રહસ્યમય અમૃતકુંભ

કલરવ
કલરવ

એક સુંદર મજાની કથા છે.
સૃષ્ટિ સર્જન હજી પુરૂ થયું નહોતુ એવા આદીકાળમાં બ્રાહ્માજીએ વિચાર કર્યો કે એક એવું સર્જન કરૂં કે માનવી વિચાર કરતો રહી જાય.બ્રહ્માજીએ આ વાત મહેશ અને વિષ્ણુને કરી વિષ્ણું ભગવાને કહ્યુંઃ ‘પણ એવું સર્જન કરશો કેવી રીતે ?
મહેશ ભગવાને પણ બ્રહ્માને કહ્યું ‘એવી અજાયબ ચીજ બનાવવાનો કોઈ અર્થ નથી માનવીને તમે એવો બુધ્ધિશાળી બનાવ્યો છે કે તમારું એ સર્જન શોધ્યા વિના રહેશે નહી.’બ્રહ્માજીને ઘડીભર વિચાર આવ્યો…તેમણે માનવસર્જન કરી તેના મગજમાં એવી બુધ્ધિ ભરી દીધી હતી કે હવે એનો કોઈ ઉપાય નહોતો. છતાં બ્રહ્માજીને હોંશ હતી કે કંઈક નવું સર્જન કરવું.
અંતે બ્રહ્માજી એક કુંભ ભરીને લાવ્યા સૈાની સામે મૂકયો. વિષ્ણું ભગવાને પૂછયું ‘ આ તમારૂં નવું સર્જન છે ?’ હા…!
એ કુંભમાં શું છે ? મહાદેવે પ્રશ્ન કર્યો. બ્રહ્માજીએ કહ્યું ‘ ખૂબ ખૂબ વિચારને અંતે મેં જીવન અને જગતમાં રહેલા બધા જ રહસ્યનો અર્ક કાઢી નાખ્યો અને એ બધો જ અર્ક આ કુંભમાં ભર્યો છે પણ હવે મને થાય છે કે આ કુંભને કયાં સંતાડવો જેથી માનવી એને શોધી ન શકે ? એ પ્રશ્નના ઉકેલ લાવવાને માટે દેવસભા મળી ફરી પ્રશ્ન મુકાયો. ‘ આ કુંભને કયાં સંતાડવો ? ધરતીએ કહ્યુંઃએ કુંભમાં ભરેલા રહસ્યને જાે ગુપ્ત રાખવું હોય તો તેને મારા પેટાળમાં દાટી દો.કાળા માથાનો માનવી ત્યાથી નહી શોધી શકે. કુંભ ત્યાં સુરક્ષિત રહી શકશે. ’
ત્રણેય કાળના જાણકાર બૃહસ્પતિ પણ ત્યાં હાજર હતાં તેમણે તરત જ કહ્યુંઃ ‘કાળા માથાનો માનવી એક દિવસ જરૂર પાતાળ ભેદીને નીચે ઉતરશે ત્યારે આ કુંભ જરાય સલામત નહી રહે. ’
‘‘ તો બીજે કયાં મુકવો ? ’’
હિમાલયે કહ્યુંઃ ‘એક કામ કરો, એને મારા મસ્તક પર મુકો મારી ટોચ પર ચઢવાની કોઈ માનવીની તાકાત નથી કુંભ ત્યાં જરૂર સલામત રહેશે બૃહસ્પતિએ ફરીથી કહ્યુંઃ ‘ માનવી ત્યાં પણ જરૂર પહોંચી જશે.’
પાછા બધા વિચારમાં પડી ગયા આકાશે કહ્યુંઃ મારા અંગમાં છુપાવી દો એ કુંભને ! ત્યાં સૈાથી વધું સલામત રહેશે.’ વળી પાછો અવાજ આવ્યો ‘માનવી ભવિષ્યમાં આકાશમાં પણ ઉડશે એટલે ત્યાં પણ કુંભ સલામત નહી રહે. બુધ્ધિશાળી માનવી સાગર અને વાદળ સુધી પણ પહોંચી જશે. એટલે કુંભને સંતાડવાની એ બધી જગ્યા સલામત નથી
સૈા વિચારમાં પડયા.
તો પછી જગત અને જીવનમાં જે જે રહસ્યો છે તેનો નિચોડ કાઢીનેે અર્ક ભરેલો આ કુંભ મૂકવો તો કયાં મૂકવો ? આ તો બહું મોટો મહાપ્રશ્ન ઉપસ્થિત થયો હતો.અંતે સ્વર્ગનો રાજા ઈન્દ્ર અકળાઈ ઉઠયો અને તે ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યો કે ઃ ‘ કે પ્રભૂ! આપ તો અંતર્યામી છો તમે જ કાંઈ સૂચન કરો ને! આ કૂંભને સલામત રાખવો હોય તો કયાં મૂંકાય ? વિષ્ણું ભગવાન વિચાર કરવા લાગ્યા અને અચાનક તેઓ બોલ્યા, ‘ એક કામ કરો ? ’ સૈા કોઈ ભગવાન વિષ્ણુને સાંભળવાને માટે ઉત્સુક હતા. ભગવાન કઈ જગ્યા સૂચવે છે ? એ કૂંભ કયા સલામત છે ? પૃથ્વીના પેટાળમાં કે આકાશનાં વાદળોમાં હિમાલયની ટોચમાં કે પછી સમુદ્રના ઊંડાણમાં – કયાંય સલામત ન દેખાતા એ કૂંભને કયાં મુકવો એનુું સૂચન ક્યું કરે છે તે સાંભળવા આતુર હતા સૈા કોઈ.
વિષ્ણુ ભગવાને કહ્યુંઃ ‘ માણસના હૃદયમાં આ રહસ્યના કૂંભને ગોઠવી દો. બુધ્ધિશાળી માણસ પણ આ બાબતમાં જરૂર ગોથું ખાઈ જશે. બુધ્ધિના મદમાં ફસાઈને એ સર્જનહારના રહસ્યને શોધવાને માટે બહાર જ ફાંફા માર્યા કરશે. ’
જેવી રીતે કસ્તુરીની સુગંધ કયાંથી આવે છે? તે શોધવા મૃગલો વન વન ભટકે છે. પરંતું કસ્તુરી તેની કાયામાં જ હોય છે માનવ પણ આજે શાંતિ મેળવવાને માટે આથડયા કરે છે પણ ચૈતન્ય-શાંતિરૂપી અમૃતકુંભ હરેકની પાસે જ હોય છે પણ તે બહાર શોધે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.