મધુવન

કલરવ
કલરવ

પાંખ ફફડાવી રહે છે ઊડતાં કેલેન્ડર,
આંખ તારીખો મહીં ફર્યા કરે છે
રાતદિન !
ભીંત પર ટાંગ્યું છે જે ઘડિયાળ, તે ટકટક કરી,
શૂન્ય ઘડીનઓને જ બસ ગણ્યા કરે છે રાતદિન .
ભારત છોડી ઇગ્લેન્ડ ચાલ્યા ગયેલા મહેંક ટંકારવીના આ શબ્દો છે. જોકે ત્યાં જઇને પણ એમણે ગુજરાતી ગઝલને જીવતી રાખી હતી . “મહેંક” તખલ્લુસધારી આ ગઝલકારનું મૂળનામ યાકુબ ઉમરજી મેન્ક. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે ૧૬ મી નવેમ્બર ૧૯૪૦ ના રોજ જન્મેલા આ શાયર અંગ્રેજી સાથે એમ . એ . થયેલા હતા. કૉલેજકાળથી એઓ ગઝલો લખતા હતા.
સમજી નહિ શકો તમે કયારેય દોસ્તો,
છે છેકછાક એટલી દિલની કિતાબમાં !
“મહેંક” ના શે’ર માં દિલની કિતાબમાં કરેલી ઘણીબધી ભૂલો અને છેકછાકની વાત છે. દિલ અને દુનિયાને ક્યારેય બનતું નથી. દુનિયાદારીના પોતાના કેટલાક નિયમો છે. બંધનો છે. જ્યારે દિલની પણ એક દુનિયા છે જ્યાં સંસારના આવા કોઇ નિયમો લાગુ પડતા નથી. આથી બંન્નેની વચ્ચે ઘણા સંઘર્ષો વર્ષોથી ચાલ્યા આવે છે. જે દિલને ગમે એ દુનિયાને ગમતું નથી અને જે દુનિયાને ગમે એ દિલને ગમતું નથી. આથી દિલની કિતાબમાં ઘણી છેકછાક કરવી પડે છે. આથી આમ જોઇએ તો દરેક માણસની બે
જિંદગીઓ હોય છે એક જે આપણે જોઇ શકીએ છીએ જે પોતે જીવતો હોય છે અને બીજી જે આપણે જોઇ શકાતા નથી એ કે જે પોતે જીવવા માંગતોહોય છે.
આપી તો પ્યાસ અમને પ્યાસા હરણની આપી,
ને જિન્દગી સળગતા વેરાન રણની આપી.
નજરોથી દૂર મંઝિલ , રસ્તા કઠિન આપ્યા,
બળતા બપોરે સંગત સૂકા ઝરણની
આપી .
“મહેશ” ના આ શબ્દોમાં જિંદગીને વેરાણ રણની સાથે સરખાવવામાં આવી છે. એવું રેબિસ્થાન જે ચોમેર દૂર-દૂર પાણીની આભા ઉભી કરે છે એવું લાગે છે કે બસ થોડેક જઇને આસાની પોતાની પ્યાસ બૂઝાવી શકાશે પણ એવું થતું નથી અને તરસ સતત વધતી જ રહે છે, જેમ જેમ આપણે એનો ન૯૮ ઁન્એ એમએમ એ દૂર જને દૂર દેખાય છે અને છેવટે પ્યાસા હરણની જેમ પ્રાણ છૂટી જાય છે અને તોય નજરોની સામે તો પાણી દેખાયા કરે છે, બળતા બપોર જેવી જિંદગીમાં કોઇ છાયા સાથ આપતી નથી.
એવું કરો કે રોજ મુલાકાત થઇ શકે,
આપસમાં પ્રેમની બે ઘડી વાત થઇ શકે.
ઘુંઘટ ઉઠાવો આપતો ઉગે દિવસ અને
ઝુલ્ફો વિખેરો આપ અને રાત થઇ શકે.
એવું કહેવાય છે કે જે વ્યક્તિ એમ કહે કે પોતાની પાસે સમય નથી એ વ્યક્તિ એ વાત ભૂલી જાય છે કે દરેકને એક દિવસના ચોવીસ કલાક મળે છે, બસ એમની પાસે સમયનું કોઇ આયોજન હોતું નથી. પતંગિયું ખૂબ ઓછું જીવે છે પરંતુ એની પાસે પૂરતો સમય હોય છે. જીવનમાં બધું જ શક્ય છે બસ સમયસાથે ચાલતાં આવડે તો. નહિતર પછી ઘસડાવું પડે છે. જોકે આ શબ્દોમાં શાયર પ્રિયજનની સાથે રોજ મુલાકાત માંગે છે.
શેખ ! તું નાહક તિરસ્કારે ગુનો કરનારને,
બાગમાં જઇને તો જો, ફૂલો નિભાવે ખારને.
જગતરૂપી મધુવનમાં માત્ર ફૂલોને જ સ્થાન નથી અપાયું, એકલા ફૂલોથી ઉપવન શોભતું પણ નથી. એમાં ખાર અનિવાર્ય છે, ફૂલોની નીચે જ કાંટાઓ હોય છે, અને કંટકો ઉપર જ પુષ્પો શોભે છે, ફૂલો ક્યારેય કાંટાઓનો ઇનકાર કરતાં નથી. એવી રીતે આપણે પણ કોઇનો તિરસ્કાર ન કરવો જોઇએ. એમને સાથ આપી જેવા છે એવા જ નિભાવી લેવા જોઇએ. અંતમાં જોઇએ વધુ એક શે’ ર
તે જ ભૂલી નથી શકાતું હવે, છે જે વાસ્તવમાં ભૂલવા જેવું.
એક બાકી રહ્યું છે આશ્વાસન તો કરી જોઇએ દુઆ જેવું. ”
ઘેંગાભાઇ એન. ‘સરહદી’ (ટડાવ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.