મનની આસક્તિ

કલરવ
કલરવ

એકવાર સ્વામી રામતીર્થ માર્ગ ઉપરથી પસાર થતા હતા.એમની નજર બજારમાં સુંદર પાકેલી કેરીઓ પર પડી.મઝાની મીઠી સુગંધ આવતી હતી તેઓ ક્ષણેક ઉભા રહીને એ કેરીઓ તરફ જાેવા લાગ્યા. પાકી થઈ ગયેલી કેરીઓ મધુર સુગંધથી સૌને પોતાની તરફ લલચાવતી હતી.રામતીર્થને પણ કેરીઓ ખાવાની ઈચ્છા થઈ.મનમાં થયું, ‘કેરીઓ ચાખી હોય તો કેવી મજા આવે ?’
સ્વામીજીને ઉભા રહેલા જાેઈને દુકાનદાર બોલ્યો, કેમ બાવાજી ! કેરીઓ જાેઈને મન લલચાય છે ?એકાદ આપું ?’
લલચાય શબ્દ સાંભળીને સ્વામી ચોંકી ઉઠયા. તેઓ કાંઈપણ બોલ્યા વગર ચાલવા માંડયા.એમના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા.મારૂં મન કેરી પ્રત્યે લલચાઈ ગયું ? તો પછી સંસારના બીજા પદાર્થો પ્રત્યે વધુ આસક્તિ નહીં થાય એની શી ખાતરી ?
આશ્રમે આવ્યા પછી મનમાંથી પેલી મધુર કેરીઓ ખસતી નહોતી. ધ્યાન ધરવા બેઠા પણ પેલી કેરીઓ જ નજર સામે આવીને ઉભી રહે.એક ધ્યાન મન થાય નહીં આનો શું ઉપાય કરવો?
સ્વામીજી મનમાં વિચારવા લાગ્યા કે, આ કેરીઓની મમતા કેવી રીતે છુટે ? બને પણ એવું જ કે જે પદાર્થને આપણે ભુલી જવાનો પ્રયાસ કરતા હોઈએ તે જ સામે આવીને ઉભો રહે છે.
રામતીર્થ મનમાં વિચારવા લાગ્યા કે આ કેરીઓ પ્રત્યે નફરત જાગે તો જ મમતા છૂટશે. શું કરવાથી મમતા છૂટે ? અંતે ઘણો જ વિચાર કર્યાના અંતે સ્વામીજી ફરીથી બજારમાં ગયા અને પેલા દુકાનદાર પાસેથી સરસ મજાની પાકી કેરીનો કરંડીયો ખરીદીને આશ્રમે પાછા ફર્યા.
આશ્રમમાં એક ખુણામાં એ કરંડીયાને મુકી દીધો. કરંડીયામાંથી પાકી કેરીની સુમધુર સુગંધ આવવા લાગી. કરંડીયામાંથી કેરી ખાવાને માટે મન ધમપછાડા કરતું હતું પણ સ્વામીજી સહેજ પણ મચક આપતા નહોતા. સ્વામીજી કેરી ખાવાને માટે મનને મનાવતા કે આ કેરીઓ આશ્રમમાં જ છે ને કયાં ભાગી જવાની છે ? આવતી કાલે ખાશું ?
આમ એક દિવસ પસાર થઈ ગયો પછી બીજાે, ત્રીજાે, ચોથો એમ કરતાં કરતાં અઠવાડીયું પસાર થઈ ગયું.કેરીઓમાં ચાંદા પડવા લાગ્યા અને મધુર સુવાસના સ્થાને દુર્ગંધ આવવા લાગી.
જે આશ્રમમાં સુગંધ આવતી હતી તેના સ્થાને દુર્ગંધ આવવા માંડી.સમય જતાં આશ્રમમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું.
બીજા શિષ્યોએ આવીને કહ્યું, રામતીર્થ ! આવી દુર્ગંધ કયાંથી આવે છે આશ્રમમાં ?
સ્વામી રામતીર્થે કરંડીયો ખોલ્યો સુંદર મજાની કેરીઓ સડી ગઈ હતી.બધી કેરીઓ કાળી પડી ગઈ હતી.અંદરથી દુર્ગંધ આવતી હતી કેટલીક કેરીઓમાં તો કીડા પડયા હતા.
બીજા શિષ્યો તો આ જાેતા જ ત્યાંથી દુર હટી ગયા.
રામતીર્થે કરંડીયામાંથી એક પછી એક કેરીઓ બહાર કાઢવા માંડી.સામે મોટો ઢગલો કર્યો અને મનમાં કહ્યું આ કેરીઓ જાેઈને તને ખાવાનું મન થયું હતું. લે હવે જેટલી કેરીઓ ખાવી હોય તેટલી ખાઈ લે..
સડેલી કેરીઓ જાેતાં જ મનમાં ધૃણા પેદા થઈ ગઈ. એમણે ઝટપટ આખો કરંડીયો કેરીઓ સાથે ઉખાડીને બહાર ફેંકી દીધો અને ત્યાર પછી કયારેય એમના મનમાં કેરીઓ ખાવાની લાલચ જાગી નહોતી.કેરી ખાવાનું મન થાય કે તરત જ સડેલી કેરીઓ તેમની નજર સમક્ષ તરવરતી હતી.સંતપુરૂષો આસક્તિ ઘટાડવાને માટે વસ્તુના મુળ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે છે. ઉપરના રંગ, રૂપ અને ગંધમાં લપટાયા કરતા અંદરનું રૂપ જાેતાં જ મનમાં રહેલી આસક્તિ ઘટે છે..સંસારનું પણ આવું જ છે…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.