જેવું કરશો એવું ભરશો

કલરવ
કલરવ

નેપોલિયને વિશ્વ વિજેતા બનવાના સ્વપ્ના જાેયા હતા પરંતુ આવા મહત્વાકાંક્ષી પુરૂષને વાઈસ એડનીરલ હોરેથિયો નેલ્સને ટ્રાફલગરના યુદ્ધમાં ધુળ ચટાવી હતી. નેપોલિયનના દિવ્ય સ્વપ્નને ભંગ કરી બ્રિટનને નૌકાશક્તિના રૂપમાં સૌથી વધુ શક્તિશાળી દેશ બનાવી લીધો હતો.આવા પુરૂષની જીંદગીમાં અનેક ચઢાવ ઉતાર એક સુંદર યુવતીના કારણે આવ્યા હતા.આ યુવતી સાથે અતુટ પ્રેમ બાંધ્યો હતો અને એ યુવતી પણ નેલ્સન પર ફીદા હતી.
વાઈસ એડમીરલ નેલ્સન ઈંગ્લેન્ડના જાંબાઝ બહાદુર નૌકાસેનાનો એક સૈનિક હતો.એનું વ્યક્તિત્વ આકર્ષક અને પ્રતિભાવાન હતું એની યુદ્ધક્ષેત્રમાં વ્યૂહ રચનાથી દુશ્મનો પણ દંગ રહી જતા હતા.
વાઈસ એડમીરલ નેલ્સનની પત્નીનું નામ ફૈબી હતું તે ખુબ જ સુંદર અને કુશળ ગૃહિણી હતી.બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો પરંતુ એકવાર નેલ્સનના જીવનમાં એવો વળાંક આવ્યો કે સૌ એના વ્યવહારથી ચકીત થઈ ગયા.તેઓ ઈમાલીટન નામની એક યુવતીના પ્રેમમાં એવા અંધ બની ગયા હતા કે તેમને એ બંધનમાંથી મુકત કરવા ઘણા જમુશ્કેલ હતા.
ઈમા વિલીયમ નામના વ્યક્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી હતી.મિલ્ટન ઈમાથી ઉંમરમાં ઘણા જ મોટા હતા.તેઓ નેલ્સનના દરબારમાં સ્પેનના રાજદુત હતા. નેલ્સન નીલના યુદ્ધમાં નેપોલીયનની સેનાઓને હરાવીને જયારે નેપલ્સ પહોંચ્યો ત્યારે ત્યાં તે પોતાના જહાજાેના સમારકામ માટે રોકાયો.આ સમયગાળામાં ફરીથી ઈમા સાથે એની મુલાકાત થઈ.બંને ખૂબ જ ભાવવિભોર બની ગયા.નેપલ્સના દરબારમાં નેલ્સનની વીરતા અને સાહસને માટે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નેલ્સને પોતાના પ્રેમનો અહીંયા એકરાર કર્યો. ઈમા પણ ખુશીથી ગદગદ થઈ ઉઠી.આ યુદ્ધમાં નેલ્સન પોતાનો જમણો હાથ અને જમણી આંખ ગુમાવી ચૂકયો હતો.તેમ છતાં ઈમાના મનમાં નેલ્સન પ્રતિ અપાર પ્રેમ હતો.
ઈમા પ્રત્યે નેલ્સનનો પ્રેમ એટલો પ્રગાઢ હતો કે બે વરસ સુધી તેઓ એકબીજાથી વિખુટા પડવાનું નામ નહોતા લેતા.આ બંનેના પ્રેમમાં ઈમાનો પતિ વિલીયમ હૈમિલ્ટન પણ વચ્ચે આવવા માંગતો નહોતો.
