બહાદુર વિદ્યાર્થી
સંદીપ નામે એક છોકરો હતો. તે પાંચમા ધોરણમાં ભણતો હતો. તે ભણવામાં ખુબ હોંશિયાર હતો અને શાળામાં પણ નિયમિત સમયસર જતો હતો. શાળાના બીજા વિદ્યાર્થીઓ તેની ઈર્ષા કરવતા હતા. કોઈ વિદ્યાર્થી શાળામાં ગૃહકાર્ય ન લાવે તો વર્ગશિક્ષક તેવા વિદ્યાર્થીઓને શિક્ષા કરતા હતા. સંદીપને કોઈ દિવસ ેઅવું નહીં બન્યું હોય કે તેણે ગૃહકાર્ય ન લાવ્યું હોય ? તેથી રખડુ, આળસુ અને ઠોઠ વિદ્યાર્થીઓને આ સંદીપની ઈર્ષા આવતી હતી. તેને શિક્ષક પાસે કેમ કરીને માર ખવરાવવો તેની તક શોધતા હતા.
સંદીપને નિશાળે જતી વખતે વચ્ચે રેલ્વેના પાટા ઓળંગવા પડતા હતા. એક દિવસ એવું બન્યું કે તે દરરોજના નિયમ મુજબ નિશાળે જઈ રહ્યો હતો. તેણે વચ્ચે આવતા રેલ્વેના પાટા ઓળંગ્યા. ત્યાં તેની નજર રેલ્વેના પાટા તરફ ગઈ. તેણે જાયું તો રેલ્વેનો એક પાટો તેના સાંધામાંથી છુટો પડી ગયો હતો. રેલ્વેનો સીગ્નલ અપાઈ ચુકયો હતો. રેલ્વે આવવાની તૈયારી હતી. જા આ પાટાની જાણ રેલ્વેના અધિકારીને ન કરે તો રેલ્વેમાં મોટી જાનહાની થાય તેમ હતી અને જાણ કરવાનો સમય પણ ન હતો. કારણ કે રેલવે આગલા સ્ટેશનેથી નીકળી ગઈ હતી. હવે શુંં કરવું? તે બાબતે વિચારમાં પડી ગયો પણ તે હિંમત હાર્યો નહીં..
તેણે પોતાનું બુશર્ટ કાઢી નાખ્યું અને બાજુમાં એક સોટી પડી હતી. તેની સાથે બુશર્ટને બાંધી દીધું સામે ગાડી આવતી દેખાઈ.. તે બુશર્ટને ધજાની માફક ફરકાવવા લાગ્યો અને રેલ્વેના પાટા વચ્ચે ઉભો રહ્યો. રેલ્વેના ડ્રાઈવરે બે ત્રણ વ્હીસલ મારી પણ તે પાટા વચ્ચેથી ખસ્યો નહીં અને બુશર્ટ ફરકાવવાનું ચાલુ રાખ્યુ. ડ્રાઈવરને લાગ્યું કે છોકરો આ બુશર્ટ ફરકાવી કાંઈક ઈશારો કરે છે. તેથી તેણે ગાડી ધીમી પાડી નાખી અને ગાડીને છોકરો ઉભો હતો. તેથી થોડે દુર ઉભી રાખી. તરત જ ગાડીમાંથી ડ્રાઈવર ટીટી અને બીજા માણસો નીચે ઉતરીને છોકરા પાસે આવ્યા..
જ્યારે તેમની નજર ગાડીના પાટા તરફ ગઈ તો તેમને ધ્રુજારી આવી ગઈ.. ગાડીનો પાટો સાંધામાંથી છુટો પડી ગયો હતો. જા ગાડી ઉભી રાખવામાં ન આવી હોત તો મોટી ખુવારી થાત.. બધાએ છોકરાને શાબાશી આપી અને આ બાબતની જાણ સ્ટેશન માસ્તરને કરવામાં આવી. સંદીપને શાળામાં જવાનુ મોડું થઈ ગયું હતું. પેલા ઈર્ષાળુ વિદ્યાર્થીઓ આ તકની રાહ જાઈ રહ્યા હતા અને તેમણે શિક્ષક આગળ ખોટી કાન ભંભેરણી કરી હતી.
સંદીપ જેવો શાળામાં આવ્યો તેવો શિક્ષકે તેને મોડા આવવાનું કારણ પુછયા વગર મારવા માંડયો. સંદીપને બોલવાની તક ન જ આપી. પેલા ઈર્ષાળુ છોકરાઓ આનંદમાંઆવી ગયા. થોડીવારબાદ સ્ટેશન માસ્તર અને બીજા રેલ્વેના અધિકારીઓ શાળામાં આવ્યા.. અને તેમણે સંદીપની બહાદુરીની વાત કરી અનેસંદીપને જાહેરમાં શાબાશી આપી.. શિક્ષક તો ગળગળા થઈ ગયા તેને શિક્ષા કરી તે બદલ સંદીપની માફી માગી. શાળાના આચાર્યે પણ સંદીપનું જાહેરમાં સન્માન કર્યું. પેલા ઈર્ષાળુ વિદ્યાર્થીઓ તો એકદમ ભોંઠા પડી ગયા.
મીડીયા વાળા સંદીપનો ફોટો લઈ ગયા. બીજા દિવસે ટીવી અને વર્તમાનપત્રોમાં પણ સંદીપની બહાદુરીના સમાચાર આવી ગયા. રાજય તરફથી પણ સંદીપને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
વહાલા વિદ્યાર્થી મિત્રો પાંચમા ધોરણમાં ભણત દશ વર્ષના સંદીપે એક બહાદુરીનું કામ કરી કેટલાય લોકોના જાન બચાવ્યા તમે પણ સંદીપ જેવા બહાદુર બનજા અને તમારૂં અને તમારા માતા પિતાનું નામ રોશન કરશો.
ચંપકલાલ એલ.સોની (ભાભર)