મધુવન

કલરવ
કલરવ

કુછ લોગ યૂં હી શહરમેં હમ સે ખફા હૈ,
હર એક સે અપની ભી તબીઅત નહીં મિલતી
શિર્ષક શે’ર નિદા ફાજલી નો છે. નિદા ફાજલીનું મૂળ નામ મૂક્તદા હસન . કાશીમીરનું ફાઝિલા તેમના બાપ-દાદાનું ગામ . એમનો જન્મ ૧૨મી ઓક્ટોમ્બર ૧૯૩૮ માં દિલ્હીમાં થયો હતો. દિલ્હીના કાશીમીરી મુસ્લીમ પરિવારમાં જન્મેલા આ શાયરે ગ્વાલિયરની મિશનરી શિક્ષણ લીધેલું. પરંતુ દેશ આઝાદ થયો ત્યારે તેઓ પરિવારસાથે પાકિસ્થાન જતા રહેલા. જાેકે થોડા જ સમયમાં ભારતમાં આવી તેમણે ખૂબ સાહિત્ય વાંચ્યું અને જિંદગીની પ્રથમ ગઝલ લખી એ ગઝલનો એક શે’ર જાેઈએ
હિંદુભી મઝેમે હૈ, મુસલમાં ભી મઝેમે હૈ
ઇંસાન પરેશાન, યહાંભી હૈ, વહાંભી હૈ,
ધર્મના નામે આ ધરતી પર જેટ્‌લાં યુધ્ધો, ત્યાઓ, બળાત્કારો,હિંસાઓ અને અનિતિ આચારાઇ છે એટલી કદાચ બીજી કોઇ બાબાતે નહિં થઇ હોય ! બધાંને પોતાનો ધર્મ પ્રાચીન સાચો લાગે છે, પણ આ ધરતી માત્ર ગુલાબોથી જ ભરાઇ જાય તો ? જગતરૂપી મધુવનમાં વિવિધ ધર્મો રૂપી ફૂલો રંગબેરંગી અને સુંદર લાગે છે . અને દરેક ફૂલ બીજાની સરખામણી કરવા બેસશે તો પોતિકાપણું ગુમાવી દેશે, એમના ઘણા શે’ર પ્રખ્યાત છે
ઘરસે મસ્જિદ હૈ બહોત દૂર ચલો યૂં
કર લે,
કિસી રોતે હુએ બચ્ચેકો હસાયા જાએ
આજકાલ માણસને મારી ભગવાનને જિવાડવાની પ્રથા બનતી જાય છે, ખરેખર જાે કોઇ ભૂખ્યો લાચાર માણસ આંગણે આવી ચડેતો એને અપમાનિત કરીને કાઢી નાખવામાં આવે છે અને જાે કોઇ મોટો માણસ આવી ચડેતો જે ને કોઇ જાતની કમી નથી એના માટે ખૂબ સરભરા કરવામાં આવે છે. “ કરાવે છે ખાલી મકાનો મંદિરો બાંધવા માટે, અહીં માણસને મારી લોક ઇશ્વરને જીવાડે છે. ત્યારે નિદાનો આ શે’ ૨ આપણને ચિંતન કરવા પ્રેરે છે.
ચાહે ગીતા બાંચિયે, યા પઢિયે કુરાન
મેરા તેરા પ્યાર હી, હર પુસ્તક કા જ્ઞાન
ધર્મ પુસ્તકો અંદરો-અંદર લડ્યા હોય એવું ક્યારેય સાભળ્યું નથી. પણ એને વાંચવા વાળા ઘણીવાર લડતા જાેવા મળે છે . ધર્મ પુસ્તકો માત્ર સાધનો છે કે જેનાથી આપણે ક્યાંક પહોંચવાનું છે. હવે બધાની સ્પીડ અને સમજણ સરખી તો નથી હોવાની ને ? આથી સાધનોમાં વિવિધતાતો રહેવાની એનાથી કોઇ મોટો ફર્ક પડતો નથી. સાધનોની ભિન્નતા માટે લડતા આપણે કેવી રીતે ધાર્મીક હોવાના ? યુધ્ધો હંમેશા અધર્મો વચ્ચે જ થાય છે ધર્મો વચ્ચેતો મિત્રતા જ સંભવે
અંદર મૂરત પર ચઢે ઘી, પૂરી, મિષ્ઠાન
મંદિર કે બાહર ખડા ઇશ્વર માગે દાનધર્મસ્થાનો પ્રતિક્ષણ ધનાઢ્ય થાતાં જાય છે, બીજી બાજુ માણસ અને દેશ પરનું કરજ પ્રતિપળ વધતું જાય છે, લાખો રૂપિયાની ચાદરો જ્યાં ચડે છે એવી વૈભવી મસ્જિદોની બહાર બઠેલા ભિખારીઓ અને એમના બાળકો ઠંડીમાં ઠૂંઠવાઇ જાય છે. પથ્થરોની મૂર્તિઓને બત્રીશાં ભોજન પિરસાય છે અને એ જ મંદિરના ઘણા લોકો ભૂખ્યા બેઠા હોય છે . પોતાના પંડ્યના જણ્યાને આર્થિક સંકડામણથી ત્રસ્ત લોકો વેચી નાખતા વ્યક્તિઓની હાલાત કેવી હશે ? જેને માણસ્માં ભગવાન દેખાતો નથી એને પથ્થરમાં પ્રભુ કઇ રીતે દેખાય છે એજ સમજાતું નથી . વૃધ્ધાશ્રમમાં જેના મા-બાપ હોય એવા લોકો ધર્મસ્થાનો આગળ તસવીરો ખેંચી ને સોશિયલ મિડિયા પર શે ૨ કરતા લોકો પોસ્ટની નીચે લખે છે મા ન ખોળે !
નિદા ફાજલી એટલે ગઝલનું મુકમ્પ્લ જહાં સર્જનારો શાયર. એમની ગઝલો આજેય લોક હૈયામાં રહે છે જેમકે અજનબી કૌન હો તુમ….. , હોંશવાલો કો ખબર ક્યા….. ? , કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા…, તું ઇસ તરહ સે મેરી જિંદગીમેં શામિલ હૈ.. એમના ઘણા દોહા કબીરના નામે સોશિયલ મીડિયામાં ફરે છે એમના જ વધુ એક શે’ ૨ થી સમાપન કરીએ
અપની મર્ચી સે કહાં અપની સફર કે હમ હૈ,
રુખ હવાઓ કા જિધરકા હૈ ઉધર કે હમ હૈ.
(ગુજરાત સમાચાર શતદલ પૂર્તિ – નેટવર્ક -ગુણવંત શાહ તારીખ ૧૩/૨/૨૦૧૯ ઉપરથી સાભાર)
ઘેંગાભાઇ એન “સરહદી” (ટડાવ), વજેગઢ તા. થરાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.