સર્વશ્રેષ્ઠ કોણ ?

કલરવ
કલરવ

એકવાર એક પાર્કીંગમાં ઘણા બધા વાહનો પાર્કમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા હતા.સાઈકલથી માંડીને મોટરકાર સુધી બધા જ વાહનો દિવસભર એકબીજા સાથે પોતાના અનુભવો સંભળાવીને સુખ દુખ વહેંચતા હતા પરંતુ એક દિવસ બધા વાહનો વચ્ચે જાેરશોરથી ચર્ચા ચાલતી હતી એમાં બધા વચ્ચે એ મુદો ઉપસ્થિત થયો કે, આપણા બધામાંથી સર્વશ્રેષ્ઠ કોણ ?

‘સર્વશ્રેષ્ઠ તો હું છું, ન પેટ્રોલ ભરવાની ઝંઝટ, ન લાયસન્સનું ચક્કર, દરેક નાના મોટા રસ્તા પર આરામથી ચાલી શકું છું. સાયકલ બોલી ઉઠી. રહેવા દે, રહેવા દે ફટીચર નહીં તો..આજકાલ તો બધા મારા દિવાના છે ફિલ્મોનો હીરો પણ મારી પર સવાર થઈને ફરે છે.ચમકતી મોટરસાયકલે સાયકલને ઝાટકી નાખી.

સૌની પસંદ તો હું છું આખો પરિવાર મને પસંદ કરે છે.ઉપયોગીતામાં મારી કોઈ જ બરાબરી કરી શકે તેમ નથી.સ્કૂટર શાંતીથી બોલ્યું.
તમે બધા તો સામાન્ય સવારીના સાધનો છે. અસલી સડકોની શાન તો હું છું.હું દરેકનું સ્વપ્નું છું. મોટરકારે કહ્યું ત્યારે બધા ચૂપ થઈ ગયા.
થોડીવાર પછી પાછી બધા વાહનો વચ્ચે પોતાની જાતને સર્વશ્રેષ્ઠ દર્શાવવાની સ્પર્ધા જામી.સૌ એકબીજાને નીચા દેખાડતા હતા. પહેલાં તો તૂ..તૂ.. મૈં …મૈં…થવા લાગી પરંતુ પછીથી તો બધા મારામારી ઉપર આવી ગયા.શોરબકોરના કારણે પાર્કીંગની જગ્યા કોઈ શાકમાર્કેટ જેવી લાગતી હતી.બાજુમાં તો એક ખૂણામાં આખા દિવસનું કામ કરીને એક ગધેડો સૂતો હતો.તે ખૂબ જ થાકેલો હતો.એનાથી આ વાહનોની લડાઈ બર્દાશ્ત થતી નહોતી.

તમે લોકો એકબીજાની સાથે લડવાનું બંધ કરો અહીંયા નજીકમાં જ એક પહોળી સડક છે.રાતના કારણે અહીંયા કોઈની પણ અવરજવર રહેતી નથી. તમે લોકોએ સડક પર ઝડપની સ્પર્ધા (રેસ) લગાવો જે જીતશે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે. બધાને ગધેડાની વાત પસંદ આવી ગઈ.

પોતાને શ્રેષ્ઠ સાબીત કરવાને માટે બધા વાહનો દોડવાને માટે તૈયાર હતા.રેસ શરૂ થઈ સ્કૂટર તો થોડુંક દોડયું ત્યાં તો એના ટાયરમાં પંકચર પડી ગયું.બાઈકમાં પેટ્રોલ ખતમ થઈ ગયું, એટલે તે રસ્તામાં એક ખૂણામાં ઉભું રહી ગયું.બાકીના વાહનોએ પણ પોતાનો દમ અધવચ્ચે છોડી દીધો.કારને પૂરી ઉમ્મીદ હતી કે તે જરૂર આ રેસ જીતી જશે.ત્યાં જ મોટરકારમાં આવેલ કાર્બોરેટરમાં ખરાબી આવવાથી ઘર..ર.. કરતી રસ્તાની વચ્ચે ઉભી રહી ગઈ.

આવા સમયે એક માત્ર સાયકલ રોકાયા વગર પોતાની મંજીલ તરફ આગળ વધતી જતી હતી અને છેવટે તે આ સ્પર્ધા જીતી ગઈ. સાયકલને સર્વશ્રેષ્ઠ વાહનનો ખિતાબ મળતાં મોટરકારના મનમાં ઈષ્ર્યાનો ભાવ જાગ્યો.. ‘કયાં હું..અને કયાં તૂં..’ બે કોડીની આ સાયકલ હું તને છોડીશ નહીં.

મોટરકાર પોતાની હારને પચાવી ન શકી અને તે ગુસ્સામાં આવીને સાયકલને ટક્કર મારવા એની તરફ આગળ વધી.સાયકલે જાેયું કે મોટરકાર ફૂલસ્પીડે એની તરફ આગળ વધી રહી છે.એના તો હાથ પગ ફુલી ગયા. તે પોતાની જાતને બચાવવાને માટે નજીકમાં આવેલ એક સાંકડી ગલીમાં વળી ગઈ.

મોટરકાર પોતાના પર નિયંત્રણ ન રાખતા વચમાં આવેલા એક ડીવાઈડર પર અથડાઈ ગઈ અને પલટી ખાઈને નજીક આવેલા એક ખાડામાં ગબડી પડી. મોટરકાર એક નાની સાયકલને મીટાવવા માટે જતી હતી પણ એની દુર્દશા જાેઈને રડવા લાગી હતી.
-કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.