વ્યહવાર

કલરવ
કલરવ

પ્રેમ તો નિષ્ફળ ગયો ચારે તરફ, બસ હવે સંભાળીએ વહેવારને . ગુજરાતી ગઝલના ગાલિબ સ્વ.’મરીઝ’ નાઆ શે’ ર માં વહેવાર સંભાળવાની વાત છે. આજ સુધી આ પૃથ્વી પર પ્રેમને અનુકૂળ વાતાવરણ આપણે બનાવી શક્યા નથી. એટલે જ આપણે સૌ પ્રેમ ઝંખી રહ્યા છીએ. જેમ બે ભિખારીઓ એકબીજા સામે ભિખ માંગે એ રીતે. પ્રેમ હોવાની ઘટના છે. એ હોય છે તો ચોમેર એની સુગંધ ફેલાઇ જાય છે. પણ લોકો પ્રેમથી ડરે છે, કેમ કે પ્રેમ ખતરનાક છે. એ જિંદગીથી પણ વધુ મહત્વની કોઇ અજબ બાબત છે એટલે જ તો પ્રેમીઓ એકબીજાના માટે અને એકબીજાની સાથે મરી શકે છે. આથી આપણે પ્રેમને બદલે માત્ર વહેવાર સંભાળીએ છીએ. શીખે જાે પ્રેમ પૂરો તો જ અચળ ભેદ પામે તું, નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે.

પ્રથમ ગઝલકાર બાલાશંકર કંથારિયા ‘કલાન્ત’ ના આ શે’ રમાં જ્યાં પ્રેમ છે ત્યાં નો  અને જ્યાં પ્રેમ નથી ત્યાં નો વહેવાર જુદો છે એવી વાત થઇ છે. વ્યવહાર વિષે કન્ફ્યુશિયસ સુંદર વાત કરે છે આપણા પ્રત્યે જે પ્રકારનો બીજાઓ વ્યવહાર કરે તે તમને પસંદ ન હોય તો ,એવો વ્યવહર તમે બીજાઓની સાથે પણ ન કરો ’ માટે ફ્રેંકલિન કહે છે તેમ પોતાનો વ્યવહાર સાચો રાખો, બદનામી, નામોશીની પરવા ન કરો.ગંદકીમાટીની ભીંત પર ચોંટે છે , પૉલિસ કરેલી આરસ પર નહિ. તું એક જ છે અને બે જાતનો વહેવાર પણ રાખે, દવા પણ તું કરે મારી અને બીમાર પણ રાખે. ગઝલસમ્રાટ સ્વ. બરકતઅલી ગુલામહુસેન વીરણી ‘બેફામ’ ના આ શે ‘ રમાં બે જાતના વ્યહવરની વાત થઇ છે. બે જાતનો વ્યવહાર રાખતી વ્યક્તિઓ પોતે તો હેરાન થાય જ છે સાથે જેની સાથે વ્યહવાર કરે છે એને પણ દુઃખી કરે છે. વ્યહવાર સામાન્ય રીતે સમાજે નિર્ધારિત કરેલા નિયમોનું જાહેરમાં કરવામાં આવતું વ્યક્તિઓનું વર્તન છે. આથી બાળકો, દીવાનાઓ, પાગલો,પ્રેમીઓ, અને ટસંતો ક્યારેક-ક્યારેક એનું પાલન કરતા નથી. કેમકે એ સામાજિક નિયમોનું પાલન કરવાને બદલે સ્વયં ના દિલની વાત સાંભળીને એને અનુસરે છે. પોતાના બીજા એક શે’રમાં બેફામ કહે છે મને તું દિલ વિના મળવા ચાહે તો પણ મળી શકશે; પ્રણ્યને હું નિભાવું છું

હવે વહેવાર સમજીને. એજ સાચવવું પડે છે પ્રેમના વ્યવહાર માં, કે ફક્ત વ્યવ્હાર જેવું રહી ના જાયે પ્યારમાં ‘ઓજસ’ પાલનપુરીના આ શે’રમાં પ્રેમ અને વ્યવહારની વાત છે. માત્ર વ્યવહાર ખાતર કરેલાં કામો એ ફરજ બની જાય છે, વહેવાર હિસાબથી થાય છે, મગજથી થાય છે. સારા લગાડવા દેખાડવા થાય છે, પ્રેમમાં કોઇ હિસાબ હોતો નથી. એ દિલથી થાય છે એ સારું લગાડવા નહીં બલકે સારું લાગે છે એટલે કરવામાં આવે છે. ગેટે નામના વિચારકે કહ્યું છે વ્યવહાર એક અરીસો છે જેમાં પ્રત્યેકનું પ્રતિબિંબ જાેઇ શકાય છે.’ એને કદાચ લોકો સમજદારી પણ કહે, વહેવારની પ્રણાલી નિહાળી છે પ્રીતમાં, ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ના આ શે’ રમાં વહેવારની વાતમાં સમજદારી આવે છે. એરિક્સ્ફોક નામના ચિંતકે કહ્યું છે કે “પ્રેમ એટલે સમજવું ” જાે કે સમજાય તે કદાચ પ્રેમ નથી હોતો કેમ કે પ્રેમ સમજદારીથી થઇ શકતો નથી . સમજદાર પંડિત બની શકે પ્રેમી નહીં, પ્રેમ સમજ અને જ્ઞાન થી પર કોઇ અલૌકિક ઘટના છે. સમજ અને સમજદારી કેટલાક નિયમો કે સિધ્ધાંતો પર બનેલી હોય છે જ્યારે પ્રેમ કોઇ નિયમો, કારણો, સરહદો, કાનૂનો, હદો થી પર અનહદનો વિષય છે. જ્યારે મળે છે તેઓ હસી દે છે આંખોથી, એ પણ ઘણું છે એટલો વહેવાર થાય છે. ઇજન ધોરાજવી ના આ શે’ રમાં માત્ર વહેવાર પૂરતા સંબંધની વાત છે. કોઇને સારું લગાડવા કરવામાં આવતું વર્તન દિલથી નહીં દેહથી થતું હોય છે. ડિઝરાયેલી સરસ વાત કરે છે જે માટીમાંથી સોનું બનાવે છે તે જ વ્યવહાર કુશળ છે.’ તો રોબર્ટ ફ્રાસ્ટ વળી એવું કહે છે ‘એક વ્યવહારકુશળ માણસ સ્ત્રીનો જન્મદિવસ યાદ રાખે છે, પરંતુ તેની ઉંમર નહીં’. છેલ્લે જાેઇએ ‘આસિમ’ રાંદેરીની આ પ્રખ્યાત નઝમના આ શબ્દો  કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જાે પ્રેમ તો વહેવાર થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.