ખેડુત અને તીડ

કલરવ
કલરવ

એક ખેડુત હતો.એની વાડીમાં પાકને કોઈ આવીને બગાડી જતું હતું.એ કોણ હશે એનો વિચાર કરતો એ એક દિવસ વાડીમાં ફરતો હતો. ત્યાં જ એણે તીડને જાેયું એને થયું કે મારા પાકને આ તીડ જ બગાડે છે. એટલે એણે લાગ જાેઈને તે તીડને મુઠીમાં પકડી લીધું તીડ સમજી ગયું કે હવે મુઠીમાંથી છુટી શકાશે નહીં એટલે એણે કાંઈક યુક્તિ વિચારવા લાગ્યું.
થોડીવાર રહીને તીડ બોલ્યું, ભાઈ મને એકને મારીને કાંઈ બધા તીડ ઓછા મરવાના છે ? માટે મને જવા દો.. એના બદલામાં હું તમને ત્રણ વાતો કહીશ..
ખેડૂતને થયું જાેઉં તો ખરો કે આ નાના જીવની ત્રણ વાતો શી છે ?
એ બોલ્યો, પણ તારો શો ભરોસો ? તું વાતો કહ્યા સિવાય એમને એમ ઉડી જાય તો ? તીડ કહે, અહો એમ વાત હોય તો સાંભળો.. મારી પહેલી વાત તમારી મુઠીમાં રહીને જ કહું છું, બીજી વાત હથેળી ઉપર બેસીને કહીશ અને ત્રીજી વાત સામેના ઝાડની ડાળ પર બેસીને કહીશ.
ખેડુત કહે, ભલે મને કબુલ છે..ચાલ પહેલી વાત કહી દે..
તીડ બોલ્યું, સાંભળ પહેલી વાત એ કે ડાહ્યા માણસોએ સારી ચોપડીઓમાં લખેલી વાત માનવી જાેઈએ. તીડની પહેલી વાત પુરી થઈ એટલે શરત પ્રમાણે ખેડૂતે મુઠી ખોલી..તીડ પછી હથેળી પર બેઠું.. તીડ કહે, હવે તારી બીજી વાત કહે.. તીડ કહે બધી જ સારી ચોપડીઓમાં લખ્યું હોય તે બધું જ માની લેવું નહીં. જે વાતને ડાહ્યા માણસો કબુલ કરતા હોય તે જ વાત માનવી..
બીજી વાત પુરી થઈ ખેડૂતે હવે તીડને ઉડવા દીધું એ ઝાડની ડાળી પર બેઠું અને બોલ્યું, ‘હવે છેલ્લી વાત સારા માણસો ભલે એવી ચોપડીઓની વાત કબુલ કરે. પણ જાે આપણું અંતઃકરણ એને કબુલ ન કરે તો એ વાત માનવી નહીં. આપણું અંતઃકરણ એ જ આપણો સાચો ભોમીયો છે. એટલે વિચાર કરતાં આપણને સારૂં લાગે તે જ માનવું અને જે ખોટું લાગે તેનો ત્યાગ કરવો.
હવે તીડને થયું કે લાવ જાેઉં તો ખરૂં કે મેં જે કાંઈ કહ્યું એમાંથી એ કેટલું સમજયો છે. એટલે એ બોલ્યું, હે ભાઈ, મેં તમને નાની નાની વાતો બનાવી કાઢીને છેતર્યો છે. .મારી ડાબીને જમણી કુખમાં બબ્બે તોલાના કીંમતી રત્નો છે. જાે તમે ભોળપણ છોડીને મને મારી નાખ્યું હોત તો એ બંને રત્ન તમારા હાથમાં આવત..
આ સાંભળીને જ ખેડૂતે હાથમાં ગલોલ લઈને વીંઝવા તૈયાર થયો એટલે તીડ બોલ્યું, હવે આ ફાંફા નકામા છે. .તમે નિશાન તાકશો એટલામાં તો હું ઉડી જઈશ..
આ સાંભળી તીડ હાથમાં હતું ત્યારે એને માર્યું નહીં એનો ખેડૂતને પુરેપુરો પસ્તાવો થવા લાગ્યો. એ જાેઈને તીડ બોલ્યું, ભાઈ તમે પુરેપુરા મુરખ છો. મારા આખા શરીરનું વજન કરો તો પણ તે બે તોલા ન થાય તો પછી મારા શરીરમાં એટલા વજનના રત્ન જ કયાંથી સમાય ? વળી મારા શરીરમાં રત્ન આવે જ કેવી રીતે ? બે રત્નો હું કેવી રીતે ગળી શકું ? આવી બધી વાતોનો તમને વિચાર કેમ ના આવ્યો તે એક નવાઈની વાત કહેવાય. મારી કોઈપણ વાતની તમને સમજણ જ નથી પડી.
ખેડૂતે કહ્યું તો પછી તે રત્નોની વાત કયાં જાેડી ?
તીડ કહે તારી પરીક્ષા કરવાને માટે ઈશ્વરે આપણને વિચાર કરવાની શક્તિ આપી છે.. પરંતુ માણસ એ શક્તિનો ઉપયોગ કરતો જ હોતો નથી. કોઈ જ વિશેની વાત કહે તે માની લે છે..
અંતમાં તીડ બોલ્યું તે મને જીવતો છોડયો એનો હું આભાર માનું છું. જતાં જતાં એક ઉપદેશ આપું છું કે અનેક લલચાવનારી વાતો સાંભળવા મળશે પરંતુ દરેકનો જાતે જ વિચાર કરીને અંતઃકરણને પુછીને શું કરવું કે શું ના કરવું એ નક્કી કરીશ તો તું જરૂરથી સુખી થઈશ.. આટલું કહીને તીડ ઉડી ગયું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.