વિશ્વના ૧૦ સૌથી મોટા હિન્દુ મંદિર

કલરવ
કલરવ

પ્રાચીન હિન્દુ મંદિરો પોતાના અનોખા વાસ્તુશિલ્પ, અદ્ભુત કલાકારી તથા વૈભવતા માટે પ્રસિદ્ઘ છે. આ મંદિરોની તુલનામાં વિશ્વનું કોઇ પણ ધામિર્ક સ્થળ નથી અને ના તો તેમના નિર્માણમાં કોઇ પ્રકરના મશીનની મદદ લેવામાં આવી છે. પરંતુ તેમની વિશાળતા જોઇને જ તમે આશ્ચર્યચકિત થઇ જશો. આવો જાણીએ હિન્દુઓના ૧૦ સૌથી મોટા મંદિરો અંગે…

૧. અંકોરવાટ મંદિર કંબોડિયાનું અંકોરવાટ મંદિર હિન્દુ ધર્મનું જ નહીં, સમગ્ર વિશ્વનું સૌથી મોટું ધામિર્ક સ્થળ માનવામાં આવે છે. તેને ૧૨મી સદીમાં રાજા સૂર્યવર્મન બીજાએ બનાવડાવ્યું હતું. આ મંદિર મુખ્યત્વે ભગવાન વિષ્ણુને સમપિર્ત છે, પરંતુ અહીં બૌદ્ઘ ધર્મનો પણ ખાસ પ્રભાવ જોવા મળે છે.કુલ ૮.૨૦ લાખ વર્ગમીટર ક્ષેત્રફળમાં બનેલા આ મંદિરને યુનેસ્કોએ પણ પોતાના હેરિટેજમાં સામેલ કર્યું છે.

૨. શ્રીરંગનાથસ્વામી (શ્રીરંગમ) મંદિર દિક્ષણ ભારતના ત્રિચી, તમિલનાડુમાં સ્થિત શ્રીરંગનાથસ્વામી મંદિર ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. કુલ ૬.૩૧ લાખ વર્ગમીટર ક્ષેત્રફળમાં બનેલું આ મંદિર ભગવાન વિષ્ણુને સમપિર્ત છે. આ મંદિરમાં એક આખુ શહેર વસેલુ છે. અહીં નાના-મોટા કુલ ૪૯ ધામિર્ક સ્થળો છે જેને કારણે મંદિરનો દરેક ખૂણો ભક્તોથી ભરેલો રહે છે.

૩. અક્ષરધામ મંદિર આધુનિક સમયમાં બનાવવામાં આવેલા મંદિરોમાં દિલ્હીનું અક્ષરધામ (સ્વામીનારાયણ) મંદિર અત્યંત ખાસ છે. આ મંદિરનું નિર્માણ ૨.૪૦ લાખ વર્ગમીટર ક્ષેત્રફળમાં કરવામાં આવ્યું છે. મંદિરને જોવા માટે દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખો સહેલાણીઓ દિલ્હી આવે છે.

૪. થિલ્લઇ નટરાજ મંદિર ભગવાન શિવને સમપિર્ત થિલ્લઇ નટરાજ મંદિર (તેને ચિદમ્બમરમ પણ કહે છે) તમિલનાડુના ચિદમ્બરમ શહેરની શાન છે. અહીં ભગવાન શિવ ઉપરાંત સિવાકામી અમ્મન, ગણેશ, મુરૂગન અને ગોવિંદરાજા પેરૂમલની આરાધના પણ થાય છે. મંદિર ૧.૬૦ લાખ વર્ગમીટર ક્ષેત્રફળમાં બનેલું છે.

૫. બેલૂર મઠ મહાન હિન્દુ ધામિર્ક પ્રચારક સ્વામી વિવેકાનંદ દ્વારા કોલકાતામાં હુગલી નદી કાંઠે બેલૂર મઠની સ્થાપના કરવામાં આવી હતી. ૧.૬૦ લાખ વર્ગમીટર ક્ષેત્રફળમાં બેલ આ મંદિરમાં મા આદ્યકાળીની પૂજા કરવામાં આવે છે. અહીં રામકૃષ્ણ મિશનનું હેડક્વાર્ટર પણ છે.

