ચતુર ખેડુત

કલરવ
કલરવ

ઘણાં વરસો પહેલાંની વાત છે. કોઈ એક ગામમાં એક ખેડુત રહેતો હતો.તેના પરિવારમાં એની એક પત્ની અને સંતાનમાં એક બાળક હતો. જેનું નામ મોહન હતું ખેડુત ખુબ જમહેનતુ અને ઈમાનદાર હતો. એની પત્ની એને ખેતીના કામમાં મદદરૂપ થતી હતી. તેઓ કઠીન મહેનત અને સુઝબુઝથી ખેતી કરીને સુખી હતા. જ્યારે એમનો પુત્ર મોહન આળસુ અને કામચોર હતો.
ખેડૂત દંપતિ પોતાના આ એકના એક પુત્રના વ્યવહારથી ખુબ ચિંતીત હતા. તેઓ વિચારતા હતા કે જાે ભવિષ્યમાં એમનું મૃત્યુ થઈ જશે તો આ પુત્રનું શું થશે ? તેઓ એને દરરોજ સમજાવતા હતા. પરંતુ પુત્ર મોહન તેમની કોઈ જ વાત માનતો નહોતો. મોહન મહેનતથી દુર ભાગતો હતો. છેવટે મોહનના માતા પિતા અંતે હારી ગયા અને એને એના ભાગ્ય પર છોડી મુકયો.
એક દિવસ ખેડૂત પોતાના પુત્ર મોહનને જંગલમાં એકલો લાકડી લેવાને માટે મોકલ્યો. જ્યારે પુત્ર મોહન જવા લાગ્યો ત્યારે ખેડૂતે કહ્યું, ‘બેટા ! ગાડી ભરીને લાવજે અને રસ્તામાં જાે કોઈ પરેશાની આવે તો સહેજ પણ ગભરાઈશ નહીં આવશ્યકતા તારી મદદ કરશે.’
ત્યારબાદ મોહન તો ચાલ્યો ગયો પરંતુ જંગલમાં જઈને તે તો રમવા લાગ્યો. બપોર પછી તેને લાકડાનું ધ્યાન આવ્યું અને તે ફટાફટ લાકડા વીણવા લાગ્યો અને ગાડી ભરી દીધી પરંતુ તેણે ઉતાવળમાં અડધી જ લાકડાઓથી ગાડી ભરી એણે તે પુરતી માનીને ત્યાંથી ચાલી નીકળ્યો.
રસ્તામાં જ તેની ગાડીનું પૈડું તુટી ગયું તેને તરત જ પોતાના પિતાની વાત યાદ આવી. એટલે તેણે બેઠા બેઠા જ સાદ પાડયો કે ‘આવશ્યકતા કાકી…જલદી આવો અને ગાડી ઠીક કરી દો..’
થોડી વાર પછી ફરીથી તે ઉભો થઈને પોકારવા લાગ્યો પરંતુ ઘણા સમય બાદ પણ કોઈ તેની ગાડી ઠીક કરવા ન આવ્યું. ધીરે ધીરે સાંજ પડવા આવી. અંધારૂં થતું ગયું હવે મોહનને ડર લાગવા માંડયો.
તે નીચે ઉતર્યો અને ગાડીમાંથી લાકડા લઈને પંેડાના તુટેલા ભાગનો આકાર કુહાડીથી બનાવી દીધો. પછી તેણે તે પૈડામાં બરોબર બેસાડીને ઠીક કરી દીધું. ત્યાર બાદ મોહન બળદગાડું લઈને ચાલવા માંડયો.
આ બાજુ ગામમાં અંધારૂં થતાં મોહનના માતા પિતાને ચિંતા થવા માંડી. તેઓ સામે તેને જાેવાને માટે નીકળ્યા. જેવા તેઓ ઘરની બહાર નીકળતા હતા ત્યાં જ મોહન સામેથી આવતો દેખાયો. પિતાએ પુછયું, ‘બેટા ! ઘણીવાર લગાડી દીધી !’
મોહને કહ્યું ‘પિતાજી ! આવતી વખતેપૈડું તુટી ગયું એટલે મેં આવશ્યકતા કાકીને મદદ માટે બુમ પાડી પરંતુ તે ન આવી. મેં જ પૈડાને ઠીક કરી દીધું.. એટલે મને આવતાં વાર લાગી.
‘પિતાએ કહ્યું શાબાશ મારા પુત્ર શાબાશ ! બેટા, આવશ્યકતા ખુદ આવીને કોઈને મદદ નથી કરતી. તે તો બધાને પોતાનું કામ જાતે કરવાનું શીખવાડે છે. જેમ તે જાતે જ પૈડું ઠીક કરી દીધું.’
ત્યાં જ મોહનની માતા બોલી, ‘હાં પુત્ર ! આવશ્યકતા એને જ મદદ કરે છે જે પોતાના કાર્યની ચિંતાખુદ કરે છે જે બીજાના ભરોસે બેસી રહે છે તેને કયારે પણ કોઈ જ મદદ મળતી નથી.
મોહન બોલ્યો, ‘સારૂં માતા અને પિતાજી ! આજથી હું મારા ભાગનું કાર્ય ખુદ કરીશ.’ આ સાંભળીને મોહનના માતા પિતા અત્યંત ખુશ થયા.
કમલેશ કંસારા મુ.અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.