ધન સંચય

કલરવ
કલરવ

એક વાર ગુરૂનાનક સાહેબ બગદાદ ગયા હતા.તે સમયે બગદાદ પર ખલીફાનું શાસન હતું.
તે સમયનો ખલીફા ધણો જ ક્રુર અને અત્યાચારી કરીને પ્રજાપાસેથી જાેરજાુલમ કરીને ધણું ધન પડાવી લેતો
હતો.ખલીફા એ પોતાના
ખજાનામાં અખૂટ ધન-સંચય ક્ર્યુ હતું.તોય તેને આટલા ધનથી
સંતોષ નહોતો.તેણે તો પ્રજા
પાસે થી જેટલું ધન લઈ શકાય તેટલું લૂંટવા માંડયું.ખલીફા ના અત્યાચાર થી પ્રજા પણ ત્રાસી ગઈ હતી.
પ્રજાને વાપરવા માટે પૈસા નહોતા મળતા અને ખલીફા પોતાની તિજાેરી-ખજાનો ભરતો હતો.દિવસે દિવસે એની ભૂખ વધતી ગઈ અને તે પ્રજા પર વધુ અત્યાચાર કરવા લાગ્યો.
એ સમયે ગુરૂનાનક દેવ બગદાદમાં પધાર્યા.આની જાણ ખલીફા ને થઈ એટલે તે પણ ગુરૂનાનકદેવ ને મળવાને માટે ગયો. નાનક સાહેબે આજુ આજુ જમીન પરથી થોડા કાંકરા વીણીને તેમાંથી સો કાંકરા જુદા ગણીને એક બાજુએ મૂકી દીધા.
આ જાેઈને ખલીફા નવાઈ પામતા પૂછવા લાગ્યો કે,નાનક સાહેબ,આપે આ કાંકરા શા માટે ભેગા કરીને બાજુએ મુક્યા છે.?
ગુરૂનાનક દેવ બોલ્યા તમને મારી અનામત તરીકે સાચવવા આપવા માટે મે આ સો કાંકરા ભેગા કરી રાખ્યા છે?
ખલીફા ને આશ્વર્ય થયું તે બોલ્યો,સારૂ ત્યારે આપ એ અનામત પાછી ક્યારે લઈ જશો?
નાનક દેવ બોલ્યાઃમારે કશીય ઉતાવળ નથી.કયામત દિવસે ખૂદાના ઘરમાં હું પણ હોઈશ ને તમે પણ હશો, તો તે સમયે આ સો કાંકરા સાથે લેતા આવજાે.
ખલીફા તો સાંભળી ને અચંબામાં પડી ગયા અને પૂછયું,અરે ગુરૂદેવ ! આપ આ શું બોલ્યા? કયામત ના પવિત્ર દિવસે આવી નજીવી ચીજને સાથે લઈ જવાય ખરી?
એ સાંભળી ને ગુરૂનાનકદેવ શાંત સ્વરમાં જવાબ આપતા કહયું,ખલીફા સાહેબ એ તો હુયે જાણું છુ કે આવી નજીવી વસ્તુનો તે દિવસે કશો ય ખપ ન પડે, અરે,એ પવિત્ર દિવસે આ દુનિયામાથી કોઈ પણ ચીજ ને સાથે જવાતી નથી.
ત્યાં તો ખૂદાની હાજરીમાં ખાલી હાથે ઊભા રહીન આપણે સંસારમાં જન્મ લીધા બાદ શું ક્ર્યુ અને શું નહી ક્ર્યુ નો ત્યાં હિસાબ આપવાનો છે.
પણ તમે તો તમારી રૈયત પર આટલો બધો અત્યાચાર ગુજારીને પ્રજાને ભૂખે મારીને,પરેશાન કરીને અખૂટ ધન સંપતિનો જે સંચય ક્ર્યો છે
એ શું તમે અહીંજ છોડી જવાના છો? એ બધુ સાથે લઈ જવા માટે જ ભેગું કરતાં લાગો છો ને? નહી તો પછી આટલો બધો પ્રજા પર અનાચાર કરવાની શી જરૂર છે?
તેથી મને થયું કે આટલી દોલત ની સાથે મારા આ સો કાંકરા તમે
સાથે ત્યાં લઈને આવજાે, તો એમાં તમને શો ભાર પડવાનો છે?
સારૂ ત્યારે તમે આ સો કાંકરા પણ સાથે લાવશો ને?
ગુરૂનાનક દેવના આવા મર્માળા વચનો સાંચળીને ખલીફાની સાન ઠેકાણે આવી અને ગુરૂનાનક દેવ ને ચરણે પડયો અને તેજ ક્ષણથી સધળી ધન-સંપતિ ગરીબ પ્રજાને ખેરાત માં આપવા માંડી.
કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.