સાપ અને લોકો

કલરવ
કલરવ

કમુ ડોશીની છોકરી એક વાર ઢોરોને માટે ઘાસ વાઢવા ગઈ હતી ત્યારે એને સાપ કરડતાં એને મૃત્યુ થયું હતું. એ સમયે પુત્રી ભુરીને નાનો છોકરો હતો જેની સઘળી જવાબદારી કમુ ડોશી પર આવેલી. કમુ ડોશી આજકાલ કરતાં સારી રીતે સારસંભાળ રાખતાં હતાં પણ એક વખત આ છોકરો જ્યાં ત્યાં રમતાં રમતાં કોઈ ખેતરમાં જઈ ચડયો.. એક ઓટલા પર રમતો હતો ત્યારે એક સાપે તેને ડંખ દીધો.
આ ઘટના ખેતર પાસેથી પસાર થતો રઘલો મોચી જાેઈ ગયો. એણે પોતાનું કામ બધું પડતું મુકી દોડતા પગે જયૈત્યાને લઈને કમુ ડોશી પાસે લાવ્યા. સાપે ડંખ માર્યાનું કહ્યું, ડોશીને ફાળ પડી, એ સાથે જ બોલ્યા, પહેલાં એની મા અને હવે છોકરાને.. નસીબ સારૂં હતું કે એ નગરીના વૈદરાજ કમુડોશીના ઘરની પાસે જ રહેતા હતા. એમણે તપાસીને કહ્યું, કમુબા ગભરાશો નહીં. જયૈત્યાને કાંઈ નહીં થાય. જાે સાપ ઝેરી હોત તો એના ઝેરની ઝડપથી અસર થઈ હોત.. પણ…
હજુ સુધી કશું થયું નથી..
આ તરફ કમુડોશીને ખુબ ગુસ્સો આવી ગયો. એમણે પોતાના પાસ આસપાસના લોકોને તૈયાર કરતાં કહ્યું, એ સાપડો પહેલાં મારી પુત્રીને કરડી ગયો..આજે આ ભુરીના છોકરાને.. કાલે વળી બીજીને ડંખ મારશે.. એનો ચાલો કોઈક ઈલાજ કરીએ. મારી સાથે એનો આજે અંત લાવીએ..વાસ્તવમાં ભુરીને સાપ કરડયો હતો. એ જુદો અને ઝેરી હતો. જ્યારે જયૈત્યાને કરડનારો સાપ બિનઝેરી હતો.. પણ સાપ એટલે સાપ.. ગેરસમજ થઈ ગઈ..
ત્યારે એ સાપ કે જેણે જયૈત્યાને ડંખ મારનાર સાપ. સાધુ પાસે ગયો અને બોલી ઉઠયો કે.. બાપજી મને બચાવો.. ભુલથી એક છોકરાને ડંખ દઈ ચુકયો છું… સાધુએ સાપની વાત સાંભળતાં કહ્યું તું જ્યાં ત્યાં લોકોને ડંખ મારતો રહે અને મારે તને બચાવવાનો.. ખરો છે…
ખરો હોઉં કે ખોટો.. મને બચાવો.. હમણાં લોકો આવશે ને સાપે ગભરાટમાં વાત કહી. એ વારે વારે આજુબાજુ નજરો ફેરવતો હતો. ત્યારે સાધુએ કુવા ભણી ઈશારો કર્યો ને સાપ સરકીને કુવામાં સરકી ગયો.
સાપને થયું, હાશ હું બચી ગયો પણ ચંદ ક્ષણોમાં કમુ ડોશી બધાને લઈને કુવે આવી બધા કહેતા હતા અંદર સુકું ઘાસ નાખો તેલ વાળા સળગતા ગાભા નાખો ભડકો વધશે ને સાપડો સળગી મરશે.
ઉપર વાતો થતી હતી. નીચે કુવામાં સાપ ફફડતો હતો. પણ કશોય ડર રાખ્યા વગર ઉપર આવી બહાર નજીક આવેલા ઘાસ તરફ જવા લાગ્યો. લોકો કુવા થાળેથી જોઈ ગયા એ જાય.. ઓ જાય.. કહેતા પાછળ પડયા પણ સાપની ગતિ આગળ લોકો પહોંચી ન શકયા. સુકા ઘાસમાં સાપ અલોપ થઈ ગયા.
કેટલીક ક્ષણો પસાર થઈ ડોશીએ લોકોને કહ્યું, ભાઈઓ ન જાણે હવે એ કયારે બહાર આવશે શી ખબર ? ત્યાં તો કોઈએ આવીને સમાચાર આપ્યા કે કમુમા ભુરીનો જયૈત્યો સારો થઈ ગયો છે.. એ સાથે જ ડોશી રાજી થયા.. લોકો રાજી થયાને પાછા જતા રહ્યા. એમણે નક્કી કરી દીધું કે હવે સાપને મારવો નથી. ફરી વાર જાે એ કોઈને કરડીને કારસ્તાન કરશે તો એને સીધો દોર કરી દઈશું..
લોકો ગયા.
એ સાધુજીનું ખેતર કુવો એ બધી જગ્યા સુની થઈ ગઈ. ઘડીક પહેલાં જાણે કે હો.. હોબાળો હતો..
સાધુજી પાછા ધ્યાનમાં લાગ્યા.
એ પહેલાં એમને થયું કે, હાશ.. માથે આવેલી જાણે સમસ્યા ટળી..
સમય વિત્યો.
ઘાસમાં રહેલા એક પથ્થર પાછળ સંતાયેલ સાપ બહાર આવ્યો એની સળવળાટીથી સાધુજી ધ્યાનભંગ થયા. આંખો ખોલી સામે જાેયું.
સામે સાપ ફેણ ચડાવીને ડોલતો હતો. પણ એની બે ગોળ ગોળ આંખોમાં ક્રોધ વરસતો હતો.
સાધુજી કાંઈ બોલે એ પહેલાં જ સાપે કહ્યું, ઢોંગી સાધુ મને બચાવવાના નામે નાટક કરી ગામના લોકોને બોલાવ્યા. સળગતી વસ્તુ નાખી મને બાળી મુકવાની લોકોને ઉત્તેજના આપી. એતો સારૂં છે કે હું ભાગીને ઘાસમાં સંતાઈ ગયો નહીં તો મારૂં મોત જ હોત.. ઢોંગી સાધુ..
સાધુ ચોંકયા..
પણ તને નહીં છોડું સાધુ..
ત્યાં તો પાસેના લીમડાના ઝાડ પર બેઠેલી સમડીએ આવીને સાપને પોતાના પંજામાં ઝકડી લીધો. પછી ઉડી.. પણ એ સમડી સાપને કયાં લઈ ગઈ.. શી ખબર ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.