મધુવન

કલરવ
કલરવ

કોઇ જીવનની અવસ્થા નથી કાયમ અહીંઆં
દુઃખ અને સુખની ભલા કોણ તે પંચાત કરે?
જેને વૈભવનું અભિમાન હો મિથ્યા જગમાં,
એને કહેજો કે એ “સ્વા”થી
મુલાકાત કરે.
ઇમામુદ્દીન ખાન મુતુર્ઝાખાન બાબી “રુસ્વા મઝલૂમી” ના શબ્દોમાં એમનો પરિચય આપણને થાય છે. સ્વ. જલન માતરી એમનો પરિચય આપતાં લખે છે કેઃ ઇ.સ. ૧૯૪૭ સુધી જેનું જૂનાગઢ, રાધનપુર, બાલાસિનોર ,માણાવદર તેમજ સરદારગઢ રાજ્યો ઉપર જેનું રાજ હતું. એ બાબી ખાનદાનમાં ૧૧મી ડિસેંમ્બર ૧૯૧૫ ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલ માંગરોલ મુકામે જન્મેલા સરદારગઢ શાખાના એ રાજવી હોવા ઉપરાંત પાજોદ નામની જાગીરની સ્વતંત્ર રાજગાદી ભોગવનારા રજકોટ રાજકુમાર એટલે રુસ્વા મલ્મી. અંગ્રેજી,ઉર્દૂ, અને ગુજરાતી ભાષા ઉપર અદ્દભૂત પ્રભુત્વ ધરાવનાર ચિત્રકળા, ઘોડેસવારી, શિકાર વગેરેનો અત્યંત શોખ રાખનારા આ શાયરે જૂનાગઢ મૂકામે “મિલન” નામની સાહિત્યસંસ્થા સ્થાપીને એઓ પ્રમુખપદે રહેલા. પાજોદ રિયસતને (જૂનાગઢ અને અન્ય રજવાડાંની જેમ) પાકિસ્થાન સાથે જોડાવાનો સૌ પ્રથમ વિરોધ કરી ભારતસાથેના જોડાણમાં સામેલ થનારા, જેમનો એમનો એક જમાનો હોવાથી નકશાના જેઓ મોહતાજ હતા એ,
મોહોતાજ ના કશાનો હતો, કોણ માનશે ?
મારોય એક જમાનો હતો, કોણ
માનશે ?
મૂળ ઉર્દૂના આ શાયર એમના પીરસાહેબ મઝલૂમશાહના નામ પરથી “મઝલૂમી” તરીકે ઓળખાય છે.એમની ઉર્દૂ ગઝલોનો સંગ્રહ “મિના” ૧૯૪૮ માં પ્રગટ થયો હતો. જ્યારે ઇ.સ. ૧૯૭૨માં ગુજરાતી ગઝલોનો સંગ્રહ “મદિરા” પ્રગટ થયો હતો.
કોઇ વાતે કદી ઉપકારવશ થાવું નથી ગમતું,
મને છે ઠોકરો મંજૂર, દોરાવું નથી ગમતું.
ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જિદ મહીં જાહિદ !
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.
રુસ્વા ના શબ્દોમાં પોતાની ખુમારી વ્યક્ત થઇ છે. આમ જોઇએ તો એમના બધા શે’ રો માં પોતાના સ્વભાવ અને જિંદગીનો પડઘો છે. કોઇના ઉપરાકવશ થવું એમને પસંદ નથી. એ પોતાની આગવી કેડી કંડારવામાં માને છે. ચીલાચાલુ જિંદગી કે અનુસરણ એમને ગમતું નથી. પોતાના રસ્તામાં આવતા અવરોધો પડકારો અવરોધો ને પડકારવામાં એ માને છે. ઠોકરો મંજૂર રાખનારા શાયરને કોઇના દોરાવું નથી ૩૩ કોલ ગમતું, આચાર્ય રજનીશજીએ કહ્યું કોઇના જેવું બનવું કે કોઇનું અનુસરણ કરવું એ એક પ્રકારનું આત્મ અપમાન છે, ફક્ત દેખાવ ખાતર તો મસ્જિદમાં જવાનું ય એમને સ્વીકાર્ય નથી.
સમજદારી તજી દીધી ઘણું સારું કર્યું “સ્વાસ્વા” નહિ તો આજ હસ્યું હોત પાગલપન તમારા પર .
પ્રેમ અને પરમાત્માને પામવા માટે સમજદારીની સીમા ઓળંગવી પડે છે. જ્યાંથી બુધ્ધિનું સામ્રાજય સ્માપ્ત થાય છે . જ્યાંથી એના ધમપછડા પૂરા થાય છે ત્યાંથી દીવાનગીની હદ શરૂ થાય છે. જ્યાં કોઇ વિચાર કે દુનિયાદારીના નિયમો, બંધનો હોતા નથી. આ પાગલપનની મજા એક ભક્ત અને બીજી દીવાનાને ખબર હોય છે. સમજદારી ત્યજવાથી જે મળે છે એ સમજદાર લોકો સમજી ન શકે એવું અમૂલ્ય અનોખું અભૂતપૂર્વ હોય છે. એને શબ્દોમાં સમજાવી શકતું નથી કેમેકે એ મગજથી નહીં હદયથી થતું હોય છે અને હૈયાની પાસે કોઇ શબ્દો હોતા નથી.
દિલને તો માત્ર તારી મુહબ્બતનું કામ છે.જન્નતને શું કરું એ ખ્યાલી મુકામ છે.
દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઇંતેઝાર,
એવું જીવન શું એવું મરણ પણ હરામ છે
સ્વર્ગ અને એની કલ્પનામાં રાચતા લોકોએ આ જિંદગીને ખૂબ કઠોર બનાવી દીધી છે. જન્નતના ખયાલી વિચારમાં આ વાસ્તવિક જીવનને ખૂબ કઠોરતાઓથી ભરી દીધું છે..જો કે શાયરને આવા કાલ્પનિક સ્વર્ગમાં કોઇ ભરોષો નથી. એને મન જે દિલમાં મહોબ્બત હોય એ જ એનું સવર્ગ અને જિંદગી છે. જે દિલમાં કોઇની યાદ ન હોય કે ન આંખોમાં કોઇનો ઇંતઝાર હોય એવી મોત હોય કે કે જિંદગી પણ તોય એમને મંજૂર નથી. અંતે જોઇએ વધુ એક શે’ ર “રુસ્વા મઝલૂમી” નો.
મહોતાજ ના કશાનો હતો, કોણ માનશે ?
મારોય એક જમાનો હતો, કોણ માનશે ?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો ,
આઘાત દુશાનો હતો, કોણ માનશે ?
ઘેંગાભાઇ એન. ‘સરહદી’ (ટડાવ)
ગુરૂકૃપા બંગ્લોઝ-૨, નાનીપાવ ડરોડ, વજેગઢ, તા.થરાદ.જિ.બ.કાં.
(મો) ૯૪૨૭૬ ૪૪૬૧૧


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.