શંકાનું સમાધાન

કલરવ
કલરવ

એકવાર ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોના મનમાં ઉદભવતા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા હતા.
એક શિષ્યે વિનયથી પૂછયું, પ્રભુ! કયારેક આ જીવન એકદમ સરળ લાગે છે તો કયારેક જીવન ખુબ જ રહસ્યમય અને અઘરૂં થઈ પડે છે તો પછી એવા જીવનનો શો અર્થ સમજવો ?
મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન બુદ્ધે કહ્યું, ‘બેટા ! આ વાત જેટલી સમજવી સરળ લાગે છે તેટલી જ તેને સમજાવવી અઘરી બને છે.હું તને એક દ્રષ્ટાંત કહું છું.
સૌ શિષ્યો ભગવાન બુદ્ધને સાંભળવા આતુર થઈ ગયા.
બુદ્ધ ભગવાન બોલ્યા, સાંભળો..! એક માણસ એક સાંકડી કેડી પરથી જઈ રહ્યો હતો.પાછળ જાેયું તો એક ગાંડો હાથી ઝડપથી તેની પાછળ દોડતો આવી રહ્યો હતો. ગલી ખુબ જ સાંકડી હતી.બાજુમાં ખસી જઈને હાથીને જગ્યા અપાય તેમ નહોતી અને જાે એના માર્ગમાં ઉભો રહે તો હાથી એને મારી નાખે કરવું તો હવે શું કરવું ?
વિચારવાનો સમય નહોતો એટલે પેલી વ્યક્તિએ જેટલું જાેર હતું તે વાપરીને દોડવા માંડયું.આગળ પેલો વ્યક્તિ અને પાછળ પેલો ગાંડો હાથી.
માણસ તો મુઠ્ઠી વાળીને કયાંય નજર દોડાવ્યા વગર દોડતો જ રહ્યો.ત્યાં કેડીમાં વચ્ચે એક કૂવો હતો પેલા માણસની નજર ના પડી અને તે સીધો જ કુવામાં પડયો.
સદ્‌ભાગ્યે કુવામાં વડની વડવાઈઓ હાથમાં આવતાં જ તે તેને પકડીને લટકી રહ્યો. પેલો હાથી કુવો જાેઈને અટકી ગયો પેલા માણસને મનમાં થયું કે હાથી આગળ જાય એટલે હું બહાર નીકળું પણ હાથી તો ત્યાં જ ઉભો રહ્યો. થોડાક સમય પછી પેલા માણસનું ગળું તરસથી સુકાવા માંડયું. તેની નજર નીચે કુવામાં ગઈ તો ત્યાં પાણી દેખાયું પરંતુ કુવાની ઉંડાઈ જાેઈને તે ધ્રુજી ઉઠયો.
નીચે પાણીની સપાટી પર એક વિકરાળ મગર મોં ફાડીને ઉભો હતો.કયારે એ માણસ નીચે પડે અને એને પોતાનો શિકાર બનાવે.
માણસની હાલત એવી હતી કે ઉપર ગાંડો હાથી અને નીચે મગર એને તો સાક્ષાત મોત જ દેખાતું હતું. એ માણસે ભગવાનને યાદ કર્યા અને કહ્યું, હે પ્રભુ ! તું મને કયા અપરાધની સજા આપે છે.લોકો તને કરૂણાસાગર કહે છે પણ તે આજે મને સંકટમાં નાખી દીધો.
અચાનક કયાંકથી અવાજ સંભળાયો.તેણે ઉપર જાેયું તો બે મોટા ઉંદરો વડવાઈ પકડીને લટકી રહ્યા હતા અને વડવાઈને કાપી રહ્યા હતા.
એ જાેઈને પેલા માણસનું હૃદય ઘડીભર થંભી ગયું. હવે એના બચવાનો કોઈ જ આરો નહોતો.
પેલા માણસે આકાશ તરફ નજર કરીને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો.એકાએક એક મધનું ટીપું તેના મોંઢામાં પડયું હોય તેમ લાગ્યું.પેલાને ખુબ જ આશ્ચર્ય થયું અને એકાએક બોલી ઉઠયો, હે પ્રભુ ! ખરેખર તું કરૂણાનિધિ છો તે મારી ઉપર દયા કરી છે.મારી તૃષાને મટાડવા તે જ ઉપરથી મધ નાખ્યું.
કુવાની ઉપર જે વડની ડાળીઓ હતી તેમાં મધમાખીઓએ મધપુડો બાંધ્યો હતો પેલો હાથી એ ડાળીને સુંઢમાં લઈને હલાવતો હતો જેથી તેમાંથી મધનાં ટીપાં પેલા માણસના મોંમાં પડતા હતા.
ભગવાન બુદ્ધે કહ્યું, શિખ્યો સમજ્યા તમે આ દ્રષ્ટાંતમાં ? જે હાથી હતો તે કાળ હતો.જ્યારે નીચે મગર પણ કાળ જ હતો.સામે મોત નાચતું હતું અને પેલા ઉંદરોએ યમદુત હતા. જ્યારે જે મધ ટપકતું હતું તે આશા હતી.
આ સંસારમાં કાળ આપણી પાછળ પડયો છે અને આપણે પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફ આગળ ધકેલાઈએ છીએ. પેલા યમદુતો કયારે આવશે તેની આપણને ખબર નથી તેમ છતાંયે આપણે આશાના વળગાડ સાથે એવા લપેટાયેલા છીએ કે આપણે મૃત્યુને પણ ભુલી ગયા છીએ.
આ આશા એ જ જીવન છે મૃત્યુ એ જીવનનો અંત નથી પણ વિરામ માત્ર છે.આત્મા અમર છે તે શરીર રૂપી વસ્ત્ર બદલે છે.આશાનો તંતુ એ જીવન છે જયારે આશાનો બોજ એ મૃત્યુ છે.
શિષ્યો પ્રભુની વાણી સાંભળીને અતિ પ્રસન્ન થયા.
કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.