મધુવન

કલરવ
કલરવ

છું જુવાનીનો હું સાથી, પ્રેમનો પણ મિત્ર છું,
મીટ માંડી રૂપ પણ જાેયા કરે એ ચિત્ર છું.
એ હશે કિસ્મતની લીલા કે પછી મારી કલા,
મેનકાને પણ નચાવું એવો વિશ્વામિત્ર છું.

શેખ આદમ મુલ્લાં શુજાદ્દીન આબુવાલા “શેખાદમ” આબુવાલાનું આ મુક્તક છે. અમદાવાદ ખાતે દાઉદી વહોરા કુટુંબમાં ૧૫મી ઑક્ટોમ્બર ૧૯૨૯ ના રોજ એમનો જન્મ થયો હતો. સ્વ. જલન માતરી શેખાદમનો પરિચય આપતા લખે છે કેઃ ગુજરાતીના પ્રથમ હરોળના શાયર તરીકે ખ્યાતિ પામેલા ભાઇ આબુવાલા ઉર્દૂ ભાષાના પણ શાયર છે. “અપને એક ખ્વાબ કો દફનાકે આયા હું” નામનો ઉર્દૂ ગઝલોનઝમોનો સંગ્રહ પણ પ્રગટ થઇ ગયો છે. ૧૯૪૯માં આવેલી ફિલ્મ “ઘાયલ”ના ગીતકાર તરીકે ચમકેલા ભાઇ આદમની ઉર્દૂ રચનાઓ સુપ્રસિધ્ધ ગાયક મહંમદ રફી એ ગાઇ છે.

તમે અત્યંત સુંદર છો, અદાઓ પણ રૂપાળી છે,
તમારા રૂપનો ચળકાટ નયનોની દિવાળી છે.
અમે કીધું નથી દર્શન , છે કેવળ સાંભળ્યું વર્ણન,
નયન કરતાં અમારા કાન કેવા ભાગ્યશાળી છે !

આ શાયર ના ગુજરાતી ગઝલોનો સમ્રગ સંગ્રહ “દીવાને આદમ” પ્રગટ થયો છે, જેમાં ચાંદની, સોનેરી લટ, અજંપો , ખુરશી જેવા એમના બધા સંગ્રહો સમાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જર્મન વાતોનું અનુવાદનું પુસ્તક પ્રગટ થયું છે. અને યુરોપમાં અનુભવેલા પ્રસંગોને નવલિકારૂપે “હું એક ભટકતો શાયર છું” શીર્ષક થી પ્રગટ થયો છે.
શ્રધ્ધાની, ભાગ્યની કે સંજાેગની કરામત –

કે ડૂબનાએ આજે સાગર તરી રહ્યા છે ! ખૂશરોએ જે વાત કરી છે એ જ વાત ને જરા જુદા અંદાજમાં શાયર સરળ શબ્દોમાં કરે છે. પ્રેમ રૂપી મહાસાગરને પાર કરવો એ સાત સંમદર પાર કરવા કરતાં પણ કઠિન છે. એમાં અનેક પડકારો છે. મધદરિયે તોફાનો સામે તો ખેર લડી શકાય છે. પણ અહીં તો કિનારા ડૂબાડી દે છે. પણ જેને ડૂબી જવાનો ડર નથી એ જ લોકો પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. ખૂશરો દરિયા પ્રેમ કા ઉલટી જિસકી ધાર, ઉતરા સો ડૂબ મરા. જાે ડૂબા સો પાર. જે ડૂબી ગયા છે એ જ આ સ્નેહરૂપી સાગર તરી શકે છે. બીજા છબછબીયાં કરતાં કિનારે બેસી રહે છે ના એમની ક્યારેય પ્યાસ બૂઝાય છે અને નાહકના ભીંજાય છે. પ્રેમની વાછટમાં જાે રોમ-રોમ ઉભા થઇ જતા હોય તો એનો ખ્યાલ કરો કેજેઓ એમાં ડૂબી ગયા છે એમના આનંદની તો વાત જ કેમ થઇ શકે કિનારે બેસીને ?

રાત ઝરમર , ગીત ને એકાંતમાં એનું મિલન ;
જિંદગી બોલી કે મુજ પર આ ખરું અહેસાન છે !

વરસાદી માહોલ હોય, આસમાનમાં વીજના ચમકારા થાતા હોય એવા સમયે પ્રિયજનની સૌથી વધારે આવતી હોય છે. અને આવા વખતે એમનું મળવું એ જિંદગીએ આપણી ઉપર કરેલું અહેસાન છે. આવું મધુર મિલન જીવનભર યાદગાર બની જાય છે. કોઇકે કહ્યું પણ છે કે ચોરેલા ચુંબનો વધારે મીઠા અને યાદગાર હોય છે. ઝરમર વરસાદમાં ભીંજાયેલી પ્રિયતમા અને એની ઝુલ્ફોમાંથી ટપકતાં એ બુંદો એના પલળેલાં વસ્ત્રોમાંથી ફાટ-ફાટ થાતું યૌવન. હોઠોમાં સળગતી પ્યાસ. નિરવ રાતમાં ટપ-ટપ -ટપ -ટપ આવતો વરસાદનો અવાજ. સઘળા શબ્દો શરમાઇને મૌનનો ઘૂંઘટ ઓઢી લે. ત્યારે મનમાં કેવી હલચલ થાય એની વાત ને શાયરના શબ્દોમાં જાેઇએ.

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાલી લે !
મને તો છે ઘણી ઇચ્છા કે કાજલ થાઉં તો સારું !
ભલે હું શ્યામ લાગું ,પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !
ધેંગાભાઇ એન “સરહદી” (ટડાવ)

ગુરૂકૃપા બંગલોઝ-૨ નાની પાવડ રોડ – વજેગઢ (થરાદ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.