જોક્સ

જોક્સ
જોક્સ

રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘરે જવા રીક્ષા કરી. આગળ જમણીબાજુ વળવાનું હતું એટલે ગણપતલાલે રીક્ષાવાળાને ટપલી મારી. રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફુટપાથ પર ચડીને, ખોખાં ગબડાવી, કચરાનાં ઢગલાં પર ચઢીને, હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ ! પણ સારું થયું કે બંને જણાં બચી ગયાં.
કપડાં ખંખેરતા રીક્ષાવાળાએ કહ્યું ઃ ‘કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું, હું તો જબરદસ્ત ડરી ગયો !’
ગણપતલાલ કહે : ‘પણ મેં તો ખાલી તારા ખભે ટપલી જ મારી હતી.’
રીક્ષાવાળો : ‘હા, પણ આ પહેલાં હું મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો ને !’
એક કિલ્લો બનાવવા માટે હજારો કારીગરો જાઇએ. એક રાષ્ટ્રની રક્ષા કરવા માટે લાખો સૈનિકો જાઇએ. પણ આખા ઘરને ઘર બનાવવા માટે એક †ી જ બસ છે. આવો આજે આપણે એનો આભાર માનીએ : થેન્ક યુ કામવાળી !!

છોકરો : વ્હાલી, તારા માટે મારા હૃદયના દ્વાર ખુલ્લા છે.
છોકરી : સેન્ડલ કાઢું કે…
છોકરો : કંઇ જરૂર નથી, આ કંઇ મંદિર થોડું છે !

પતિ, પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતો. અને દરેક વખતે ચુકી જતો હતો.
અચાનક પત્નીનો ફોન આવ્યો : હાય શું કરે છે ?
પતિએ પ્રમાણિકતાથી જવાબ આપ્યો : MISSING YOU.
એક માણસ તરવાનું શીખ્યો નહોતો છતાં પાણીમાં કુદી પડયો. ડુબતા ડુબતા એના હાથમાં એક માછલી આવી ગઇ. એણે માછલીને કિનારા ઉપર ફેંકીને કહ્યું : કંઇ નહી તો તારો જીવ તો બચાવી લઉં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.