૬. બૃહદેશ્વર મંદિર યુનેસ્કોની વૈશ્વિક ધરોહરોમાં સામેલ બૃહદેશ્વર મંદિર વિશ્વની સાત મુખ્ય અજાયબીઓ પૈકી એક છે. આ મંદિરમાં સૌથી મોટા સ્તંભની ઊંચાઇ ૨૦૦ ફુટ છે જે તે વખતે વિશ્વની સૌથી ઊંચી માનવ નિમિર્ત ઊંચાઇ રહી હશે અને મંદિરમાં બિરાજમાન શિવલિંગની ઊંચાઇ પણ ૧૨ ફૂટ છે. આ ઉપરાંત મંદિરમાં જ બનેલી નંદીની પ્રતિમા લગભગ રપ ટન વજનની છે. આ પ્રતિમા ૧૨ ફુટ ઊંચી અને ૨૦ ફુટ લાંબી છે. તંજાવુરમાં બનેલા તથા ભગવાન શિવને સમપિર્ત આ મંદિરનું નિર્માણ ચોલ રાજાઓએ ઇ.પૂ. ૧૦૧૦મા કરાવ્યું હતું. આ મંદિર પોતાના વાસ્તુશિલ્પ, ઊંચા સ્તંભ, મૂતિર્કળા અને ભિતચિત્રોની સાથે સાથે તમિલ શિલાલેખો માટે પણ વિશ્વ વિખ્યાત છે. મંદિરનું કુલ
નિમિર્ત ક્ષેત્રફળ ૧,૦૨,૪૦૦ વર્ગમીટર છે.

૭. અન્નામલાઇયર મંદિર પોતાની અનોખી શિલ્પકળા અને ઊંચા સ્તંભો માટે પ્રસિદ્ઘ અન્નામલાઇયર મંદિર ભગવાન શિવને સમપિર્ત છે. આ તમિલનાડુના તિરૂવન્નામલાઇમાં સ્થિત છે. આ મંદિરનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૧૭૧ વર્ગમીટર છે.

૮. એકમ્બરેશ્વરર મંદિર કાંચીપુરમનું એકમ્બરેશ્વરર મંદિર દિક્ષણ ભારતના પાંચ મહાશિવમંદિરો તથા પંચભૂત મહાસ્થળો પૈકી એક છે. માનવામાં આવે છે કે આ મંદિર પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શિવને સમપિર્ત આ મંદિર લગભગ ૯૨,૮૬૦ વર્ગમીટરમાં બનેલું છે. કિવદંતી છે કે ભગવાન શિવ અહીંની પૂજાને અવશ્ય સ્વીકારે છે.

૯. થિરૂવનેયીકવલ મંદિર તમિલનાડુના ત્રિચીમાં સ્થિત થિરૂવનેયીકવલ મંદિર ભગવાન શિવને સમપિર્ત છે. આ મંદિરનું નિર્માણ આજથી ૧૮૦૦ વર્ષ પહેલા ચોલ રાજા કોસન્ગંનને કરાવ્યું હતું. લગભગ ૭૨,૮૪૩ વર્ગમીટર ક્ષેત્રફળમાં બનેલા આ મંદિરની અદ્ભુત કારીગરી અને કલાત્મકતા જોવાલાયક છે.

૧૦. નેલ્લઇપ્પર મંદિર તમિલનાડુમાં જ તિરૂનેલવેલી શહેરની વચ્ચો વચ્ચ સ્થિત નેલ્લઇપ્પર મંદિર સ્વામી નેલ્લઇપ્પર અને શ્રી અરૂલ્થારૂમ કન્થિમથિ અમ્બલને સમપિર્ત છે. આ ભારતના પ્રાચીન મંદિરો પૈકી એક છે. માનવામાં આવે છે કે મંદિરનું નિર્માણ આજથી લગભગ ૨૫૦૦-૩૦૦૦ વર્ષ પહેલા મુલુઠુકંડા રામા પાંડિયન દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરનું કુલ ક્ષેત્રફળ ૭૧હજાર વર્ગમીટર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.