જોક્સ
૧.
પતિ : આજે મસ્ત ઝરમર ઝરમર વરસાદ થઇ રહ્યો છે. કંઈક સારું ખાવાનું મન થાય છે.
તને જે સૌથી સારું બનાવતા આવડતું હોય તે બનાવ.
પછી પત્ની મોઢું લટકાવીને એની સામે બેસી ગઈ. (સમજાય એને સલામ)
૨.
ટીચર : “સમય ક્યારે પણ એક જેવો નથી હોતો, તે જરૂર બદલાય છે.” આ કહેવત ઉદાહરણ સાથે સમજાવો.
રાજુ : કાલ સુધી મહીને ૧ જીબી ડેટા ઘણો હતો.
અને હવે દિવસનો ૧ જીબી પણ ઓછો પડે છે.
૩.
ગપ્પુ : મારી ઘડિયાળ ખોવાઈ ગઈ, શું તે ક્યાય જોઈ છે?
પપ્પુ : નહી, ચાલતી હતી કે બંધ હતી?
ગપ્પુ : ચાલતી હતી. કેમ?
પપ્પુ : તો પછી જરૂર ક્યાંક ચાલી ગઈ હશે.
૪.
પત્ની : હું આ દુનિયામાં નહિ રહું તો તમે શું કરશો?
પતિ : જો તને કંઈક થઇ ગયું, તો હું પાગલ થઇ જઈશ.
પત્ની : તમે બીજા લગ્ન તો નહિ કરોને?
પતિ : પાગલનો શું ભરોષો, કંઈ પણ કરી શકે છે.
પતિ હોસ્પીટલમાં છે.
૫.
સાસુ : ભગવાને તમને બે બે આંખો આપી છે, શું તે ચોખામાંથી બે ચાર કાંકરા નથી કાઢી શકતી?
વહુ : તો ભગવાને પણ તમને ૩૨ દાંત આપ્યા છે, બે ચાર કાંકરા નથી ચાવી શકતા?
સાસુ બેહોશ છે.
Tags Jokes