પરોપકારી ભાઈઓ

કલરવ
કલરવ

એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. આ ખેડૂતને બે પુત્રો હતા. બંને પુત્રોમાં મોટાનું નામ રમેશ હતું અને નાના પુત્રનું નામ મહેશ. બંને પુત્રોમાં પરોપકારીની ભાવના જન્મજાત જાેવા મળતી હતી. તેઓ હંમેશા પોતાના આવશ્યક કાર્યોને છોડીને પણ બંને ભાઈઓ લાચાર અને નિઃસહાય વ્યક્તિઓની સેવા કરવા લાગી જતા હતા. જેના કારણે એમના પિતા બંને જણને દરરોજ લડતા હતા અને કયારેક મારતા પણ હતા. પોતાના બાળકોને કામ પ્રત્યે લાપરવાહ જાેઈને એમના પિતાએ એક દિવસ બંને બાળકોને ઘર છોડવાની આજ્ઞા આપી.
પિતાની આજ્ઞા માની બંને ભાઈઓ ઘર છોડીને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. બંને ભાઈઓ એક વૃક્ષ નીચે આવીને રાત પસાર કરવાનું વિચાર્યું. સુકા પાંદડા, ઘાસને ભેગા કરીને બંને ભાઈઓએ પથારી બનાવી અને તેની પર સુઈ ગયા. બંને જણાને ઉંઘ આવતી નહોતી ત્યાં તેમણે જાેયું તો એક કબુતર કોઈ શિકારીના તીરથી ઘાયલ થઈને એમની પથારીમાં આવીને પડયું .કબતુર સફેદ રંગનું હતું અને પાંખો ફફડાવીને સીધું જ પથારીમાં પડયું હતું. બંને જણા અચાનક ઉંઘમાંથી જાગી ગયા. કબુતરની સ્થિતિ ઘણી જ દયાજનક હતી. બંને ભાઈઓએ આખી રાત જાગી કબુતરની સેવા કરી. આખી રાત કબુતરને ખોળામાં રાખીને પોતાની માનવતાનો પરિચય આપ્યો. બંને ભાઈઓ સવારે બંને જણા પહાડને પાર કરવાની યોજના બનાવી રહ્યા હતા જેથી તેઓ પહાડની પેલે પાર આવેલ વસ્તીમાં જઈને મહેનત કરીને ધન કમાઈ શકે અને પોતાના ગરીબ પિતાને મદદ કરી શકે. મોટા ભાઈ રમેશ નાના ભાઈ મહેશને કહ્યું, તું જઈને થોડાક ફળોલેતો આવ. જેનાથી આપણે આપણી ભુખ મીટાવી શકીએ. મહેશે લક્ષ્મણની જેમ ભાઈની આજ્ઞા માની અને તરત જ વૃક્ષો પર ફળોને તોડવા ગયો અને થોડી વારમાં કેરીઓ તોડીને આવ્યો. બંને જણાએ કેરીઓ ખાધી અને પછી પહાડ પાર કરવાના ઉદ્દેશ્યથી ચાલી નીકળ્યા.
રમેશ કબુતરને પોતાની સાથે હાથો વડે ઉંચકી લીધું હતું. મહેશ પાછળ પાછળ ચાલતો આવતો હતો. એ સમયે કબુતર બોલ્યું, ‘તમે લોકો જાે મને મારા ઘેર મુકી દેશો તો હું તમારો કયારેય ઉપકાર નહીં ભુલું. બંને ભાઈઓએ જ્યારે એના ઘર વિશે પુછયું ત્યારે કબુતરે બતાવ્યું પહાડોની વચ્ચે પક્ષીઓનું એક વિશાળ સામ્રાજય છે. ત્યાંના રાજાનો હું પુત્ર છું. તેઓ મને ન જાેતા ઘણાં જ વ્યાકુળ થતા હશે. કબુતરની દયા યાચના સાંભળીને બંને ભાઈઓ એને એના ઘેર પહોંચાડવાની યોજના બનાવી.
તેઓ ચાલતા ચાલતા પહાડીઓની વચ્ચે આવ્યા. જ્યાં પક્ષીઓનું વિશાળ સામ્રાજય દેખાયું. પક્ષીરાજની સીમામાં પ્રવેશતાં સાંજ પડી ગઈ. પક્ષીઓનો આ દેશ પોતાના રાજકુમારને પાછો ન ફરતા તેના દુઃખમાં દુઃખી હતો. સરોવરમાં પાણી એકદમ સ્થિર હતું ચારે બાજુ શોકમગ્ન વાતાવરણ છવાયેલું હતું.
ત્યાં જ એક ઘુવડ સમાચાર લઈને આવ્યું કે આપણા રાજકુમાર ઘાયલ છે અને તેને બે માનવોલઈને આ બાજુ આવી રહ્યા છે. પક્ષીરાજ પોતાના કુંવરને જીવતો જાેઈને અત્યંત ખુશ થઈ ગયો. રાજકુમાર પક્ષીરાજ પાસે આવી પહોંચ્યો. સંદેશવાહક કાગડાઓને તરત જ આ ખુશીના સમાચાર રાજયમાં ફેલાવાનો આદેશ આપી દીધો. કાગડાઓ ખુશીના સમાચાર લઈને રાજયમાં પહોંચી ગયા.
કોયલે પોતાના મીઠા સ્વરમાં રાજકુમારનુ સ્વાગત કર્યું. મોર રાજદરબારમાં નાચવા લાગ્યો, કબુતર કુમારે પોતાના પિતા પક્ષીરાજને આખી ઘટના કહી સંભળાવી. પક્ષીરાજ એ સાંભળીને અત્યંત ભાવવિભોર થઈ ગયો અને બંને ભાઈઓને ઈનામ સ્વરૂપે સોનાના અને ચાંદીના અઢળક સિક્કાઓ આપ્યાં. બંને ભાઈઓએ સિક્કાઓને લઈને પોતાના ઘેર પિતાજી પાસે આવ્યા. એમના પિતા પોતાના બંને પુત્રોના પરાક્રમથી અત્યંત ખુશ થયા. હવે એમને ખબર પડી કે પરોપકારનું શું મહત્વ છે ? આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.