બૈસાખી અને નવી શરૂઆત – સંત રાજીન્દર સિંહજી મહારાજ

કલરવ
કલરવ

બૈસાખી એ નવા જીવન ની ઊજવણી છે. આ દિવસે આપણે આપણા હૃદયમાં થી બધા પૂવૅ દ્વેષો દૂર કરવા જોઈએ અને દ્વેષથી દૂર રહેવું જોઇએ. બૈસાખી ના આ મહિનામાં ફુલ ઉગી નીકળે છે અને ઝાડને નવા પાંદડા મળે છે.

અને આખુ વાતાવરણ નવુ થઈ જાય છે. આપણે પણ આ મહિનામાં નવા પાઠ શીખવા જોઈએ અને નવું જીવન શરૂ કરવુ જોઈએ. ભારતના વિવિધ સમુદાયો માં બૈસાખી ની ઉજવણી જુદી-જુદી રીતે કરવામાં આવે છે.

૧૬૯૯ માં આ દિવસે ૧૦ મા શીખ ગુરુ , ગુરુ ગોવિંદ સિંહજી પંથ ખાલસા એટલે કે શીખ પંથ નો પાયો નાંખ્યો હતો .તેમણે પંચ પ્યારા અથવા પ્યારા પાંચ ની પસંદગી કરી હતી. હિન્દુઓ માટે તે નવા વર્ષની શરૂઆત છે. તે માટે સ્નાન, ભોજન, અને પૂજા-અચૅના સાથે ઉજવવામાં આવે છે. શીખો, હિન્દુઓ, અને બૌદ્ધ માટે પણ બૈસાખી એક મહત્વપૂર્ણ દિવસ છે. તે જન્મ, જાગૃતિ અને પ્રબુદ્ધ પસાર થનાર, ગૌતમ બુદ્ધ ના નિવાઁણ કે જેમનો જન્મ રાજકુમાર સિદ્ધાર્થ તરીકે થયો હતો તેની ઉજવણી કરે છે. પંજાબના પ્રદેશોમાં ખેડૂતો દ્વારા ઉમદા પાક માટે ભગવાનનો આભાર માનવામાં આવે છે.અને આવતા વષેઁ વધુ સારી આશા રાખવામાં આવે છે.

બૈસાખી ની ઊજવણી દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવે છે પરંતુ તેનો મુખ્ય ખ્યાલ નવી શરૂઆત માટે ઊજવણી છે છતાં પણ તેઓ આધ્યાત્મિક માગૅ પર છે તેઓ માટે જ્યારે ધ્યાન દ્વારા અંદરની દુનિયામાં ઝલક મેળવે છે.

જ્યારે આપણા હૃદય પ્રેમના ફુલો થી ખિલે છે. જ્યારે આપણે આપણી અંદર પરમાત્મા ના પ્રેમ ના સંપકૅ માં આવીએ છીએ તે સાચી સુંદરતા છે. અને તે વિશ્વ ને સુંદર બનાવે છે.

બૈસાખી નુ આગમન થતા ચાલો આપણે આપણે ધ્યાનમાં બેસવાનો સમય પણ શોધીએ.ચાલો આપણે આપણા દિવસ નો એક ભાગ લઇએ અને અંદરના સ્વગીઁય ક્ષેત્રનો આ સમય માણીએ. વષૅના આ સમયના ફુલો અને આનંદ કારક અવાજ એ આપણી અંતરમાં રહેલા નજારાઓ અને અવાજો નુ પ્રતિબિંબ છે આ અંતર માં અસાધારણ પ્રદેશો પછી પ્રદેશો છે. આપણે ધ્યાન દ્વારા તે ઘાસ ના મેદાનો માં અને બગીચાઓનો અનુભવ કરી શકીએ છીએ.

ચાલો આપણે આપણા માટે આંતરિક બૈસાખી શોધીએ ચાલો આપણે આપણા જીવનમાં સદગુણો ને આત્મસાત કરીએ. અને આપણા રોજિંદા જીવનના અમુક સમયે ધ્યાન માટે સમપિઁત કરીને નવી શરૂઆત કરીએ. ત્યારબાદ આપણે જાણીશુ કે ભગવાન છે અને આપણે આત્મા ઓ છીએ અને ભગવાન સાથે સનાતન દૈવી પ્રેમ અને એકતાનો આનંદ માણીશું.ચાલો આપણે વૈશાખી ની આ પળોનો આનંદ લઈએ. – –
સંત રાજીન્દર સિંહજી મહારાજ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.