અંગ્રેજોની જેમ ભાગલા પાડી રાજ કરનાર કોંગ્રેસને ઓળખી લેજા ઃ નિતીનભાઈ પટેલ

પાટણ ખાતે લોકસભાની ચૂંટણીના પગલે સોમવારના રોજ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું.  આ સભામાં શરૂઆત થતાંજ મેં ભી ચોકીદારના સૂત્રો પોકારાયા હતા અને આ બેઠકમાં ભાજપની ટીકીટ લઇને આવનાર ઉમેદવારને જંગી લીડથી વિજય બનાવવાની કાર્યકર્તાઓને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા હાકલ કરવામાં આવી હતી. તેમજ કોગ્રેસના કેટલાક લોકોએ પણ આ સભામાં કેસરીયો        પહેર્યો હતો.
લોક્સભાની ચુંટણીમા ગુજરાતમાં ભાજપને બહુમતી મળે તે માટે અને ભાજપ દ્વારા વિવિધ લોકસભા બેઠક ઉપર વિજય સંકલ્પ સંમેલન કરી રહ્યા છે. ત્યારે પાટણ ખાતે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટણ લોકસભા બેઠકનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં નીતિનભાઈ પટેલે સભાનસંબોધન કરતા જણાવ્યું હતું કે પાટણએ ભાજપને સદાય સાથ આપ્યો છે. અને આ ચુંટણીમાં આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઇ મોદી જે આપણા છે અને આપણે ફરીથી તેઓને ભારતના પ્રધાનમંત્રી બનાવવા ના છે. માટે આપણે અંદરો અંદરના મનદુખ ભુલીને એક સાથે મળીને પાટણની બેઠક ઉપર કમળ ખીલવીને દિલ્હી ખાતે મોકલીને આપણા નરેન્દ્રભાઇ મોદીની પુષ્ય ગુચ્છમાં વધારો કરવાનો છે. આપણે કોણ ઉમેદવાર છે તે નથી જોવાનુ માત્ર નરેન્દ્રભાઇ મોદીને જવાના છે. અને તે દેશના સાચા ચોકીદાર છે. આ સંમેલનમાં જેમાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ,પાટણ જીલ્લા ભાજપ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ લોકસભા ભાજપ પ્રભારી મયંકભાઈ નાયક, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર લોકો હાજર રહ્યા હતા.
પાટણ લોકસભા માટે સોમવારે ભાજપ દ્બારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યુ હતુ જેમાં ગુજરાતના ડે. મુખ્યમંત્રી ઉપસ્થીતીમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ સહીત પાટણ નગરપાલિકાની વિવિધ કમીટીના ચેરમેનો સહીત ૧૩ જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને વધાવીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. અને ભાજપને જીતાડવા માટે પણ હાકલ કરી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.