ચાલાક ચકલીનું બચ્ચું

કલરવ
કલરવ

એક હતો ચકલો અને એક હતી ચકલી.બંને જણા એક વડના ઝાડ પર માળો બાધીને રહેતા હતા. ચકા અને ચકલીને એક સુંદર બચ્ચું હતું. તે ઘણું જ પ્યારૂ હતું થોડા દિવસો બાદ ચકો-ચકલી તે બચ્ચાંને ઉડતા શિખવાડતા હતા.
ઉડતાં ઉડતાં અચાનક ચકલીનું બચ્ચું જમીન પર ગબડી પડ્યું. એ જ ક્ષણે એક ગાયે છાણ આપ્યું જે ચકલીના બચ્ચાંની પાંખ પર પડ્યું હવે ચકલીનું બચ્ચું ઉડવા માટે લાચાર બની ગયું . કારણ કે ગાયનું છાણ ચકલીના બચ્ચાંની પાંખ પર પડવાથી તે ભારે થઈ ગયેલ.
ચકો અને ચકલી બંને જણા પોતાના બચ્ચાંની હાલત જાેઈને પરેશાન થઈ ગયા. બંને જણા મદદને માટે આજુબાજુ જાેવા લાગ્યા.
એક ચાલાક કાગડાની નજર એની પર પડી. કાગડો લાલચમાં ફસાઈને તે ચકલીના બચ્ચાંને મારીને ખાઈ જવાની યુક્તિ વિચારવા લાગ્યો.
કાગડો થોડુંક વિચારીને તે ચકા-ચકી પાસે આવ્યો. અને કહ્યું. “હું તમારા બચ્ચાંની પાંખ પરથી છાણ હટાવીને સાફ કરી શકુ તેમ છું”
“કેવી રીતે”
“તમારા આ બચ્ચાંને મારી પીઠ પર બેસાડી દો હું એને લઈને નદી કિનારે જઈને નવડાવીને પાછુ લઈને આવશ.”
ચકો-ચકી બોલ્યાં “અમે પણ તમારી સાથે જ આવીયે છીએ.”
“અરે એમાં પરેશાન થવાની જરૂર નથી.” પણ ચકો-ચકી માન્યા નહી.
જ્યારે કાગડો ચકલીના બચ્ચાંને લઈને નદીએ જતો હતો ત્યારે ચકો-ચકી પણ સાથે ગયા.બંને જણાને કાગડાની દાનતમાં ખોટ દેખાતી હતી.
જ્યારે કાગડો ચકલીના બચ્ચાંને નવડાવી રહ્યો હતો ત્યારે ચકા-ચકીએ ગીતો ગાઈને પોતાના ઘણાં બધા સાથીદારોને ભેગા કરી લીધા.
થોડીવારમાં કાગડો ચકલીના બચ્ચાંને નવડાવીને બહાર લાવ્યો અને બોલ્યો“હવે હું તેને પાછુ જ્યાં મેદાનમાં હતું ત્યાં મૂકીને આવું છું.” ચકો બોલ્યો “ પહેલા એની પાંખો તો સૂકાવા દો”
“ સારૂ ત્યારે ” કાગડો બોલ્યો.
થોડીવાર પછી કાગડો બોલ્યો “હવે તો એને મુકી આવું ને ”
“ના હજી પાંખો નથી સૂકાઈ” આ સમયે ચકા-ચકીએ પોતાની ભાષામાં પોતાના બચ્ચાંને સમજાવી દીધું કે જેવી પાંખ સૂકાય એટલે એકદમ બધાની સાથે ઉડી જજેે મારી સખીઓ તને ઘેરી લેશે અને તુ બચી જઈશ.”જ્યારે બચ્ચાંની પાંખ સૂકાઈ ગઈ એટલે કાગડો બોલ્યો “હવે તો પાંખો સૂકાઈ ગઈ છે.” પરંતુ ચકલી બોલી હજી પાંખો નથી સૂકાઈ એવું કરીએ પાંદડાનો પંખો બનાવીને જલ્દીથી પાંખો સૂકાવી દઈએ.”
કાગડો તો ચકલીની વાતોમાં આવી ગયો. અચાનક બચ્ચાંની પાંખો સૂકાયેલી જાેતાંજ ચકલીએ બચ્યાંને ઈશારો કરતાં કહ્યું એક…બે…ત્રેણ…બસ બધી જ ચકલીઓ ઝડપથી આકાશમાં ઉડી ગઈ જેમાં ચકલીનું બચ્ચું પણ હતું. બધાની સાથે ચકો-ચકલી પણ ઉડીને આકાશમાં ઉડવા માડ્યાં.
આમ હાથમાં આવેલો શિકાર છટકી જતાં કાગડો કા…કા… કરતો હાથ મસળતો રહ્યો. કમલેશ કંસારા

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.