સાચો રાજગાદીનો વારસદાર

કલરવ
કલરવ

એક રાજા હતો. એના ખજાનામાં સોનું ચાંદી અને હીરા ઝવેરાતની કોઈ જ કમી નહોતી. તે પોતાના ખજાનાને જનતાની ધરોહર માનતો હતો અને એટલે એને જનતાની ભલાઈના કામોમાં જ ખર્ચ કરતો હતો. પ્રજા પણ પોતાના રાજાને ઘણો જ પ્રેમ કરતા હતા. રાજયમાં સૌ સુખી હતા કોઈને પણ કોઈ ફરીયાદ નહોતી.
આખી પ્રજા રાજાની સાથે હતી અને આ પ્રકારે રાજયના લોકોની પુરી શક્તિ સાથે હોવાથી તે રાજા ઘણો જ શક્તિશાળી થઈ ગયો હતો.રાજયમાં ચારે તરફ શાંતિ હતી.રાજામાં એક મોટો ગુણ એ હતો કે તે પોતાના રાજયમાં અમીર-ગરીબ, નાના-મોટા સૌને એક સમાન ગણતો હતો.કોઈપણ પ્રકારનો ભેદભાવ ન હોવાના કારણે રાજયમાં સિંહ અને બકરી એક જ ઘાટ પર પાણી પીતા હતા પરંતુ રાજામાં એક ઉણપ હતી અને એ કે તેની એક આંખ જતી રહી હતી.
રાજા વૃદ્ધ થઈ ગયો હતો અને એને કોઈ જ સંતાન નહોતું.હવે શું થશે ? રાજાએ રાણીને કહ્યું, ‘મારી જીંદગી તો પૂરી થવા આવી છે. એટલે મને એ ચિંતા સતાવે છે કે મારા મૃત્યુબાદ મારી આ રાજગાદીનો વારસ કોણ હશે ?
રાજાનો એક ચતુર મંત્રી ત્યાં હાજર હતો.તે બોલ્યો, મહારાજ માનવીનું નામ સંતાનથી નહીં પરંતુ સારા કાર્યોથી દીપી ઉઠે છે.છેવટે તમે વારસદારને માટે શા માટે ચિંતા કરો છો ? એ જરૂરી નથી કે વારસ તમારો સંતાન જ હોય,કયારેક સંતાન હોય તો તે પણ ખરાબ હોઈ શકે છે.
એક રાજામાં એ ગુણ હોવો જરૂરી છે કે તે હોંશિયાર હોવો જાેઈએ. ડરપોક, ના દાન ન હોવો જાેઈએ. સાચી વાત કહે અને પસંદ પણ કરે.જયારે જુઠી વાતોથી હંમેશા નફરત કરે, તમારૂં રાજય ઘણું જ ફેલાયેલું છે. તપાસ કરો અને જેનામાં પણ આ ગુણો જાેવા મળે એને પોતાની રાજગાદીનો વારસ બનાવી દો પછી ભલે તે ભિખારી કેમ ના હોય ?’
રાજા ઘણીવાર વિચાર કરતો રહ્યો પછી તે બોલ્યો, ‘તમે ઠીક કહો છો પણ મુશ્કેલી એ છે એવા માણસને શોધીશું કેવી રીતે ?’
મંત્રીએ કહ્યું, હું કાંઈક યુક્તિ શોધું છું..
બીજા દિવસે મંત્રીએ રાજયમાં ઘોષણા કરી કે જે કોઈ વ્યક્તિ રાજાના ગુણ-અવગુણ બતાવશે તેને રાજા માલામાલ કરી દેશે.
નક્કી કરેલા દિવસે અનેક લોકો રાજ દરબારમાં હાજર થઈ ગયા.એક એક કરતા સૌ રાજાની સામે આવીને મસ્તક નમાવીને રાજાની પ્રશંસા કરતા હતા.
લોકો એક પછી એક આવતા રહ્યા અને રાજાના ગુણોની પ્રશંસા કરતા ગયા.મંત્રીને કોઈ જ સંતોષ ના થયો અને સૌને રવાના કર્યા.
રાજાના મનમાં ચિંતા થઈ કે મંત્રી છેવટે શું સાબિત કરવા માગે છે ?હવે દરબારમાં માત્ર એક બાળક રહી ગયો જેના શરીર પર ફાટેલા વસ્ત્રો હતા પણ એની આંખોમાં ચમક હતી.મંત્રીએ બાળકને પુછયંુ શું તું રાજાની પ્રશંસામાં કાંઈ કહેવા માંગે છે?’
બાળક બોલ્યો, આ પ્રજા જુઠું બોલી રહી છે.. પછી શાંત સ્વરે કહેવા લાગ્યો, ‘મહારાજ, ચાંદ જેવા સુંદર પણ નથી.એને એક આંખ પણ નથી. કેટલાક લોકોએ મહારાજાની ચતુરાઈ અને અક્કલમંદીની પ્રશંસા કરી પરંતુ મહારાજા ચતુર છે જ નહીં..’
રાજા તો સાંભળીને ક્રોધીત થઈ ગયો તે સિંહાસન પરથી ઉભો થઈને બોલ્યો, ‘તારી જબાન ખેંચી લઈશ મંત્રીએ રાજાને શાંત રહેવા જણાવ્યું.
જે લોકો આપણામાં રહેલા અવગુણોને બતાવે તે જ આપણી સાચી પ્રશંસા કહેવાય.જુઠી પ્રશંસા કરનાર બધા જ સ્વાર્થી હોય છે, લાલચી હોય છે, માટે રાજાએ એવા વ્યક્તિઓથી સાવધાન રહેવું જાેઈએ.
બાળકની વાત સાંભળીને રાજા શરમથી ઝૂકી ગયો અને એને પોતાના મંત્રીની વાત યુક્તિ સમજમાં આવી ગઈ..વાસ્તવમાં આ બાળક જ અમારો વારસ બનવાને માટે યોગ્ય છે.કારણ કે તે બહાદુર, અક્કલમંદ અને નીડર છે.રાજાના મૃત્યુ બાદ તે બાળકને રાજગાદી પર બેસાડવામાં આવ્યો.
કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.