જગલાનું ઉત્તમ કાર્ય

કલરવ
કલરવ

ઉરો ઉંદરનો પુત્ર અજા એક સવારે વનમાં આવેલા તળાવના ઓટલે બેઠો હતો. શનિવારનો એ દિવસ અને વનના પ્રાણીઓના બચ્ચાં શાળાએ જઈ રહ્યા હતા. કોઈના ખભે દફતર હતું. કોઈના હાથે પેટી હતી. એકાદ બે જણાએ બગલથેલો લીધો હતો.
અજાની નજર ગઈ. ઘણાના પગમાં સરસ બુટ હતા. ચમકીલા બુટ ચૂ ચૂ કરતા બુટ હતા.
અજાને એ બધું જાવાની મજા પડી હતી.
નિશાળે જતાં એ બાળકો મજાક મસ્તી કરતા. શાળાએ જતા હતા. જાકે સૌની ચાલવાની ગતિમાં બરોબરની ઝડપ હતી.
અજાને થયું.. આ બધાં આમ કયાં જતાં હશે ? એના મનમાં પ્રશ્ન ઉભો થયો. થોડીક મીનીટ પસાર થઈ.
એણે ઉભા થઈને સામે મદનિયું આવ્યું તો એણે મદનીયાને પ્રશ્ન પુછયો. મદનિયા સાથે એને થોડી ઘણી દોસ્તી હતી એ ટાણે બંને જણા વનમાં આવેલાં આંબલીના ઝાડ પાસે બંને જણ ભેગા થઈ ગયેલા ત્યારે અજાએ મદનિયાને કહેલું ‘મદન મમ્મુ મને થોડાક કાતરા ખાવાનું મન થયું છે ઉતારી આપોને..? એ પછી તરત જ મદનિયાએ પોતાની સુંઢથી થોડાક કાતરા ઉતારી આપ્યા હતા. બસ ત્યારથી દોસ્તી મંડાણી હતી.
આજે મદનિયું રસ્તામાં મળ્યું. અજાએ જઈને પૂછયું, આ સવાર સવારમાં તમે બધાં કયાં જાઓ છો ? મારે તમારી સાથે આવવું છે..મદનિયાએ કાન હલાવ્યા પછી સૂંઢને ઊંચી કરતાં કહે, અમે તો શાળાએ ભણવા જઈએ છીએ ત્યાં અમારૂં નામ નોંધાયેલું છે. એટલે જઈએ છીએ ત્યાં અમને જુદા જુદા વિષયનું શીખવાડે છે.. મદનિયાએ કહ્યું.
મારે આવવું છે શીખવું છે ? અજાએ કહ્યું.
એમ ના અવાય.. શાળામાં દાખલ થવું પડે. મદનિયાએ જણાવ્યું..એ બધી વાતો પછી અજોને જાણવા મળ્યું કે.. શાળામાં દાખલ થવા ભણવા માટે ફી ભરવી પડે.ચોપડીઓ નોટો લઈને જવું પડે. સારાં કપડાંને પણ પહેરવા પડે. શાળાના બુટ મોજા વિના તો ચાલે નહીં ને એ બધા માટે ખર્ચા થાય.
અજાએ જાણ્યું, છતાંય એ તો બપોર ટાણે ઘેર આવ્યો એની માએ શનીવાર હોવાથી અડદની દાળ.. બાજરીના રોટલા અને તળેલાં, મોળાં મરચાં બનાવ્યાં હતાં..
એની માએ બહારથી આવેલા અજાને જાઈને જમી લેવા કહ્યું.
પણ અજાએ ના પાડી. બસ એક જ વાત એણે જણાવી..મારે ભણવું છે
મા.. શાળામાં મારૂં નામ દાખલ કરાવી દે.. મારા માટચોપડીઓ અને નોટો બજારમાંથી લાવી દે.. નવાં કપડાં અને બુટમોજા લાવી દે.. દફતર પણ લાવી દે… અજાએ કહ્યું એ સાથે એની મા ચોંકી ઉઠી.. એની આંખો ચકળ વકળ થઈ ગઈ. એ બોલી, ગામના છોકરાં તો ભણવા છો જાય પણ આપણી ઉંદરોની જમાતમાં કોઈ ગયું નથી. ભાણીને શું ભમેડો ફેરવવાનો છે ? વાસ્તવમાં અજાની માને શિક્ષણ પર ચીડ હતી. એને પાકી ખબર હતી. ગમે તેટલું વધુ કે જા ઓછું ભણો અને બિલાડ બંધુની ઝપટે ચડી જવાનું છે.. કયાંક માણસે ગોઠવેલા પાંજરામાં જ પકડાઈ જવાનું છે. માએ કહ્યું,
એકદમ સાચી વાત.. પણ અજા માન્યો નહીં.. બસ એક જ રટ લઈને બેઠો કે બસ મારે શાળાએ જઈને ભણવું છે. એક જજાતની માગણીથી અજાની માનો ગુસ્સો છેક આકાશ સુધી પહોંચી ગયો તો પણ એણે પોતાની પર સંયમ રાખ્યો. આખરે એક મા હતી પોતાના સંતાન માટે સ્નેહ પ્રેમ તો હોય જ ને.. એટલે એણે વાસ્તવિકતા.. સચ્ચાઈ બતાવવાનો પ્રયાસ પણ કરી જાયો. અજાના માથે હાથ ફેરવ્યો પણ..પણ અંગ્રેજાએ માતાનો પ્રેમાળ હાથ એક જાતના તિરસ્કાર સાથે હટાવી દેતા એ જ રટ હતી એ રજુ કરી.
બસ મારે ભણવું છે.. માર

શાળાએ જવું છે..
બધાં છોકરાં જાય છે એકલો હું નથી જતો..
અજાએ બરાબરની રટ લીધી. બસ ભણવું છે. ભણવું છે.. અને મારે શાળાએ જવું જ છે..ત્યાં તો અજાની મામા ગુસ્સો તો હતો જ પણ એ કાબુ બહાર થયો અને અજાને બરમબરનો ટીપી નાખ્યો. પછી ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુકી બારણું બંધ કરી દીધું.
આ તરફ અજા ઘરના ઓટલા પર બેઠો બેઠો રડવા લાગ્યો. વાસ્તવમાં અજાની મા પાસે એટલા પૈસા ન હતા કે ભણવાનો ખર્ચ કરી શકે.
ત્યારે પાસેના ઝાડ પર બેઠેલા જગલા વાંદરા રડતા અજાને પુછીને બધું જાણ્યું.. એને દુઃખ થયું પૈસાના અભાવે કોઈ ભણે નહીં. એ કેમ ચાલે ? એ નીચે આવ્યો. બારણું ખખડાવી અજાના ઘરમાં ગયો.. પોતાની વાત કહી પૈસા રાખવાની.. બધી તૈયારી કરી..
અજા રાજી થયો એની મા રાજી થઈ.
ત્રણ દિવસ પછી અજા શાળાએ જવા માટે નીકળ્યો મારગમાં.. શાળામાં બધા મિત્રો મળ્યા.. અજાને ભણવાની મજા પડી ગઈ.
જંગલમાં સૌએ જગલા વાંદરાના સારા કામની વાહ વાહ કરી…

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.