02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / વાવમાં વીજળી પડતા ખેડુત બળીને ભડથું, ખેડૂતની મોત થતા પંથકમાં શોકનો માહોલ

વાવમાં વીજળી પડતા ખેડુત બળીને ભડથું, ખેડૂતની મોત થતા પંથકમાં શોકનો માહોલ   15/11/2019

વાવ તાલુકાના ગામે ગતમોડી રાત્રે ખેડુત પર વીજળી પડતા તેમનું કરૂણ મોત થયુ છે. ઘટનાને લઇ મામલદાર, મેડિકલ ઓફીસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા. કમોસમી વરસાદે ખેડુતોને રડાવ્યા છે ત્યારે ગત મોડીરાત્રે એક ખેડુત પર વીજળી પડતા મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
 
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ભાખરી ગામે એક ખેડુત પર વીજળી પડતા મોત થયુ છે. ભાખરી ગામના માનજીભાઇ બ્રાહ્મણ રાત્રિ દરમ્યાન ખેતરમાં હતા. આ સમયે તેમની પર અચાનક વીજળી પડતા તેઓ ભડથુ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં મામલદાર, મેડિકલ ઓફીસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Tags :