સ્વાર્થનું પરિણામ

કલરવ
કલરવ 118

એક ખૂબ જ ગીચ જંગલ હતું. જંગલમાં લીલા વૃક્ષો અપાર હતા. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી હતી. જંગલમાં અનેક પ્રકારના પશુપક્ષીઓ રહેતા હતા. બધા જ પક્ષીઓ હળીમળીને એકબીજા સાથે સંપથી રહેતા હતા.
આ જંગલમાં વચ્ચેથી એક નદી પસાર થતી હતી. આ નદીના કિનારે અનેક વૃક્ષો આવેલા હતા. હરણ,સસલુ, બિલાડી, અને ઉંદર એમ ચાર મિત્રો આ જંગલમાં રહેતા હતા. ચારે મિત્રો નદી કિનારે જ રહેતા હતા. આખા જંગલમાં પશુ પક્ષીઓ વચ્ચે આ ચારેય જણાની મિત્રતાની ચર્ચા થતી હતી.
એક દિવસ જંગલમાં નદીમાં પૂર આવ્યુ. જંગલમાં બધા જ પ્રાણીઓ પોતપોતાની જાતને સલામત સ્થળે લઈ જવા લાગ્યા. ચારેય મિત્રો નદીના કિનારે ઉભા હતા.તે લોકોને સામે કિનારે જવાનુ હતું પરંતુ ચારેય માંથી એકેયને તરતા આવડતુ નહોતું. તેઓ નદીના કિનારા ઉપર ઉભા રહીને વિચારવા લાગ્યા કે આ નદીને કેવી રીતે પાર કરી શકાશે, ત્યાં એમણે નદીમાં એક મોટો કાચબો જાેયો જે આરામથી તરી રહ્યો હતો. સસલાએ કાચબાને ઉભો રાખીને પૂછયું કે, ‘‘ હે કાચબાભાઈ ! શું તમે અમને ચારે જણાને આ નદીની સામે કિનારા ઉપર લઈ જઈ શકો છો ?’’ કાચબો તો પરગજુ હતો. એને તો બીજાની સેવા કરવામાં જ આનંદ આવતો હતો. વાત સાંભળીને કાચબો તો આનંદમાં આવી ગયો. તેણે તરત જ હા પાડી.એટલે ચારેય મિત્રો આનંદમાં આવી ગયા. અને એક પછી એક કાચબાની પીઠ પર ગોઠવાઈ ગયા.
કાચબો તો પોતાની ધીમી ચાલે નદીમાં તરવા લાગ્યો નદીમાં થોડેક દૂર જયાં ગયા એટલે કાચબો પાણીમાં તરતો રોકાઈ ગયો. અને બોલ્યો કે, ‘ હું ઘણો જ થાકી ગયો છું પીઠ પર એટલું બધુ વજન છે કે જેને હું સહન નથી કરી શકતો. કદાચ તમારા બોજના કારણે હું કયાંક ડૂબી ન જાઉં જાે તમારામાંથી એક જણ મારી પીઠ ઉપરથી ઉતરી જાય તો કદાચ ડૂબવાનો ખતરો ટાળી શકાય ’’કાચબાની વાત સાંભળીને હરણે બિલાડી સામે જાેયું અને સસલાએ ઉંદર તરફ જાેયું ચારે જણા એકબીજા સામે જાેઈ રહ્યા. ચારેય પ્રાણીઓમાં ઉંદર નાનુ પ્રાણી ગણાય એટલે અચાનક સસલાએ ઉંદરને ગરદનથી પકડયો અને સીધો જ પાણીમાં નાંખી દીધો જાેતજાેતામાં ઉંદર પાણીમાં સમાઈ ગયો.
