જુઠી મદદ

કલરવ
કલરવ

એક ગામમાં શ્યામ નામનો એક કઠીયારો રહેતો હતો. તે દરરોજ વહેલી સવારે પોતાના ઘેરથી નીકળી પડતો અને પાસે આવેલા જંગલમાં જતો અને ત્યાં આખો દિવસ મહેનત કરીને લાકડા કાપતો અને પછી સાંજ પડતાં તે લાકડા લઈને બજારમાં જતો અને ત્યાં લાકડાને વેચી દેતોહતો. લાકડાં વેચતાં જે કમાણી થતી એનાથી તે પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
શ્યામ ખુબ જ મહેનતુ અને ઈમાનદાર હતો. તે કયારેય જુઠું બોલતો નહોતો. તે દરરોજ એક જંગલમાંથી લાકડા કાપતો હતો. એટલે એ જંગલના બધા જ પ્રાણીઓ એને ઓળખી ગયા હતા. તેઓ એને કયારેય પરેશાન કરતા નહોતા. શ્યામે એ જંગલમાં એક ઝુંપડી બનાવી લીધી હતી. એમાં એક ખાટલો મુકી રાખ્યો હતો. જ્યારે પણ તે કામ કરતા થાકી જતો ત્યારે તે ઝુંપડીમાં આરામ કરી લેેતો હતો.
એક સવારે જ્યારે તે લાકડા કાપી રહ્યો હતો ત્યારે એક વરૂ દોડતું દોડતું એની પાસે આવ્યું. તે ખુબ જ ગભરાયેલું હતું. એણે શ્યામને કહ્યું કે તે એેને પોતાની ઝુંપડીમાં છુપાવી દે જેથી એક શિકારી પોતાના કુતરાઓની સાથે એનો પીછો કરી રહ્યો છે. જાે શિકારીએ એને જાેઈ લીધું તો પછી તે જરૂરથી એને મારી નાખશે. શ્યામને વરૂ ઉપર દયા આવી અને તેણે ઝુંપડીનો દરવાજાે ખોલી આપ્યો અને વરૂ પેલા ખાટલાની નીચે જઈને સંતાઈ ગયું.
વરૂના છુપાઈ જવાના થોડી વાર પછી એક શિકારી પોતાના કુતરાઓ સાથે ત્યાં આવી પહોંચ્યો. એના હાથમાં એક બંદુક હતી. અને એના કુતરા પણ ભયંકર લાગતા હતા. તેઓ લગાતાર પોતાની પુંછડી હલાવી રહ્યા હતા અને જાેરજાેરથી ભસી રહ્યા હતા.
શ્યામને ત્યાં લાકડા કાપતો જાેઈને શિકારીએ વિચાર્યું કે જરૂર આ વ્યક્તિએ વરૂને જાેયું હશે. એટલે શિકારીએ પુછયું, એક વરૂ અહીંથી ભાગતું આવ્યું હતું.. શું તે એને જાેયું છે ખરૂં ?
હા જાેયું છે ? શ્યામે જવાબ આપ્યો.
તે કઈ દિશામાં ગયું છે તે મને જલદીથી બતાવ.. શિકારીએ પુછયું. શિકારીનો પ્રશ્ન સાંભળીને શ્યામ તો મુશ્કેલીમાં પડી ગયો. તે વરૂના પ્રાણ બચાવવા માગતો હતો અને તે એકદમ જુઠ બોલવા પણ નહોતો ઈચ્છતો.. એણે હાથથી પોતાની ઝુંપડીની તરફ ઈશારો કરતાં કહ્યું, હું તો લાકડાં કાપવામાં વ્યસ્ત હતો એટલે એ નહીં બતાવી શકું કે વરૂ કઈ દીશામાં ગયું છે ?
શિકારી વારંંવાર શ્યામને વરૂ વિશે પુછી રહ્યો હતો અને શ્યામ પોતાના હાથ દ્વારા ઝુંપડીની તરફ ઈશારો કરતો રહ્યો. શિકારીએ શ્યામના ઈશારાનો અર્થ સમજી ના શકયો અને કંટાળીને છેવટે તે ત્યાંથી ચાલ્યો ગયો.
શિકારી જયારે દુર ચાલ્યો ગયો અને એના કુતરાઓનો અવાજ સંભળાતો બંધ થયો ત્યારે ખાટલા નીચેથી વરૂ બહાર આવી ગયું. અને તે બહાર જવા લાગ્યું.
એને જતું જાેઈને શ્યામ એને પાછું બોલાવીને પુછયું, અરે મેં એ શિકારીથી તારા પ્રાણ બચાવ્યા અને તું તો ચુપચાપ ચાલ્યો જ જાય છે.. મારો આભાર તો માન..!
શ્યામની વાત સાંભળીને વરૂ બોલ્યું જાે તે સાચા મનથી મારા પ્રાણોની રક્ષા કરી હોત તો હું તારો ધન્યવાદ અવશ્ય માનત. હું ખાટલા નીચે પડયો પણ તારી બધી જ વાતો સાંભળતો હતો. તું જે કાંઈ પણ કરી રહ્યો હતો તે હું જાેઈ રહ્યો હતો.તું મોં દ્વારા તો મને બચાવવાની કોશીશ કરી રહ્યો હતો પણ તારા હાથો મને પકડવા ઈચ્છતા હતા. હવે તું જ બતાવ કે હું શું કરૂં ? જાે હું તારા મોંને ધન્યવાદ આપું તો મારે તારા હાથને પણ સજા આપવી પડે.વરૂના ઉત્તર પાસે શ્યામ છોભીલો પડી ગયો. કંઈ પણ બોલ્યા વગર લાકડા કાપવા લાગ્યો અને વરૂ પોતાના રસ્તે આગળ વધી ગયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.