નેલ્સન ઈમાના પ્રેમમાં એવો ડુબી ગયો કે તે પોતાનું કર્તવ્ય પણ ભુલી ગયો.એના આ વ્યવહારથી એના બધા જ અધિકારીઓ નારાજ થયા હતા.છેવટે નેલ્સનને બ્રિટન બોલાવી લીધો પરંતુ આ શું ? નેલ્સન ઈમાને પોતાની સાથે લઈને બ્રિટન આવ્યો આના કારણે વિલીયમ હેમિલ્ટન નેલ્સનથી ઘણો જ નારાજ હતો આમેય તે નેલ્સનની ધૃણા કરતો હતો.
ઈમાની બેવફાઈથી હેમિલ્ટને એને છોડી દીધી. હેમિલ્ટને લાખ પ્રયત્નો કર્યા કે ઈમા વફાદાર રહે પરંતુ તે પ્રયાસમાં સફળ ના થયો.અંતે હેમીલ્ટન એટલો બધો તૂટી ગયો કે છેવટે એના પ્રાણ ઉડી ગયા.હેમિલ્ટનનું મૃત્યુ ઈમા માટે વરદાન સાબીત થયું. હવે તે મોટા ભાગે નેલ્સનની સાથે જ રહેતી હતી. નેલ્સને ઈમાને માટે એક શાનદાર ઘર ખરીદ્યું. હવે બંનેએ ઘરમાં સ્વચ્છંદ થઈને રહેવા લાગ્યા. એવામાં ઈમાએ પોતાની પુત્રી હોરેથિયાને પોતાની પાસે બોલાવી લીધી.નેલ્સનના વ્યવહારથી બ્રિટનમાં જનતા બે ભાગમાં વ્હેંચાઈ ગઈ.એક વર્ગ નેલ્સનને વિજેતાના રૂપમાં એની પ્રશંસા કરતો હતો.જયારે બીજાે વર્ગ ઈમા સાથેની રંગરેલીયાના કારણે એની આલોચના કરતો હતો.ઈમાના કારણે નેલ્સનને કેટલીય વાર દરબારમાં અપમાનીત થવું પડેલું તેમ છતાંય તે ઈમાના પ્રેમમાં ગળાડુબ રહેતો હતો.
નેપોલીયને યુદ્ધના નગારા વગાડયા. જેના કારણે નેલ્સન સ્પેનીશ બેડા લઈને નેપોલીયનને રોકવાને માટે અંગ્રેજી ચેનલની તરફ ચાલી નીકળ્યો. અંગ્રેજ સેનાએ નેલ્સનના નેતૃત્વ હેઠળ નેપોલીયનનો જાેરદાર મુકાબલો કર્યો.ભયંકર યુદ્ધ થયું.આ યુદ્ધમાં બ્રિટનનો વિજય થયો પરંતુ નેલ્સને પોતાના પ્રાણ ગુમાવ્યા.મૃત્યુ બાદ નેલ્સનની ચારે બાજુ પ્રશંસા થઈ.નેલ્સનના મૃત્યુના સમાચાર જાણીને ઈમા ઘણી જ દુઃખી થઈ.નેલ્સન પ્રત્યે પ્રજામાં પ્રેમ હતો પરંતુ ઈમાને ઓળખવાનો ઈનકાર કરી દીધો.ઈમા પોતાની મદદને માટે ચારેબાજુ દોડતી રહી પરંતુ કોઈને એની પર દયા ના આવી એટલે સુધી કે નેલ્સને જયારે પોતાના મૃત્યુ બાદ ઈમાને પેન્શન આપવાની વાત સમ્રાટને કહી હતી ત્યારે પણ નેલ્સનની પ્રાર્થના પર કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નહોતું પરંતુ નેલ્સનની પત્ની ફૈબી અને એના ભાઈને સમ્રાટે મદદ કરી હતી.
અંત સમયમાં ઈમા અનાજના એક દાણા માટે આમતેમ ફરતી હતી.હવે તેને તેનો પતિ યાદ આવ્યો જેને તેણે દગો કર્યો હતો અને છેવટે તે એ જ હાલતમાં મૃત્યુ પામી. -કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.