બાળ કલરવ

કલરવ
કલરવ

તમારા આનન્દથી તમે દુનિયા બદલજો, પણ રખે ને દુનિયાને લીધે તમારા આનન્દમાં કંઈ ઓટ આવે. ” કોઈ શાણા માણસે કહ્યું છે!

પણ જિંદગી એટલે જ વિસ્મય. આપણે ગમે તેટલું વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું હોય પણ તોયે ક્યાંક તો કાંઈક ઉંધુ વેતરવાનું જ અને એનું નામ જ તો જીવન. એક સીધી લીટીમાં જતું , ખાધું , પીધું ને રાજ કીધું એવું જીવન તમે ક્યાંય જોયું ?

અમે જીવન વિષે સારું એવું વિચાર્યું હતું. અરે! મેં તો વળી આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી યુવા વાણી વિભાગમાં “જીવન એટલે શું અને જીવનને હું આ રીતે જોઉં છું એ વિષયો પર વાર્તાલાપો પણ આપ્યાં હતાં. એ બાબતમાં મેં ખૂબ વાંચ્યું યે હતું. પણ કયા પ્રવાહમાં અમે ખેંચાઈ રહ્યાં હતાં તેનો ખ્યાલ નહોતો.

અમેરિકાનો કોઈ પ્લાન નહોતો ત્યાં અમેરિકા આવ્યાં; દેશમાંથી બાળકો સાથે અમેરિકા આવી બેબી સિટિંગ શરૂ કર્યું . દેશમાં અમારું એક સ્કૂટર માંડ હતું, ને અહીં ઘર થયું – મોટું આંગણું ને પાછળ નાનકડું ચાર બેડરૂમનું ઘર. વળી છ સાત બાળકોથી ઘર ધમધમે !
પણ બાળકોને સંભાળવા સાચવવા એ કાંઈ નાની સૂની વાત નહોતી જ. બધાં જ બાળકોને સતત સંભાળવાની સમગ્ર જવાબદારી આખો દિવસ મારી જ હોય. એ તો એમનાં મા બાપનાં દિલનાં ટુકડાં હોય. તેમને સારી રીતે પ્રેમથી ઉછેરવાની મારી ફરજ હતી.
એટલે એ બધાં માટે વ્યવસ્થિત પ્રવૃત્તિઓ પણ નક્કી કરી. આ એ સમય છે કે, જયારે બાળ ઉછેરની સ્પેશિયલ ટ્રેનિંગ હજુ મેં લીધી નહોતી. જે હતું તે મારી પાસે આપણા દેશમાં મેં જોયેલું, જાણેલું અને અનુભવેલું જ્ઞાન માત્ર જ હતું.
આપણે ત્યાં દેશમાં રેડિયા ઉપર સવારે પ્રભાતિયાં આવે. અમારા ઘરમાં પણ સવારે ભજન સ્તુતિ સંભળાય. અહીંયા એવી જ રીતે સંગીતથી સવાર શરૂ કરી હોય તો કેવું ? ને જાણીતા ( ્‌ર્અજ ઇ ેંજ )રમકડાના સ્ટોરમાંથી એક સરસ મઝાનું અઢી ફૂટ ઉંચુ , બે ફૂટ પહોળું, મિકી માઉસ ને મીની માઉસના ચિત્રવાળું રેકર્ડ પ્લેયર ખરીદ્યું. ખુબ મોંઘુ હતું ,પણ નજીવી ખામી હતી એટલે, અને અમારો ઉત્સાહ , બેબીસિટીંગ કરું છું , વગેરે જોઈને એંસી ટકા ઓફ , માત્ર પચાસ ડોલરમાં મેનેજરે આપ્યું !

વરસો સુધી એ અમારાં ઘરમાં આનન્દ કિલ્લોલનું પ્રતીક બની રહ્યું હતું. અમારું સવાર સુંદર બાળગીતોથી ઉઘડે. આપણે ત્યાં ‘મેં એક બિલાડી પાળી છે’ એમ અહીંયા ‘મેરી હેડ એ લિટલ લેમ્બ’ કે, ‘સાયકલ મારી સરરર જાય ‘ની જેમ ‘વિહલ્સ ઓન ધ બસ ગો ‘ વગેરે બાળગીતો આખી સવાર ઘર ગુંજવે.
બાળ ગીતો એટલે લગભગ જોડકણાં. એ સાંભળીને બાળકો બોલતાં શીખે, શબ્દો વચ્ચેના ભેદ પકડતાં શીખે અને વિચાર શક્તિ પણ ખીલે. આપણે ત્યાંનું એક જોડકણું મારુ પ્રિય ઃ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.