ચંડ ગયો જેલમાં

કલરવ
કલરવ

ચંડ નામનો ચકલો હતો. ગરીબ હતો આમ તો એ સખત મહેનત કરતો પણ કંઈ ઠેકાણું પડતું નહીં. ચાર કમાઈને આવ્યો હોય તો ચોવીસની તાણ પડી જતી અને કયારેક તો કશીય કમાણી થતી નહીં ત્યારે ભુખે મરવાના દિવસો આવી જતી. નારાજ, નિરાશ થયેલા ચંડ ચકલાને એની પત્નીનો પુરો સાથ હતો એ કહેતી ગમે તેવી સ્થિતિમાં પણ હિંમત હારશો નહીં. ઈશ્વર સદાય સારૂં કરશે.. પત્નીના શબ્દોમાં.. વાતમાં જાે કે ચંડને કાંઈ ભરોસો ન હતો. એની તો એક માનસિકતા હતી. ઈશ્વર શું ધુળ સારૂં કરવાનો છે ?અહીં કંઈ કેટલા બધા છે અને દરેકને કંઈકને કંઈક સમસ્યા છે.
એ ચંડની માનસિકતા હતી. એક દિવસની.. વાત.. વરસાદ ખુબ પડયો અને એના લીધે સમસ્યા થઈ. જમવાની અને રહેવાની.. જાેકે જમવા માટે તો પાડોશી કેસવો ખીચડી શાક આપી ગયો હતો. એટલે એ તો પત્યું મારા ભૈ.. પણ એ રાત્રે ચંડે એક વિચિત્ર વાત પોતાની પત્નીને કરી.
આપણે નોટો છાપીએ તો.. ચંડે કહ્યું.
શું ? ચંડીએ પુછયું.
બેહરી થઈ છે કે શું ?.. ચંડચકલાએ એ જ વાતને ફરી વાર ધીમેથી રજુ કરી.
એટલે નોટો આપણા ઘરમાં છાપીએ એમને ?
હા.. પણ એમાં ભારે જાેખમ છે.. એ ધંધો પણ પાછો ખતરનાક છે..
ખતરનાક હોય તો હોય પણ આપણે છાપેલી એ નકલી નોટો ગામમાં ચાલશે અને.. ચંડ અટકી ગયો..
ચંડીએ એમાં પોતાની મૂક સંમતિ આપી. એ દિવસને બે ચાર દિવસ ગયો.ચંડે આખો પ્લાન બનાવી દીધો.
બીજા ચાર દિવસ ગયા…. ચંડ તો સરસ મજાના સફેદ કાગળ લાવ્યો, ઘરમાં રહેલી ધારદાર કાતરથી કાગળના ટુકડા કર્યા. પછી વિચારો કર્યા. સોની નોટ છાપવી કે બસોની..
એ અંગે પાછો બે દિવસ વિચાર કર્યો.
બસોની જાે છાપી હશે તો રૂપિયા થોડા વધારે લાગશે આ મામલે ચંડી ચકલીને પૂછયું ચંડીએ જવાબ આપ્યો, બસોની છાપો તો ભલે છાપો પણ અમુક પ્રમાણમાં જ છાપજાે..લોભના કોઈ અર્થમાં નહીં..
તું સાચું કહે છે ?પાછા બે દિવસ ગયા.
આજકાલ કરતાં કરતાં.. ખાસ્સા ચૌદ જેટલા દિવસો નીકળી હતા.
એક દિવસ ચંડ ચકલો ખોપડામાં કમ્પ્યુટર એનું પ્રિન્ટર લઈ આવ્યો.પોતાના ઘરમાં મુકયા ત્યારે ચંડીએ કહ્યું, અહીં રહે રહે આપણે છાપવાનું કામ કરીશું તે લોકો જાેઈ જશે.. પૂછાપૂછ કરશે ને આપણે કયાંક પકડાઈ જઈશંું..
તો શું કરીશું ? સવાલ આવ્યો.
નવંુ ઘર રાખો. જે બે માળનંુ હોય..કાં તો ઉપરના માળે.. કયાંક નીચે.. રાત્રીના સમયે..
વિચાર ખોટો ન હતો.. ચંડ ચંડીએ ઘર ખાલી કરવાનું કહ્યું ત્યારે ઘણાએ પણ ખરૂં.. જાેકે ચંડ ચંડીએ વ્યવસ્થિત રીતે જવાબ ન આપ્યો.
એમણે બીજે ઘર રાખતાં પહેલાં આજુબાજુનું બધું નિરીક્ષણ કરી લીધું. કોઈને કશી ખબર ન પડે.. કોઈ પૂછાપૂછ ન કરે.
પહેલા દિવસે સાંજ થઈ ગઈ.
ચંડે કોમ્પ્યુટર પ્રિન્ટર ગોઠવી દીધા. એ જ્યારે ચાલવામાં આવે ત્યારે અવાજ થાય તો શું કરવું ?એ પણ વિચારી લીધું.
પહેલી રાત્રે ચંડે બસો રૂપિયાની એક નોટની પ્રિન્ટ કાઢી. ચંડ ખુશ થયો.ચંડીએ કહ્યું, ‘ખુશ શું થતા હશો ? આ તો નકલ છે..આપણી ઈચ્છા મુજબની કયાં છે ?
‘જરા શાંત રહીશ ?’ એટલું બોલીને ચંડે પોતાની એક આંગળી હોઠ પર મુકીને ચંડીને જરા ચૂપ રહેવા જણાવ્યું અને..અને ચંડે પોતાના ચાર કાગળના ટુકડા ગોઠવ્યા. એ પછી એની પર છાપ પાડી દીધી. પછી એ નોટો જાેઈ.. પાંચમાંથી ચાર બરાબર હતી..પહેલી રાત્રે માટે પાંચ જ છાપી જાેઈએ એમાંથી કેટલી ચાલે છે પછી આગળ વાત..
બીજા દિવસે જંગલમાં ચારમાંથી ત્રણ નોટ ચાલી નઈ. એવા બુટ લીધા ચંડી માટે વસ્તુઓ અને છત્રી લીધી.
બેય જણા ખુશ થયા..
પાંચમી નોટ ખરાબ હતી.ચોથી નોટ વટાવા ગયા પણ વાસણવાળા પાસે છુટા ન હતા.
ખોટી નોટો છાપવાની ચંડ ચંડીને ખુબ મજા પડી ગઈ. એ બંનેને થયું હવે આપણને ધનવાન થતાં કોઈ રોકી શકે નહીં પણ..
પણ.. અધર્મ આખરે ધર્મ તો નથી..
ચંડ દર વખતે બસોની નોટ કાઢતો અને એ વાત જઈને કોઈકે પંખીઓના રાજા ગીધમૂલાણીને કરી.. ગીધ મુલાણીની ટુકડીએ એક મોડી રાત્રે ચંડના ઘર પર દરોડો પાડયો ને.
ને ચંડ ચંડી બેય જણાં નકલી નોટો છાપતાં રંગેહાથ પકડાઈ ગયાં.. ચંડ ચંડીએ છાપેલી નકલી નોટો પાછી ખંેચાઈ.. એ સાથે બંનેને આયખું કારાવાસની સજા ફટકારી.
બિચારા.. જેલમાં આવી ગયા..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.