સોનું પતંગિયું

કલરવ
કલરવ

નગરમાં એક સુંદર બગીચો હતો.તેમાં જાતજાતનાં ફુલો ખીલતાં હતાં.તેમાં રંગબેરંગી પતંગિયા રહેતા હતા. તે બગીચામાં રોજ સવાર સાંજ ખુબ ભીડ રહેતી હતી. નજીકમાં રહેતા બાળકો બગીચામાં રમવા રોજ આવતા હતા.પતંગિયાઓમાં સોનુ નામે એક પતંગિયું હતું. તે દેખાવે ખુબ જ સુંદર હતું તેને પોતાની સુંદરતા પર ગર્વ હતો. આ બગીચામાં એક માખી પણ રહેતી હતી.તેનું નામ નીન હતું.તે સોનુની સારી બહેનપણી હતી.સોનુ પતંગિયું બગીચામાં જાતભાતનાં ફુલો પર ઉડાઉડ કર્યા કરે અને બગીચામાં જ ફુલોની વચ્ચે રહે તે બાગની બહાર બહુ ઓછું આવનજાવન કરે, નીની માખી તો બગીચામાં, ખેતરોમાં, મીઠાઈની દુકાનો પર અને માણસોના ઘરમાં બધે જ ફર્યા કરે અને ખુબ મજા કર્યા કરે, પરંતુ રોજ રાતે પતંગિયાની સાથે બગીચામાં આવીને રહેતી.એક દિવસ બંને રાતના સાથે સૂતાં હતાં. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. ચાંદો તેની ચાંદની ફેલાવી રહ્યો હતો.સોનુ પતંગિયાએ નીની માખીને પૂછયું, ‘નીની હું કેવું સુંદર છું ખરૂં ને ?’ બહુ જ સુંદર.. નીની મામી બોલી, ‘શું મારાથી સુંદર કોઈ પતંગિયું તારી નજરમાં છે ?’ તેણે નીનીને પુરા આત્મવિશ્વાસ પૂર્વક પૂછયું.

‘હા, તું ખોટું ન લગાડે તો કહું, તારાથી સુંદર મોનુ પતંગિયું છે.નીનીએ નિષ્પક્ષ રીતે જવાબ આપ્યો. આ સાંભળી સોનુને ગુસ્સો આવી ગયો.તેણે કહ્યું, ‘નીની તને ખબર નથી.મારાથી સુંદર કોઈ નથી.કદાચ તને મારી સુંદરતાથી બળતરા થતી હશે.તું મારી સાચી બહેનપણી હોત તો આવું ન કહેત. તું મારી સાથે રહે છે મારી સાથે ખાય, પીએ છે અને વખાણ મોનુના કરે છે. તું પોતે તો કાળી ડુબળી છે.તને શું ખબર પડે કે સુંદરતા કોને કહેવાય ? સોનુએ ગુસ્સામાં કહ્યું.

સોનુની વાતથી નીની બહુ દુઃખી થઈ ગઈ. એ વાત તો ચોક્કસ કે તું સુંદર છે પરંતુ તેં મને એમ પૂછયું કે, તારી નજરે સુંદર કોણ છે, નીની રડતાં રડતાં બોલી, આ દુનિયામાં સૌથી સુંદર તો કોઈ નથી. બધાં એક ઈશ્વરનાં બાળ છે અને એ રીતે બધાં સુંદર છે, કદરૂપું કોઈ નથી.નીનીએ આગળ કહ્યું,‘આ તો તારૂં અભિમાન છે કે તું તારી જાતને સૌથી સુંદર કહે છે.’
બીજે દિવસે બગીચામાં પતંગીયાને પકડનારો એક શિકારી આવ્યો.તેના હાથમાં જાળ લગાવેલ એક દંડો હતો.સોનુ અને નીની વચ્ચે ખટપટ થયેલી હતી. બંને બગીચામાં એકબીજા તરફ પીઠ ફેરવીને દૂર દૂર બેઠા હતાં.ખુબ જ હોંશિયારીથી ચુપચાપ શિકારીએ બીજાં પતંગિયાંની સાથે સોનુને પણ જાળમાં ફસાવી દીધું અને તેને લઈ બહાર નીકળવા લાગ્યો.

તે વખતે ચકીરાણીએ આવીને નીનીને કહ્યું તારૂં દોસ્ત સોનુ પતંગિયું મુસીબતમાં છે તેને શિકારી જાળમાં પકડીને લઈ જઈ રહ્યો છે.
નીની તો સોનુને જાળમાં ફસાયેલ જાેઈ ખુબ હેરાન પરેશાન થઈ ગઈ.તેને યુક્તિ સુજી.તે શિકારીના નાક પર બેઠો અને ધીરેથી નાકની અંદર ઘુસી તરત બહાર નીકળી ગઈ.તેના કારણે શિકારીને જાેરથી છીંક આવી અને તેના હાથમાંથી જાળ નીચે પડી ગઈ. જાળ નીચે પડતાં જ તેનું મોંઢીયંુ ખુલી જતાં બધાં પતંગિયાં ઉડી ગયાં.બધાં પતંગિયાઓએ નીનીની ચતુરાઈના ખુબ વખાણ કર્યા અને જીવ બચાવવા માટે નીનીનો ખરા હૃદયથી આભાર વ્યકત કર્યો.સોનુ પોતાના વર્તન બદલ શરમાતું હતું તેણે નીનીને કહ્યું ‘મને માફ કરી દે હવે હું મારી સુંદરતા માટે કયારેય ઘમંડ નહીં કરૂં. તેં અમારા સૌનાં જીવ બચાવ્યાં છે અમારી નજરે તું સૌથી સુંદર છે સોનુની સાથે બધા પતંગિયા એક સાથે બોલી ઉઠયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.