કરો સેવા મેળવો મેવા

કલરવ
કલરવ

શ્રેયા અને શ્રુતિ બંને બહેનપણીઓ હતી. બંને એક જ ગામમાં સાથે રહેતી હતી. શ્રેયા ખુબ જ બુધ્ધિમાન અને પ્રત્યેક કાર્યમાં રૂચિ રાખવાવાળી હતી. જયારે શ્રુતિ એકદમ કામચોર અને આળસુ હતી.વાર્ષિક પરીક્ષાઓ પુર્ણ થતાં શ્રેયાએ મનમાં વિચાર્યું કે ચાલો દાદીના ઘેર રજા ગાળવા જઈએ.
દાદીનું ઘર ગામથી ઘણું દુર હતું જયારે શ્રેયા ઘેરથી નીકળી ત્યારે માર્ગમાં એક ગાય મળી.ગાયની ચારે બાજુ છાણ ફેલાયેલું હતું. એની પર માખીઓ બણબણતી હતી.શ્રેયાને જાેતાં જ ગાય બોલી, ‘બેટી મારી પાસેની આ જગ્યા સાફ કરી આપ જેથી હું આરામથી બેસી શકું.
શ્રેયાએ તો જલદી જલદી જગ્યા સાફ કરી દીધી અને પછી તે આગળ વધી.થોડેક દુર ગયા પછી એને એક બહુ મોટું પીપળાનું ઝાડ દેખાયું.એની નીચે ચારે બાજુ કાગળો અને કચરાનો ઢગલો ફેલાયેલો હતો. પીપળાનું ઝાડ બોલ્યું, ‘બેટી મારા છાંયડામાં ઘણા બધા વટેમાર્ગુઓ આવીને આરામ કરે છે પરંતુ આ ગંદકીના કારણે કોઈપણ અહીંયા આવતું નથી તો તું એને સાફ કરી આપીશ ?’
શા માટે નહીં ? આટલું કહેતાં જ શ્રેયાએ તો જાેત જાેતામાં પીપળાની આજુબાજુની જગ્યા ચોખ્ખી કરી નાખી. પછી તે આગળ વધી.
થોડેક આગળ જતાં એને એક પર્વત મળ્યો જેની તળેટીમાં નાની મોટી ઈંટોના ઢગલા પડયા હતા. તેણે કહ્યું, બેટી જરા આ ઈંટોના ઢગલાને ખસેડીને એક બાજુ કરને તો મને જરા સારૂં લાગે.
શ્રેયા તો જરાય થાકયા વગર ઈંટોના ઢગલાને એક બાજુ કરીને જવા આવવાનો રસ્તો સાફ કરી દીધો. શ્રેયા તો હંમેશા બીજા પર ઉપકાર કરવો એ એનું કર્તવ્ય હતું.પછી તે આગળ વધી.
સાંજ પડતાં તે પોતાની દાદીના ઘેર પહોંચી ગઈ. ઘરના બધા જ કામોમાં તે પોતાની દાદીને મદદ કરતી હતી. દાદી પણ શ્રેયાને ખુબ જ પ્રેમ કરતા હતા. થોડા દિવસ રહ્યા બાદ શ્રેયા પોતાના ઘેર જવાને માટે તૈયાર થઈ ત્યારે દાદીમાની આંખોમાં આંસુ આવી ગયા.તે બોલ્યા, બેટી તું તો હીરો છું.આવી બેટી મેળવીને હું તો ધન્ય થઈ ગઈ છું.બેટી આવતા વરસે પણ વેકેશનમાં જરૂર આવજે..આટલું કહેતાં જ દાદીમાએ શ્રેયાને ,ણી બધી કિંમતી ભેટો આપીને રવાના કરી.
પાછા ફરતા સમયે જયારે શ્રેયા પહાડ પાસે આવી ત્યારે તેણે પેલી ઈંટો જાેઈ તો તે સોનાની હતી.પહાડ બોલ્યો, બેટી તારે જેટલી ઈંટો જાેઈએ તેટલી તું લઈ જા..’ શ્રેયાએ પ્રસન્નતાપૂર્વક કેટલીક ઈંટો લઈ લીધી. પછી તે આગળ ચાલવા લાગી. પેલા પીપળાના વૃક્ષે પોતાની કરેલી સેવા બદલ શ્રેયાને સુંદર મજાનાં વસ્ત્રો આપ્યા.
ત્યારબાદ તે આગળ ગઈ જ્યાં એને રસ્તામાં ગાય મળી.જેની એણે સેવા કરી હતી.ગાયે કહ્યું બેટી તું મને અને મારા આ વાછરડાને તારી સાથે તારા ઘેર લઈ જા.
શ્રેયા તમામ વસ્તુઓ લઈને પોતાના ઘેર પાછી ફરી. જયારે શ્રુતિએ આ વાત જાણી ત્યારે તે એવું સમજી કે આ બધી વસ્તુઓ તે પોતાની દાદી પાસેથી લાવી લાગે છે. એટલે તે પણ પોતાની દાદીને ઘેર જવાને માટે તૈયાર થઈ ગઈ.
રસ્તામાં એને પણ ગાય મળી જેણે છાણ સાફ કરવાનું કહ્યું પણ શ્રુતિ તો ઘમંડી, કામચોર હતી એણે કહ્યું એ તો શ્રેયા હોય તો જ કામ કરે હું શા માટે કરૂં ? શ્રુતિનો જવાબ સાંભળીને ગાય તો ચૂપ થઈ ગઈ. ત્યાર બાદ પીપળાના ઝાડ તથા પહાડને પણ આવો તોછડો જવાબ આપ્યો.
જયારે શ્રુતિ પોતાની દાદીના ઘેર ગઈ ત્યારે દાદીને આખા ઘરનું કાર્ય કરવું પડયું. જેનાથી તે ખુબ જ થાકી જતી હતી.શ્રુતિ કામચોર અને આળસુ હતી જયારે શ્રુતિ પોતાના ઘેર જવા તૈયાર થઈ ત્યારે દાદીમાએ એને કાંઈ પણ આપ્યા વગર પાછી મોકલી.
પાછા ફરતાં શ્રુતિને રસ્તામાં પીપળાનું વૃક્ષ અને ગાય મળ્યા.પહાડે શ્રુતિ પર ઈંટોનો વરસાદ વરસાવ્યો. પીપળાએ સુકા પાંદડા નાખ્યા અને ગાયે એને જાેરથી લાત મારી.બિચારી ઘમંડી કામચોર, આળસુ શ્રુતિ પડતી આખડતી પોતાના ઘેર પાછી ફરી.
ઘેર આવ્યા પછી શ્રુતિ વિચારવા લાગી કે શ્રેયા પાસે એવું શું છે કે જેનાથી બધા એને ઘણી બધી ભેટો આપે છે પછી તેને રહસ્ય સમજાયું કે સેવાનું ફળ મેવા હોય. કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.