જમના શેઠાણીનાં ઝાડ

કલરવ
કલરવ

જમના શેઠાણી હતા, ધનવાન હતા, નગરમાં ઠીક ઠીક પ્રમાણમાં ઘર ધરાવતા હતા. ઘરની આગળના ભાગમાં ખુલ્લી જગ્યા હતી અને એ ખુલ્લી જગ્યામાં ચીકુડીનાં બે ઝાડ હતા.જમના શેઠાણીના પતિને નગરમાં અનાજની દુકાન હતી અને સારી નીતિના લીધે બધુંય રાબેતા મુજબ હતું. ના એમને પૈસાની ખોટ હતી ના અન્ય કોઈ વાતની. હા, ખોટ હોય તો માત્ર સંતાનની.. પણ શેઠ શેઠાણીએ એ વાતનો રંજ હૈયામાં ભર્યો ન હતો. મન પ્રભુ ભÂક્તમાં વાળી દીધું હતું.
એક દિવસ જમના શેઠાણીને થયું. આ ઘર નાનું પડે છે એને જા મોટું કરાવ્યું હોય તો નગરમાં વટ પડે. એમણે પતિને વાત કરી સંતોષી સ્વભાવના શેઠે કહ્યું, ‘શું જરૂરત છે ? વટ પાડવામાં…હું નથી માનતો.. બાકી જમના તારી મરજી..’
શેઠે કહ્યું પણ શેઠાણીનું મન ન માન્યું. એમણે તો ઘર મોટું બનાવવાનું નક્કી કરી દીધું. તેઓ વિચારવા લાગ્યાં.. ઘરને કેમ કરીને મોટું કરવું ? જા કે આ વાતને એમણે મનમાં જ રાખી પણ ઘર મોટું કરવાના વિચારોને છોડયા નહીં દિવસોના દિવસો પસાર થતા ગયા. કશું નક્કર ના.. થયું.. સમય એના ક્રમમાં રહ્યો..એક રાત્રે જમના શેઠાણીને સપનું આવી ગયું, ઘર મોટું કરવાના મામલે એમાં ચાર કઠીયારા આવ્યા. જમના શેઠાણીએ એમને સુચવ્યું..ચીકુના બે ઝાડ કાપી નાખો.. એ જગ્યા થાય ત્યાં..આ જુનું ઘર લંબાવીને મોટું બનાવવું.. એમાં બે રૂમ વધે..
શેઠાણીને સપનું આવ્યું.
વહેલી પરોઢનું સપનું.. જમના શેઠાણી જેવાં જાગ્યાં એવાં જ આંખો ચોળીને વિચારવા લાગ્યા. મને આવું સપનું આવવા પાછળનો એટલો જ અર્થ કે મને આખો દિવસ ઘર મોટું બનાવવાના વિચારો આવે છે.. એ સિવાય બીજું કાંઈ નહીં..
એમણે સવાર સવારમાં પૂજાપાઠને પતાવ્યા બાદ શેઠને કહ્યું..શેઠ હસ્યા..કહેવા લાગ્યા… ‘તું આખો દિવસ ઘરના વિચારો કરે છે.. એઠલે આવું સપનું આવ્યું હોય. બાકી કહ્યું નહીં.. અને આવાં સપનાં તો આવતાં રહે..
શેઠે જમના શેઠાણીની ઝાઝી વાત ન સાંભળી.. એ તો ચા નાસ્તો કરી પોતાના ધંધે જવા રવાના થઈ ગયા.સહેજ તડકા ચડયા..જ્યા ચીકુડીનાં ઝાડ હતાં. ત્યાં આવ્યાં.. ચીકુડીના બેય ઝાડની સામે જાયું.બેય ઝાડઘટાદાર હતા. ત્યાં તો એમનો પગ. જમીન પર પડેલા અને પાકીને કુદકુદી ગયેલા એક ચીકુ પર પડયો. કાયમ માટે કાળી સપાટો પહેરી રાખનારાં જમના શેઠાણીનો પગ બગડયો.કશીક ચીડ આવી એ સાથે જ એમની નજર ચીકુડીના ઝાડ નીચે અત્ર તત્ર ગઈ. પંખીઓએ અર્ધ ખાધેલાં કંઈ કેટલાય ચીકુ નીચે પડયો હતો.
આમે સપાટો વગર પગ બગડયો હોઈ ગુસ્સો તો હતો જ. એમાં નીચે પડેલાં અને નફામાં ચીકુના ફળો જાઈ વધારો થયો..એ પછી વૃક્ષ પર જાયું. પોપટ હતા, કાબરો અને વળી કાગડા હતા. એક તરફ ચકલીઓ ચકાચકના મુડમાં હતી. એકાદ બે પંખીઓ કોઈપણ જાતની ક્રિયા વગર બેઠા હતા.
જમના શેઠાણીએ જાયું.
ઝાડ કપાવી નાખ્યાં હોય તો આવો બધો કલબલાટ મટે અને ઘર મોટું કરવાનો માર્ગ મોકળો થઈ જાય.
જમના શેઠાણીએ વિચાર કરી લીધો પછી ઘરમાં આવ્યા વળી પાછું મનમાં થઈ ગયું. હું કદી ચીકુડીને ચીકુ ખાતી નથી નફામાં કચરો વેઠવાનો.. અને વાંદરાની ટોળી જે સમયે આવે છે ત્યારે ધમાધમ મચાવીને એ છાપરાં તોડછે. એમની ધમાધમીથી છુટવાને માટે મારે લાકડી લઈને બહાર આવવું પડે છે… આ બધી પીડા શેઠ કયાં જાણે છે ?
બીજા દિવસે શેઠ દુકાને ગયા કે જમના શેઠાણીએ નક્કી કર્યું હતું એ મુજબ ચાર કઠીયારાઓને બોલાવ્યા.
સવારના આઠ નવ વાગે કઠીયારાઓ આવી ગયા. શેઠાણીએ કઠિયારાઓને બપોરના બે સુધીમાં બેવૃક્ષોને કાપી નાખવાનું કહ્યું હતું. કેમ કે શેઠ બપોરે બે વાગે જમવા આવવાના હતા એ આવે એ પૂર્વે સઘળું તમામ થઈ ગયું હોય.એકદમ સાફ થયું હોય.
આ તરફ કઠીયારા ચાર મોટા કુહાડાને ચાર મોટા રાંઢવા (દોરડા) લઈને આવ્યાં. જમના શેઠાણીએ ચીકુડીના બે વૃક્ષો જે કાપી નાખવાના હતા એ બતાવ્યાં.
ઓ કઠિયારાએ પૂછયું.. હા…
અને કઠીયારાઓએ ઉપર જાયું ઉંચે જાયું.. પંખીઓ હતા.. કલરવ કરતા હતા. માળા હતાં.. બચ્ચાં હતાં..
ને બીજી જ પળે એ વૃક્ષોને કાપ્યા વિના કઠીયારા ચાલ્યા ગયા. જમના શેઠાણી એ બધું સમજી ગયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.