હવે બચ્યા ત્રણ જણા હરણ, બિલાડી, સસલું.કાચબો ત્રણેયનો ભાર સહન કરીને પાણીમાં ધીરે ધીરે તરતો હતો. થોડેક આાગળ ગયા ત્યાં કાચબો ફરીથી પાણીમાં ઉભો રહ્યો. અને તે કહેવા લાગ્યો, ‘ભાઈઓ ! હુ તો તમારો ભાર સહન કરીને થાકી ગયો છું હવે મારાથી આગળ નહિ જવાય, જાે તમારામાંથી એક જણ ઓછું થાય તો કામ ચાલી જાય. ’’
કાચબાની વાત સાંભળીને હરણે બિલાડીની સામે બિલાડીએ સસલાની તરફ જાેયુ,પરંતુ સસલું તો ભોળુ એને બિલાડી અને હરણના કપટની કયાથી જાણ હોય. તક જાેઈને બિલાડીએ સસલાને જાેરથી પાણીમા ધકકો મારી દીધો અને સસલું પડયું સીધુ જ પાણીના વહેણમાં સસલુ પાણીમાં જીવવા માટે તરફડીયા મારવા લાગ્યુ પરંતુ પાણીના જાેર સામે એનું કાઈ ના ચાલ્યું છેવટે સસલુું પાણીમાં ડૂબી ગયું.
હવે કાચબાની પીઠ ઉપર બે જ જણા હતા. હરણ અને બિલાડી,કાચબો બંનેને લઈને ધીર ધીરે તરતો તરતો આગળ વધતો ગયો. અચાનક કાચબો થંભી થયો.એને પોતાની પીઠ ઉપર બે પ્રાણીઓનો ભાર સહન નહોતો થતો એણે બંનેને કહ્યું કે ‘‘ મારાથી હવે સહેજ પણ આગળ નહિ જવાય તમારા બંનેનો ભાર મારાથી ઉપાડાતો નથી એટલે બિલાડીએ હરણની સામે જાેયું હરણ ચાલાક હતું તેણે પોતાના શિંગડા બિલાડીને માર્યા એટલે બિલાડી સમતુલન ગુમાવી બેઠી અને સીધી જ પાણીમાં ગબડી પડી. હજી કિનારો ઘણો જ દુર હતો.
કાચબો હરણને પોતાની પીઠ ઉપર ઉપાડીને ધીર ધીરે તરતો હતો. થોડુક ચાલ્યા બાદ કાચબો ફરીથી પાણીમાં ઉભો રહી ગયો. તેણે હરણને કહ્યું, મારાથી તારો બોજ સહન નથી થતો. આ સાંભળીને હરણ તો સમસમી ગયો.ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે,‘અરે કાચબાભાઈ ! આ તમે શું કહી રહ્યા છો ? શું તમે અમને ચારેયને ડૂબાડવાની પ્રતિજ્ઞા લીધી છે. ’
એટલે કાચબાએ કહ્યું, મેં તો તમને ચારેયને એક સાચા મિત્ર તરીકે પીઠ ઉપર બેસાડયા હતા,પરંતુ મને કયાં ખબર હતી કે તમે ચારેય જણાં પોતાનો પ્રાણ બચાવવાને માટે સ્વાર્થ ખાતર એકબીજાના દુશ્મન બની જશો. જાે તમે ચારેય જણાએ એકબીજા માટે પોતાના પ્રાણ આપવાની વાત કરી હોત તો હું તમને ચારેયને ડૂબવા ન દેત. અને ચારેયને હેમખેમ સામે કીનારે પહોંચાડી દેત. પરંતુ તમે બધાં જ સ્વાર્થી છો. જાે તમે એક સાચા મિત્ર હોત તો એક બીજા પર આવનાર સંકટનો સામનો કરવા ચારેય જાેડે તૈયાર થયા હોત. કાચબાની વાત સાંભળીને હરણ પસ્તાવા લાગ્યો.
આથી આપણે કયારેય આપણો સ્વાર્થ સિદ્ધ ન કરવો જાેઈએ, પરંતુ મિત્રતામાં એકબીજા પ્રત્યે બલિદાનની ભાવના કેળવવી જાેઈએ.
કમલેશ કંસારા મુ.અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.