02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / વાવ સુઇગામ વિસ્તારમાં બીજીવારના માવઠું ખેડુતોના ઉભા પાકને નુકશાનીની દેહશત

વાવ સુઇગામ વિસ્તારમાં બીજીવારના માવઠું ખેડુતોના ઉભા પાકને નુકશાનીની દેહશત   13/11/2019

વાવ 
બનાસકાંઠામાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે. સુઇગામના ઉચોચણ અને મોરવાડા સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં ખેડુતોના જીવ તાળવે ચોટ્યા છે. ખેતરમાં વાવણી કરેલ હોઇ જગતનો તાત માટે ભારે મુંઝવણની સ્થિતિ ઉભી થઇ છે.
 
સુઇગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સુઇગામના ઉચોસણ, મોરવાડા, ભાભરના તારા અને ચલોસણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતા લોકો મુંઝાયા છે. મહત્વનું છે કે બુલબુલ વાવઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડુતોને કમોસમી વરસાદથી ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
 
                                                                                                                                                                                                     તસ્વીર : વિષ્ણુ પરમાર 

Tags :