ચારેય બોલ્ટ નીકળી ગયા છે તે ટાયરમાં આ બોલ્ટ નાખી દો. તમારું ટાયર તૈયાર થઈ જશે.”
પેલા પાગલની વાત સાંભળી આ ભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અને બોલ્યા, ” તમારો ૈઙ્ઘીટ્ઠ ખરેખર બહુ જ ઉત્તમ છે. તમે તો મારી મુશ્કેલી હલ કરી નાખી. તમારો ખૂબ ખૂબ આભાર. અને નવાઈ સાથે એમણે પૂછી પણ લીધું કે હું આટલો ભણેલો-ગણેલો છું. શિક્ષિત છું. છતાં મારા મનમાં આવા ૈઙ્ઘીટ્ઠ કેમ ન આવ્યો?”
ત્યારે પેલા ભાઇએ કહ્યું તે સમજવા જેવું છે. તેણે એટલું જ
કહ્યું.” એના માટે તો પાગલ થવું પડે. ધૂની બનવું પડે.”
તેની વાત સાંભળી આ ભાઈ માથું ખંજવાળતા રહી ગયા. અને મનોમંથન કરવા લાગ્યા કે પાગલ થવું એટલે માનસિક સંતુલન ગુમાવવું એ જ નથી.
જે કાર્ય હાથમાં લીધું હોય તે
પૂર્ણ થાય ત્યાં સુધી તે કાર્યમાં સમર્પિત થઈ જવું. તે કાર્યમાં ડૂબી જવું. પરિણામ પ્રાપ્ત થાય ત્યાં સુધી મંડ્યા રહેવું તેને પણ પાગલ ધૂની કહેવાય.
હનિફ એ. મેમણ (રાજ) ડીસા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.