મહેનતની કમાણી

કલરવ
કલરવ

કોઈ એક ગામમાં એક આળસુ વ્યક્તિ રહેતો હતો. જેનું નામ મોહન હતું.પોતાના બાપ દાદાના વારસામાં મળેલ બધી જ જમીન આળસુપણાના લીધે તે ગુમાવી ચુકયો હતો. વધારામાં તેનું મકાન પણ વેચાઈ ગયું હતું. ઘરબાર વગરના મોહને ગામની બહાર એક ઝંુપડી બાંધીને રહેતો હતો. મોહન પોતાના પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે ઝુંપડીમાં રહેતો હતો.
મોહનને મહેનત મજુરી કરવામાં આળસ આવતી હતી એટલે તે આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો હતો તથા રાતના સમયે અન્ય લોકોના ખેતરોમાં જઈને ફળો અને શાકભાજી તોડીને લાવતો અને તને બીજા દિવસે વેચીને જે કાંઈ પણ રકમ મળે તેમાંથી લોટ, ચોખા લઈને આવતો અને એની પત્ની પરિવાર માટે ભોજન બનાવતી હતી.
મોહને પોતાના પુત્ર શ્યામને કોઈપણ શાળામાં ભણવાને માટે દાખલ કરાવ્યો નહોતો. તે ઈચ્છતો હતો કે એનો પુત્ર પણ એની સાથે મળીને ચોરી કરે જેથી પરિવારનું ભરણપોષણ થઈ જાય તથા આરામથી જીંદગી પસાર થાય.
એક દિવસ તે પોતાના પુત્ર શ્યામને લઈને એક રાત્રે ખેતરમાં ચોરી કરવાને માટે ગયો. ગામની બહાર એક ખેતરમાં ચણાની ખેતી કરવામાં આવી હતી. ચણાનો પાક લહેરાતો જાેઈને મોહને પોતાના પુત્રને કહ્યું, ‘બેટા, તું અહીંયા જ ઉભો રહેજે.હું થોડોક સામાન લઈને આવું છું.જાે કોઈ રખેવાળ આવતો દેખાય તો તું મને કુતરાનો અવાજ કરીને સાવધ કરજે જેથી હું દોડીને તરત જ આવી જઈશ.
હજુ મોહન ચણાની ડાળીઓ તોડતો હતો. ત્યાં જ એના પુત્ર શ્યામે કુતરાનો અવાજ કર્યો. મોહન તરત જ દોડતો તેની પાસે આવી ગયો. એેણે જાેયું તો આસપાસ કોઈપણ ન દેખાયું.
મોહને પોતાના પુત્રને ધમકાવતાં કહ્યું, જ્યારે કોઈપણ વ્યક્તિ ખેતરની આજુબાજુ દેખાતું નથી તોય તેં મને શા માટે સાવધ કર્યો ?’
શ્યામે તેને શાંત સ્વરમાં કહ્યું, ‘પિતાજી ! ભગવાન તો આપણને જાેઈ રહ્યો છે ને ?’
મોહને કહ્યું તને કેવી રીતે ખબર પડી કે ભગવાન આપણને જાેઈ રહ્યો છે ?
શ્યામ બોલ્યો, ‘પિતાજી ! ગઈકાલ જ્યારે હું મંદિર દર્શન કરવા ગયો હતો ત્યારે ત્યાં ચાલતી કથામાં પંડીતજી કહેતા હતા કે ભગવાન બધું જ જુએ છે. આથી આપણે ભગવાનથી ડરવું જાેઈએ. ચોરી કયારે પણ ના કરવી જાેઈએ. આળસ ત્યજીને આપણે મહેનત કરવી જોઈએ. હંમેશા મહેનત કરીને રોજી રોટી કમાવવી જાેઈએ.
મોહનને લાગ્યું કે, મારો પુત્ર સાચી વાત કહી રહ્યો છે. એટલે તેણે એ જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં હવે તે કયારેય ચોરી નહીં કરે. આળસ પણ નહીં રાખે અને તે મહેનત મજુરી કરીને જ મળતી કમાણી પર સંતોષ રાખશે.
આમ પુત્ર શ્યામે પોતાના પિતા મોહનની કામચોરી અને આળસની ટેવમાંથી કાયમી છુટકારો અપાવ્યો.
-કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.